હેલ્લો ફ્રેન્ડસ આજે આપણે મિક્ષર નો ઉપયોગ કર્યા વગર દાડમ નો રસ કેવી રીતે બનાવવો એ જોઈશું, ખૂબ જ ઓછા સમયમાં મીક્સર કે જ્યૂસર નો ઉપયોગ કર્યા વગર બનાવો સરસ દાડમ નો રસ. કોઈ વાર લાઈટ ના હોય કે ક્યાય બહાર ગયા હોય અને કઈ જરૂર પડે તો આ રીતે આપણે સરળતાથી રસ બનાવીને ઉપયોગમાં લઇ શકીએ તો ચાલો આને કેવી રીતે બનાવવો એ જોઈ લઈએ.
તૈયારીનો સમય – ૧૦ મિનીટ
બનાવવાની સમય ૫ મિનીટ
સર્વિંગ ૨ નાના ગ્લાસ
સામગ્રી :
૨ મોટા દાડમ
રીત :
1) સૌથી પહેલા દાડમને છોલી એના દાણા કાઢી સાફ કરી લેવા પછી એને કોઈ જાડી પ્લાસ્ટીકની થેલીમાં કે ઝીપ પાઉચમાં ભરી દો.

2) હવે રસ બનાવવા માટે તમે સ્ટીલ ની વાટકી , ગ્લાસ કે વેલણ કઈ પણ ઉપયોગમાં લઇ શકો આ રીતે એને કોઈ પણ વસ્તુની મદદથી દબાવતા જાવ એટલે રસ નીકળવા લાગશે,પછી એને ગાળી લો.

3) હવે આ એકદમ સરસ ચોખ્ખો દાડમ નો રસ તૈયાર છે
