હેલ્લો ફ્રેન્ડસ, આજે આપણે બનાવીશું એક સાઉથ ઇન્ડિયન રેસીપી “ મેદુવડા “ , આ ટેસ્ટમાં ખુબજ સરસ લાગે છે આનું બહારનું પડ એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ સરસ પોચા બને છે આને તમે સાંભર કે ચટણીની સાથે સર્વ કરી શકો છો એને પરફેક્ટ બનાવવા માટે તમારે કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખવું એ હું તમને સ્ટેપ દરમિયાન જણાવતી જઈશ, અને વડા બનાવવાની ૫ જુદી જુદી રીત તમને જણાવીશ જેથી જે પણ રીત તમને ફાવે કે સરળ લાગે એ રીતે તમે મેદુવડા બનાવી શકો તો ચાલો આને કેવી રીતે બનાવવા એ જોઈ લઈએ.
તૈયારીનો સમય – ૫ મિનીટ
બનાવવાનો સમય – ૧૦ મિનીટ
સર્વિંગ ૩ – ૪ વ્યક્તિ
સામગ્રી :
૨૦૦ ગ્રામ અડદની દાળ
૩ – ૪ ચમચી કકરો કણકીનો લોટ
૧/૨ ચમચીથી ઓછો રેગ્યુલર ઈનો (વાદળી પેકિંગ)
સમારેલી કોથમીર
સમારેલો મીઠો લીંબડો
સ્વાદ પ્રમાણે મીઠું
થોડું જીરું
તળવા માટે તેલ
રીત :
1) સૌથી પહેલા અડદની દાળને ધોઈ ૭ – ૮ કલાક માટે પલાડીને રાખવી પછી એ પાણી નીતરી ફરી એકવાર ધોઈ લેવી હવે એને મિક્ષર જારમાં લઇ લો પાણી વગર જ ઉપયોગમાં લેવી એને ક્રશ કરવા માટે જરૂર પડે તેટલું જ ૧ – ૨ ચમચી પાણી ઉમેરવું આને ઘટ્ટ રાખવાનું છે એટલે પાણી સાચવીને ઉમેરવું,અને આ રીતે બધી ડાળ વાટી લેવી

2) હવે મિક્ષરના નાના જારમાં કોરી કણકી કે ચોખા લઇ એને વાટી લેવા

3) જે અડદની દાળ વાટીને રાખી છે એને સરસ રીતે ફીણવી એ પ્રોપર ફિનાઈ છે કે નહિ એ ચેક કરવા માટે સહેજ ખીરું લો અને એને એક પાણી ભરેલા વાટકામાં નાખો જો એ ઉપર તરે તો સમજવું કે ખીરું તૈયાર છે જો ડુબે તો હજુ સહેજ વાર ફીણવું.(જરૂર લાગે તો થોડો કણકીનો લોટ ઉમેરી શકો)

4) હવે એમાં બધા મસાલા કરો અને પછી જરૂર પ્રમાણે કણકીનો લોટ ઉમેરી મિક્ષ કરો ખીરું મીડીયમ થીક રાખવાનું છે તેલ ગરમ થાય એટલે આ ખીરામાં ઈનો નાખી સરસ રીતે મિક્ષ કરી લો હવે એમાંથી સહેજ ખીરું તેલ માં નાખો એ ધીરેધીરે ઉપર આવે એવું ગરમ તેલ જોઇશે.(ઈનો વધારે ના પડે એનું ધ્યાન રાખવાનું નહિતો તેલ ભરાય આમાં)

5) સૌથી પહેલી રીતે વડા બનાવવા બંને હાથ પાણીવાળા કરો પછી થોડું ખીરું હાથમાં લઇ એમાંથી થેપલી જેવું બનાવી પાણીવાળી આંગળી કરી વચ્ચે એક કાણું કરો એટલે આ રીતે વડું તૈયાર થશે પછી હાથ પલટાવી એને ગરમ તેલમાં સાચવીને નાખો અને મીડીયમ ગેસ પર આને તળો.

6) બીજી રીત માટે એક તવીથો લો અને એને પાણીવાળો કરી એના પર થોડું ખીરું મૂકી થેપલી બનાવો પછી પાણીવાળી આંગળી એમાં એક કાણું કરો હવે તવીથો આ રીતે પલટાવી તેલમાં વડા મુકતા જાવ.

7) ત્રીજી રીત માટે એક પ્લાસ્ટીકની થેલી લો એના પર સહેજ પાણી લગાવો થોડું ખીરું લઇ થેપલી બનાવો પછી પાણીવાળો હાથ કરી કાણું પાડો હવે આ વડાને કોથળી પર થી હાથમાં લઇ સાચવીને તેલમાં મુકો.

8) ચોથી રીત માટે એક વાટકી લઇ એના ઉપર કપડું લગાવો ફીટ રાખવું પછી તેના પર થોડું પાણી લગાવો હવે તેના પર ખીરું મુકી થેપલી જેવું બનાવો પછી પાણીવાળી આંગળી કરી કાણું પાડી વડા બનાવો હવે આ રીતે વાટકી પલટાવી તેલમાં નાખો.

9) પાંચમી રીત માટે એક ગળણી લઇ તેના પર પાણી લગાવી ખીરું મુકી થેપલી બનાવો પછી પાણીવાળી આંગળી કરી કાણું પાડી વડા તૈયાર કરવા અને ગળણીને તેલમાં આ રીતે પલટાવી વડા બનાવવા.

10) બનાવેલા વડાને મીડીયમ ગેસ પર તળવાના છે એક બાજુ તળાય એટલે એને ફેરવી બીજી બાજુ પણ આવા સરસ ક્રિસ્પી તળી લેવા , આવો ગોલ્ડન બ્રાઉન કલર આવે એટલે એને એક પેપર નેપકીન પર કાઢી લેવા,(ધીમા ગેસ પર ના તળવા નહિ તો તેલ ભરાય આમા)

11) હવે આ સરસ મજાના ટેસ્ટી અને ક્રિસ્પી વડા સર્વિંગ માટે તૈયાર છે આને તમે સાંભર કે ચટણી ગમે તેની સાથે સર્વ કરી શકો છો.
