હેલ્લો ફ્રેન્ડસ આજે આપણે બનાવીશું માર્કેટ કરતાં સરસ કસૂરી મેથી ,જેને બનાવવા માટે હું બે રીત અહી તમને બતાવવાની છું ,આ કસૂરી મેથીને આપણે સુકા નાસ્તામાં કે ઘણી બધી પંજાબી ગ્રેવીમાં વાપરતા હોઈએ છે તો જયારે શિયાળામાં મેથી સસ્તી હોય ત્યારે તમે આ મેથીને સુકવીને આખા વર્ષ માટે રાખી શકો છો તો ચાલો આને કેવી રીતે બનાવવી એ જોઈ લઈએ. તમે એર ટાઈટ ડબ્બામાં ભરીને આખું વર્ષ સ્ટોર કરી શકો છો , તો ચાલો આને કેવી રીતે બનાવવી એ જોઈ લઈએ.
તૈયારીનો સમય – ૧૦ – ૧૫ મિનીટ
બનાવવાનો સમય – ૨ – ૩ દિવસ
સ્ટોર કરવાનો સમય – આખું વર્ષ
સામગ્રી :
લીલી મેથી ની ઝુડી
રીત :
1) સૌથી પહેલા માર્કેટ માંથી સરસ આવી તાજી અને લીલી મેથી ની ભાજી લેવી એને ચૂંટીને સાફ કરી લો હવે એક વાસનામાં ચોખ્ખું પાણી લઇ આ મેથી એમાં નાખો.

2) મેથીને સાફ પાણીથી ૩ – ૪ વાર ધોઈ લો એમાં સહેજ પણ કચરો કે માટી ના રહે એનું ધ્યાન રાખવું, પછી એને એક કાણાવાળા વાટકામાં કાઢી નીતરવા દો , અડધો કલાક પછી એને કોટનના કપડા પર પાથરી દઈશું મેથી થોડી સુકાઈ જાય એટલે એને એક થાળી માં લઇ સુકાવા દો, ઘરમાં કે તાપમાં સુકવી શકો.

3) હવે જો તમારે મેથીને માઈક્રોવેવમાં સુક્વવી છે તો મેથીને કોરી કરી માઈક્રોવેવ સેફ વાસણમાં લઇ લો પછી એને ૨ – ૨.૫ મીનીટ માટે માઈક્રો કરો વચ્ચે એકવાર એને ઉપર નીચે કરી લેવી

4) તો આ રીતે તમે મેથીને માઈક્રોવેવ માં કે તાપમાં સુકવીને બનાવી છો આને એર ટાઈટ ડબ્બામાં ભરીને આખું વર્ષ રાખી શકો.
