હેલ્લો ફ્રેન્ડસ આજે આપણે જોઈશું કે ફુલાવરને લાંબો સમય કેવી રીતે સ્ટોર કરવું અને કેવી રીતે એને પ્રોપર સાફ કરવું આ રીતે ફુલાવરને સાફ કરીને બતાવેલી ટીપ્સ સાથે આને સ્ટોર કરશો તો ૮ – ૧૦ દિવસ સારું રહે છે,ફુલાવરને ગમે તેટલું ધ્યાન સાફ કરીએ તો પણ ડર રહે કે એમાં કોઈ જીવાત તો નહિ હોય પણ આજે એને સાફ કરવાની બે સરળ રીત તમને બતાવીશ તો ચાલો આને કેવી રીતે સ્ટોર કરવું એ પણ જોઈ લઈએ.
સામગ્રી :
૧ ફુલાવર
વિનેગર
મીઠું
શાકભાજી સાફ કરવાનું લીક્વીડ
પાણી
રીત :
1) સૌથી પહેલા ફુલાવરનો પાછળનો પત્તાનો જાડો ભાગ કાઢી લઈશું પછી આ રીતે એને કલિંગ રેપ થી લપેટી લો જેથી આવુંને આવું તાજું રહેશે.(ફુલાવર હંમેશા એકદમ સફેદ લેવું ક્યારેય પીળું પડી ગયેલું ફુલાવર ના ખરીદવું)

2) હવે ફુલાવરને નાના કે મોટા જેવા ટુકડામાં તમારે સમારીને સાફ કરવું હોય એ રીતે સમારી લો

3) જે મોટા ટુકડામાં સમારેલું ફુલાવર છે એને સાફ કરવા માટે એક વાટકામાં પાણી લઇ એમાં શાકભાજી સાફ કરવાનું લીક્વીડ ઉમેરી સરસ રીતે મિક્ષ કરી લો પછી ફુલાવરના ટુકડા એમાં નાખો

4) ૧૦ મિનીટ માટે એને એમાં રહેવા દેવા પછી ચોખ્ખા પાણીથી એને ૨ – ૩ વાર ધોઈ લો

5) જે નાના ટુકડામાં ફુલાવર સમાર્યું છે એને સાફ કરવા માટે એક વાસણમાં પાણી ગરમ કરવા મુકો પાણી ગરમ થાય એમાં મીઠું અને વિનેગર ઉમેરો હવે ગેસ બંધ કરી એમાં ફુલાવર નાખો , એને ૧૦ મિનીટ માટે આમાં રહેવા દો પછી ચોખ્ખા પાણીથી એને પણ ૨ વાર ધોઈ લો

6) તો આ રીતે તમે ફુલાવરને આસાનીથી સાફ કરીને ઉપયોગમાં લઇ શકો છો અને આખા ફુલાવરને સ્ટોર પણ કરી શકો છો.
