ખૂબ જ ઓછા તેલમાં બનાવો બાળકોને ભાવે એવું ટેસ્ટી અને હેલ્ધિ નમકિન|Makhana namkeen|Healthy namkeen

હેલ્લો ફ્રેન્ડસ, આજે આપણે બનાવીશું એક મિક્ષ નમકીન જેને બનાવીને તમે મહિના સુધી સ્ટોર કરી શકો છો તો આ બાળકોને લંચ બોક્ષમાં આપવું હોય કે પ્રવાસ દરમિયાન લઇ જવું હોય તો પણ ખુબજ ઉપયોગી રહે છે સાથે મેં આમાં મમરા , પૌવા , મખાના અને સેવ બધાનું કોમ્બિનેશન કર્યું છે જેથી નાં ખુબજ ટેસ્ટી બને છે તો ચાલો આને કેવી રીતે બનાવવું એ જોઈ લઈએ.

તૈયારીનો સમય – ૫ મિનીટ

બનાવવાનો સમય – ૧૦ મિનીટ

સ્ટોર કરવાનો સમય – ૧ મહિનો

સામગ્રી :

૨૦૦ ગ્રામ નાયલોન પૌવા

૧૦૦ ગ્રામ મમરા

૧૦૦ગ્રમ મખાના

૧૦૦ ગ્રામ સીંગદાણા

૧૫૦ ગ્રામ બેસનની સેવ

૩ – ૪ ચમચી તેલ

મીઠો લીંબડો

ચપટી હિંગ

૧ ચમચી હળદર

૨ ચમચી લાલ મરચું

૨ ચમચી બુરું ખાંડ

૨ ચ્ચ્મ્હી તલ

ચપટી આમચુર પાવડર

મીઠું સ્વાદ પ્રમાણે

રીત :

1) સૌથી પહેલા મમરા , પૌવા અને મખાનાને જુદા જુદા શેકીને સરસ ક્રિસ્પી કરી લો

2) હવે એક કડાઈમાં તેલ ગરમ કરવા મુકો તેલ ગરમ થાય એટલે એમાં સીંગદાણા તળો પછી એમાં તલ , હળદર,હિંગ અને લીંબડો ઉમેરો

3) ત્યાર પછી એમાં મમરા , પૌવા અને મખાના નાખો બાકીના બધા મસાલા કરો અને સર રીતે મિક્ષ કરી લો પછી આમાં સેવ નાખો

4) બધું સરસ રીતે મિક્ષ થઇ જાય એટલે ગેસ બંધ કરી દો.

5) હવે આ સરસ મજાનું ટેસ્ટી નમકીન સર્વિંગ માટે તૈયાર છે આ એકદમ ઠંડુ થાય એટલે એને ડબ્બામાં ભરીને સ્ટોર કરી શકો.

Watch This Recipe on Video