એકવાર બનાવી લાંબો સમય સાચવી શકો એવું ટેસ્ટી ચટાકેદાર લીંબુનું અથાણું / Limbu Nu Athanu / Lemon pickle

હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું લીંબુ નું અથાણું , આ અથાણું ટેસ્ટ માં ખૂબ જ સરસ લાગતું હોય છે અને આ અથાણું જેટલું જૂનું થાય એટલું જ ખાવામાં ખૂબ જ સરસ લાગે આ અથાણાને બનાવવામાં વધારે સમય નથી લાગતો પણ એને બનીને તૈયાર થવામાં થોડો વધારે સમય લાગે છે એટલે કે બનાવી ને તમારે ને ૨૦ દિવસ કે મહિનો રાખવું અને એ પછી ખાવાના ઉપયોગમાં લેવું તો ટેસ્ટ ખુબ જ સરસ લાગશે અથાણા ને બહાર જ તમે આખું વરસ સ્ટોર કરી શકો છો તો ચાલો આને કેવી રીતે બનાવવું એ જોઈ લઈએ

સામગ્રી :

250 ગ્રામ લીંબુ

250 – ૩00 ગ્રામ ગોળ

100 ગ્રામ અથાણાનો મસાલો

1/2 ચમચી મીઠું

2 – 3 ચમચી પાણી

રીત :

1) સૌથી પહેલા લીંબુને ધોઈ ને લૂછી લેવા ત્યારબાદ એના નાના ટુકડા કરી એમાંથી બીયા કાઢી ને તૈયાર કરી લો હવે એને એક કૂકરમાં લઈ લો કૂકરમાં લીંબુ ની સાથે બે થી ત્રણ ચમચી જેટલો પાણી જેટલું પાણી ઉમેરો અને આની 3 સીટી કરી લો

2) કૂકર ઠંડુ થાય એટલે એને ખોલીને લીંબુને કાણાવાળા વાટકામાં લઈ થોડીવાર રહેવા દો બધું પાણી નીકળી જાય અને લીંબુ રૂમ ટેમ્પરેચર પર આવી જાય ત્યાં સુધી રાખવા

3) હવે એમાં મીઠું , અથાણાનો મસાલો અને સમારેલો ગોળ ઉમેરી સરસ રીતે મિક્સ કરી લો હવે આને ઢાંકીને મૂકી દો

4) આ અથાણાંને રોજ એકવાર હલાવતા રહેવું જેથી અથાણું સરસ રીતે મિક્સ પણ થતું જાય અને ગોળ ઓગળતો જાય ૨૦ થી ૩૦ દિવસ પછી અથાણું તમે ખાવાના ઉપયોગમાં લઈ શકો છો

5) હવે આ અથાણું બનીને તૈયાર છે તમે આને કાચની સાફ બરણીમાં ભરીને આખું વર્ષ સ્ટોર કરી શકો છો

Watch This Recipe on Video