હેલ્લો ફ્રેન્ડસ આજે આપણે બનાવીશું ચોખના નાના પાપડ, આ પાપડ આજે આપણે એકદમ સરળ રીતે ખીચું બાફ્યા વગર બનાવીશું જેથી એને બનાવવામાં સમય અને મહેનત બંને ઓછું થઇ જશે અને ટેસ્ટમાં એકદમ સરસ અને ખાવામાં પોચા બને છે આને તમે બનાવીને સ્ટોર પણ કરી શકો છો તો ચાલો આને કેવી રીતે બનાવવા એ જોઈ લઈએ.
તૈયારીનો સમય – ૫ મિનીટ
બનાવવાનો સમય – ૨૦ – ૩૦ મિનીટ
સામગ્રી :
૧/૨ વાટકી કણકી
મીઠું સ્વાદ પ્રમાણે
થોડું જીરું
તેલ
પાણી જરૂર પ્રમાણે
રીત :
1) સૌથી પહેલા કણકીને ધોઈને અડધો કલાક પલાડીને રાખીશું પછી એને એ પાણીની સાથે મિક્ષર જારમાં લઇ વાટી લો પછી એમાં સ્વાદ પ્રમાણે મીઠું અને જીરું નાખો (જો વાટેલા લીલા મરચા નાખવા છે તો પણ નાખી શકો)હવે ઈડલીના સ્ટેન્ડમાં તેલ લગાવી આ ખીરું નાખો .

2) હવે કડાઈમાં પાણી ગરમ કરવા મુકો અને એ ગ્રન થાય એટલે તૈયાર કરેલી પાપડની થાળી એમાં મુકી મીડીયમ ગેસ પર ૫ મિનીટ માટે બાફો.

3) જો તમારી પાસે ઈડલી મોલ્ડ નથી તો નાની આવી ડિશમાં પણ તમે પાપડ બનાવી શકો અને જો આ રીતે ચીલી ફ્લેક્સ નાખવા હોય તો પણ નાખી શકો.

4) થોડીવાર પછી બાફેલા પાપડને ચપ્પાની મદદથી ઉખાડી લો

5) પછી એને પ્લાસ્ટિક પર સુકાવા માટે મુકો પાપડ ને ૨ દિવસ કે એકદમ સુકાઈ જાય ત્યાં સુધી તાપ માં કે ઘરમાં સુકવો, પછી એને તળવા માટે તેલ ગરમ કરી એને ફાસ્ટ ગેસ પર તળો.

6) હવે આ એકદમ ટેસ્ટી અને ઓછી મહેનતમાં બની જતા ચોખના પાપડ તૈયાર છે .