રેસ્ટોરન્ટ જેવા છોલે કુલ્ચે હવે સરળતાથી ઘરે બનાવો |chole kulcha|chole|Kulcha|Shreejifood

હેલ્લો ફ્રેન્ડસ આજે આપણે બનાવીશું એક ફેમસ પંજાબી ડીશ “ છોલે કુલ્ચા “ , છોલે જનરલી આપણે પહેલા એને બાફીને પછી બનાવતા હોઈએ છે પણ આજે આપણે એને સીધા કુકરમાં બનાવીશું જેથી આપણો સમય , મહેનત અને ગેસ બધાનો બચાવ થશે આ એકદમ ટેસ્ટી અને મસાલેદાર બને છે સાથે જ એની જોડે સર્વ કરવા આજે આપણે કુલ્ચા બનાવીશું તો ચાલો આને કેવી રીતે બનાવવું એ જોઈ લઈએ.

તૈયારીનો સમય – ૧૦ મિનીટ

બનાવવાનો સમય – ૨૦ મિનીટ

સર્વિંગ – ૪ – ૬ વ્યક્તિ

સામગ્રી :

છોલે બનાવવા માટે :

૨૦૦ ગ્રામ કાબુલી ચણા

૪ ટામેટા

૧ ચમચી આદુ મરચાની પેસ્ટ

૪ – ૫ ચમચી તેલ

૧ ચમચી ઘી

૧/૨ ચમચી જીરું

૧ ચમચી ધાણાજીરું

૧/૨ ચમચી હળદર

૧ – ૨ ચમચી કાશ્મીરી લાલ મરચું

૧ ચમચી ગરમ મસાલો

૨ ચમચી છોલે મસાલો

સમારેલી કોથમીર

તજ નો ટુકડો

કાળા મરી

લવિંગ

મીઠું

૪ ડુંગળી (જો નાખવી હોય તો)

૪ – ૫ કળી લસણ

કુલ્ચા બનાવવા માટે :

૨ કપ મેંદો

૧ ચમચી ગ્લુટન પાવડર

૧ ચમચી ખાંડ

૧ ચમચી ફ્રેશ ઇસ્ટ

૧/૨ ચમચી મીઠું

૧ – ૨ નાની ચમચી તેલ

૧/૨ કપ દહીં

પાણી જરુર પ્રમાણે

બટર

કોથમીર

રીત :

1) સૌથી પહેલા ચણાને ધોઈને ૭ – ૮ કલાક માટે પલાડીને રાખવા ,હવે એક મોટા કુકરમાં તેલ અને ઘી ગરમ કરવા મુકો એ ગરમ થાય એટલે એમાં જીરું અને આખા મસાલા નાખો ત્યારબાદ તેમાં ટામેટાને છીણીને નાખો.(જે લોકો ડુંગળી ખાતા હોય એમણે પહેલા ડુંગળી સંતાળવી પછી એમાં ટામેટા નાખવા)

2) હવે એમાં વાટેલા આદુ મરચા નાખો અને બાકીના મસાલા કરી સરસ રીતે મિક્ષ કરી મસાલા અને ટામેટાને સહેજ વાર ચઢવા દો થોડું સંતળાય પછી એમાં સમારેલી કોથમીર નાખો.(જો લસણ નાખવું હોય તો મરચાની સાથે જ વાટી લેવું.)

3) તેલ ઉપર આવે એટલે એમાં પાણી નીતારીને ચણા ઉમેરો અને મિક્ષ કરી ૧ – ૨ મિનીટ ચઢવા દો , પછી એમાં પાણી ઉમેરી ઢાંકણ બંધ કરી કુકરની ૫ – ૬ વ્હીસલ કરી લેવી.

4) કુકર ઠંડુ થાય એટલે ખોલીને ચણા ચેક કરી લેવા જો ના ચઢ્યા હોય તો ૧ – ૨ વ્હીસલ બીજી કરી શકો.

5) કુલ્ચા બનવવા બધી સામગ્રી તૈયાર કરી લો હવે લોટ બાંધવા એક વાસણ લઇ એમાં પહેલા ઇસ્ટ ,ખાંડ ,મીઠું અને થોડું પાણી નાખી બધી વસ્તુ ઓગળી જાય ત્યાં સુધી હલાવો.પછી એમાં મેંદો અને ગ્લુટન પાવડર નાખી મિક્ષ કરો તેલ મિક્ષ કરો

6) પછી દહીં ઉમેરવું અને જરુ પ્રમાણે પાણી ઉમેરી સરસ ઢીલો લોટ બાંધી લેવો સહેજ તેલ હાથમાં લઇ ફરીથી લોટને મસળી લો,લોટને થોડા ભીના કપડાથી ઢાંકીને ૧૦ મિનીટ રહેવા દો.

7) ૧૦ મિનીટ પછી એમાં થી એકસરખા ભાગ કરી એના કઠણ લુઆ બનાવી લો અને એને ઢાંકીને ફરી ૧૦ મિનીટ માટે રાખો

8) હવે એમાંથી હાથથી થેપીને કે વણીને કુલ્ચા બનાવીને તૈયાર કરો એના પર પાણી લગાવી કોથમીર લગાવો ફરી ૩૦ મિનીટ માટે રાખો જેથી સર ફુલી જશે હવે બેક કરતા પહેલા એના પર પાણીનો સ્પ્રે કરો અને પ્રિ હીટ કરેલા ઓવનમાં એને ૨૦૦ ડિગ્રી પર ૧૦ – ૧૨ મિનીટ માટે બેક કરો

9) કુલ્ચા બેક થઇ જાય એટલે એના પર બટર લગાવો

10) જો તમારી પાસે ઓવન નથી તો તમે એને ગેસ પર તવીમાં પણ બટર લગાવીને શેકી શકો છો.

11) હવે આ એકદમ ટેસ્ટી અને મસાલેદાર છોલે કુલ્ચા સર્વિંગ માટે તૈયાર છે.

Watch This Recipe on Video