ઉપવાસમાં બનાવી શકો એવી ફૂલ ફરાળી થાળી|Gujarati farali thali|Farali|Gujarati|Farali vangi|Shreejifood

હેલ્લો ફ્રેન્ડસ,આજે આપણે બનાવીશું ઉપવાસ કે વ્રતમાં ખાઇ શકાય એવી ફરાળી વાનગી ,આજે એક ફરાળી ફુલ થાળી તૈયાર કરીશું જેમાં ફરાળી પરોઠા,બટાકાની સુકી ભાજી ,સુરણનું રસાવાળું શાક અને સાબુદાણાની ખીચડી બનાવીશું .આવી થાળી તમે અગિયારસ ,રામનવમી ,જન્માષ્ટમી કે બીજા કોઈ પણ ઉપવાસ પર ખાવાના ઉપયોગમાં લઇ શકો છો તો ચાલો આને કેવી રીતે બનાવવી એ જોઈ લઈએ.

તૈયારીનો સમય – ૧૦ -૧૫ મિનીટ

બનાવવાનો સમય – ૩૦ -૪૦ મિનીટ

સર્વિંગ – ૪ વ્યક્તિ

સામગ્રી :

ફરાળી પરોઠા બનાવવા માટે :

૨ કપ – ફરાળી લોટ

૧ – ૨ ચમચી તેલ

મીઠુંસ્વાદ પ્રમાણે

નવશેકું ગરમ પાણી

સુરણનું નું શાક બનાવવા માટે :

૫૦૦ ગ્રામ – સુરણ

૨ – ૩ ચમચી તેલ

થોડું જીરું

૧/૨ ચમચી – હળદર

૧ – ૨ ચમચી – લાલ મરચું

૧ ચમચી – ધાણાજીરું

મીઠું સ્વાદ પ્રમાણે

૨ ચમચી ગોળ કે ખાંડ

૧/૨ કપ જેટલું પાણી

મીઠો લીંબડો

થોડો લીંબુનો રસ

બટાકાની સુકીભાજી બનાવવા માટે :

૨૦૦ગ્રમ – બાફેલા બટાકા

૧ -૨ ચમચી તેલ૨ લીલા મરચા

મીઠો લીંબડો

૧/૨ ચમચી હળદર

૧ ચમચી લાલ મરચું

૧ – ૨ ચમચી ધાણાજીરું

૧/૪ ચમચી ગરમ મસાલો

૨ ચમચી ખાંડ

૧ ચમચી લીંબુનો રસ

૧ ચમચી તલ

૧ – ૨ ચમચી શેકેલા સીંગદાણાનો ભુકો

સમારેલી કોથમીર

મીઠું સ્વાદ પ્રમાણે

સાબુદાણાની ખીચડી બનાવવા માટે :

૧ કપ કોરા સાબુદાણા

૪ બટાકા

૪ ચમચી તેલ

૧ ચમચી જીરું

૩ – ૪ લીલા મરચા

મીઠો લીંબડો

૧ ચમચી હળદર

૧ ચમચી ધાણાજીરું

૧/૨ ચમચી લાલ મરચું

૧ ચમચી ખાંડ

૧/૨ ચમચી લીંબુ નો રસ

૧/૨ કપ શેકેલા સીંગદાણાનો ભુકો

મીઠું સ્વાદ પ્રમાણે

સમારેલી કોથમીર

રીત :

1) સૌથી પહેલા પરોઠાનો લોટ બાંધી લેવાનો છે તો લોટમાં મીઠું અને તેલ નાખી મિક્ષ કરી લો ત્યારબાદ જરૂર પ્રમાણે નવશેકું ગરમ પાણી ઉમેરતા જઇ રેગ્યુલર પરોઠા જેવો જ લોટ બાંધીને તૈયાર કરી દેવો હવે ઢાંકીને મુકો.

2) સુરણ નું શાક બનાવવા માટે સુરણ ને છોલીને ઝીણા ટુકડામાં સમારી લો પછી એમાં પાણી નાખો.

3) હવે શાક વઘારવા એક કુકરમાં તેલ ગરમ કરવા મુકો તેલ ગરમ થાય એટલે એમાં જીરું ,હળદર અને લીંબડો નાખી સમારેલું સુરણ નાખો શાકમાં મસાલા કરી એને એકાદ મિનીટ માટે સાંતળો પછી એમાં પાણી અને ગોળ ઉમેરી મીડીયમ ગેસ પર એની ૩ વ્હીસલ કરો.

4) કુકર ઠંડુ થાય એટલે એને ખોલીને એમાં થોડો લીંબુનો રસ ઉમેરી શાક સરસ રીતે હલાવી લો.

5) બટાકાની સુકીભાજી બનાવવા માટે એક કડાઈમાં તેલ ગરમ કરવા મુકો તેલ ગરમ થાય એમાં જીરું ,મરચા લીંબડો અને હળદર નાખી બાફીને સમારેલા બટાકા ઉમેરો પછી એમાં મસાલા કરો અને સરસ રીતે એને મિક્ષ કરો

6) છેલ્લે એમાં લીંબુનો રસ અને સીંગદાણાનો ભુકો નાખી મિક્ષ કરી ગેસ બંધ કરી દો.

7) સાબુદાણાની ખીચડી બનાવવા માટે પહેલા સાબુદાણાને ધોઈ લો પછી ૧ કપ સાબુદાણાની સામે પોણી વાટકી પાણી ઉમેરી સાબુદાણાને ૭ – ૮ કલાક માટે પલાડીને રાખવા. 

8) ત્યારબાદ ખીચડી બનાવવા માટે એક જાડા તળિયાવાળી કડાઈમાં તેલ ગરમ કરવા મુકો તેલ ગરમ થાય એમાં જીરું , સુકા મરચા ,લીંબડો લીલા મરચા અને હળદર ઉમેરો પછી એમાં ઝીણા સમારેલા બટાકા ઉમેરી દો.

9) હવે એમાં મસાલા કરો અને પાણી નાખી બટાકાને ચઢવા દો, બટાકા ચઢી જવા આવે એટલે એમાં ખાંડ નાખો અને તેલ ઉપર આવે ત્યાં સુધી ખુલ્લુ જ રહેવા દો.

10) આ રીતે તેલ ઉપર આવે અને બટાકા સરસ ચઢી જાય એટલે એમાં પલાડેલા સાબુદાણા નાખી મિક્ષ કરી લો પછી એમાં લીંબુનો રસ અને સીંગદાણાનો ભુકો નાખી સરસ રીતે મિક્ષ કરી ગેસ બંધ કરી દો.

11) જે લોટ આપણે બાંધીને રાખ્યો હતો એમાંથી લુઓ બનાવી પરોઠું વણી લો પછી એને ગરમ તવીમાં પહેલા ધીમા ગેસ પર શેકો આ રીતે ઝીણા દાણા પડે એટલે બીજી બાજુ ફેરવી દો બીજી બાજુ ફેરવો ત્યારે ગેસ મીડીયમ રાખવો પરોઠું બીજી બાજુ ચઢી જાય એટલે એને તાલ મુકી શેકી લો.

12) હવે આ સરસ મજાની ટેસ્ટી ફરાળી થાળી સર્વિંગ માટે તૈયાર છે જેને મેં તળેલા લીલા મરચા અને દહીં સાથે સર્વ કરી છે.

Watch This Recipe on Video