હેલ્લો ફ્રેન્ડસ, આજે હું તમારી સાથે શાકભાજીને સ્ટોર કરવાની કેટલીક ટીપ્સ બતાવીશ જેથી મોંઘા ભાવનું શાક બગડે નહિ અને એને લાંબો સમય સાચવીને આપણે ઉપયોગમાં લઇ શકીએ તો ચાલો એ ટીપ્સ કઈ છે એ જોઈ લઈએ.
રીત :
1) સૌથી પહેલા પાલકને સ્ટોર કરવા માટે એના પત્તા સાફ કરી લેવા કોઈ પણ પીળું કે ચીમળાઈ ગયેલું પત્તું ઉપયોગમાં લેવું ભાજી સરસ રીતે સાફ થઇ જાય એટલે એને પેપર નેપ્કિનમાં પેક કરી એક ઝીપ પાઉચ માં મૂકી દો, આ જ રીતે તમે બાકીની ભાજી જેમ કે મેથી , કોથમીર બધું સ્ટોર કરી શકો આ રીતે ભાજી એક અઠવાડિયા સુધી સારી રહે છે ૨ – ૩ દિવસે જરૂર લાગે ત્યારે પેપર નેપકીન બદલી નાખવું અને કોઈ પાન ખરાબ થઇ ગયું હોય તો એને પણ કાઢી નાખવું જેથી એ ભાજીને ખરાબ ના કરે, ભાજીને પાઉચ ના બદલે તમારે ડબ્બામાં ભરવી હોય તો પણ ભરી શકો ડબ્બામાં એક પેપર પાથરી પછી ભાજી સ્ટોર કરવી.(ભાજીને ધોઈને નથી સ્ટોર કરવાની ઉપયોગમાં લેતા પહેલા એને ધોઈને વાપરવી.

2) હવે ટામેટાને પાણીમાં શાકભાજી ધોવાનું લીક્વીડ નાખી ધોઈ લો પછી એને લુછીને ડબ્બામાં ભરવા ઉપર અને નીચે એક પેપર નેપકીન મુકવું.

3) હવે જો કોઈ શાક સમારીને સ્ટોર કરવા છે તો પહેલા એને ધોઈ સાફ કરીને સમારી લો પછી એને ડબ્બામાં ભરી દો.

4) કેપ્સીકમને પણ લીક્વીડ થી ધોઈ એના ડીટા કાઢી લો પછી એને લુછી ડબ્બામાં ભરી દો.

5) કોબીજ જો તમારે સમારીને સ્ટોર કરવી છે તો સૌથી પહેલા એને ઉપરના ૪ – ૫ પત્તા કાઢી નાખો પછી જેવી સમારવી હોય એવી સમારી એક ડબ્બામાં ભરી દો જો થોડી જ કોબી વાપરવી હોય અને બાકીની એમ જ મુકી રાખવી હોય તો એને કલિંગ રેપ થી કવર કરીને રાખવી જેથી સુકાઈ ના જાય ,કોબીજને ઉપયોગમાં લેતા પહેલા ધોઈ લેવી.

6) મરચાને ધોઈ ડીટા કાઢી સાફ કરી લેવા પછી લુછીને ડબ્બામાં કે ઝીપ પાઉચમાં ભરી દેવા આ રીતે મરચા ૧૫ – ૨૦ દિવસ સારા રહે છે.

7) દુધીને જો લાંબો સમય ફ્રેશ રાખવી છે તો એને કલિંગ રેપ માં લપેટીને રાખો જેથી સુકાશે નહિ એ જ રીતે તમે સ્વીટકોર્નને પણ રાખી શકો.

8) આ રીતે તમે શાકભાજીને સાચવશો તો લાંબો સમય સારું રહેશે અને મોંઘુ શાક બગડશે નહિ.
