આજે આપણે બનાવીશું ઉપવાસ કે વ્રત માં ખાઈ શકાય એવી ફરાળી સેવ પુરી, જે ટેસ્ટ માં ખૂબ જ સરસ લાગે છે અને બનાવવી પણ ખૂબ જ સરળ છે તો ચાલો આપણે તેને કેવી રીતે બનાવવી તે જોઈએ
સામગ્રી : (પુરી બનાવવા માટે)
૧/૨ કપ ફરાળી લોટ (Homemade )
૩ ચમચી રાજગરા નો ઝીણો લોટ
૧ ચમચી શિંગોડા નો લોટ
૧ ચમચી તેલ
થોડું મીઠું
નવશેકું ગરમ પાણી
સામગ્રી : (સેવ પુરી માટે)
બનાવેલી પુરી
ફરાળી સેવ
મસાલા સીંગ
મીઠી ચટણી
તીખી ચટણી
બાફેલા બટાટા
રીત :
1)એક વાસણ માં ત્રણેય લોટ મીઠું અને તેલ મિક્ષ કરી લો, હવે આમાં થોડું થોડું પાણી ઉમેરતા જઈ પુરી નો લોટ બાંધી લો, એને ઢાંકી ને ૫ મિનીટ રહેવા દો ( લોટ વધારે ઢીલો પણ નહી અને કઠણ પણ નહી એવો બાંધવો )

2) હવે એમાં થી નાના નાના લુવા કરી થોડી જાડી પુરી વણી કાંટા થી એના ઉપર કાણા પાડી દો , અને પુરી ને વણી ને દસ મિનીટ સુકાવા દો જેથી તેનું ઉપર નું પડ થોડું ડ્રાય થઇ જાય

3) આ પુરી ને મીડીયમ ગેસ પર આછા ગુલાબી રંગ ની થાય ત્યાં સુધી તળી લો, વચ્ચે વચ્ચે પુરી ને ફેરવતા રહેવું જેથી તે બંને બાજુ થી એક સરખા કલર ની તળાય

4) તૈયાર પુરી ને એક સર્વિંગ પ્લેટ માં લઇ લો ,હવે એના ઉપર બાફેલા બટાકા મુકો તમેં જો બટાકા ના ખાતા હોવ તો કાચા કેળા પણ બાફીને લઈ શકો

5) આ પુરી પર તીખી – મીઠી ચટણી , ફરાળી સેવ અને મસાલા સીંગ એડ કરી આ ફરાળી સેવ પૂરીને સર્વ કરો

નોંધ :
ફરાળી સેવ બનાવવા માટે આપણે રાજગરા નો ઝીણો લોટ અને ફરાળી લોટ માં થોડું મીઠું અને તેલ નાખી બેસન ની સેવ જેવો લોટ બાંધી અને સેવ પાડવી