હેલ્લો ફ્રેન્ડસ, આજે આપણે બનાવીશું બાળકોની મનપસંદ કાર્ટુન કેક “ ડોરેમોન કેક “ , આને આપણે ચોકલેટ ફ્લેવરમાં બનાવીશું જે ટેસ્ટમાં ખુબ જ સરસ લાગે છે અને આને હું તમને સ્ટેપ બાય સ્ટેપ એકદમ સરળ રીતે બનાવતા શીખવાડીશ જેથી તમારી પણ કેક એકદમ સરસ અને પરફેક્ટ બને, તો ચાલો આને કેવી રીતે બનાવવી એ જોઈ લઈએ.
તૈયારીનો સમય – ૧ઓ મિનીટ
બનાવવાનો સમય – ૧૦ – ૧૫ મિનીટ
સર્વિંગ – ૬ – ૮ વ્યક્તિ
સામગ્રી :
૫૦૦ ગ્રામ ચોકલેટ કેક સ્પંજ
૨૦૦-૨૫૦ ગ્રામ નોન ડેરી ક્રીમ
સુગર સીરપ
વાદળી કલર
લાલ કલર
પીળો કલર
થોડી મેલટેડ ચોકલેટ
રીત :
1) સૌથી પહેલા નોન ડેરી કરીને એક વાટકામાં લઇ ઇલેક્ટ્રિક બિટરની મદદથી સ્લો સ્પીડ પર વ્હીપ કરવું તો આ સફેદ ક્રિમ તૈયાર છે.

2) હવે થોડા ક્રિમમાં વાદળી કલર નાખી વ્હીપ કરી વાદળી કલરનું ક્રિમ તૈયાર કરવું.અને એ જ રીતે લાલ અને થોડું પીળું ક્રિમ તૈયાર કરી

3) એને પાઇપીંગ બેગમાં ભરી દેવું,અને પાઇપીંગ બેગ માં નાની સ્ટાર નોઝલ નો ઉપયોગ કરવો.

4) હવે ૫ઊ ગ્રામની રાઉન્ડ ચોકલેટ કેક લઇ એને ત્રણ ભાગમાં કટ કરી લો (બે ભાગમાં કરવી હોય તો પણ કરી શકો)

5) હવે કેકનો એક ભાગ લઇ તેના પર સુગર સીરપ નાખો પછી તેના પર વ્હીપ કરેલું સફેદ ક્રિમ લગાવો પેલેટ નાઈફની મદદથી એને સ્પ્રેડ કરવું પછી એને પર બીજો ભાગ મૂકી ફરી એ પ્રોસેસ રીપીટ કરો આ રીતે એના લેયર તૈયાર કરવા.

6) ઉપરના ભાગ પર ક્રિમ લગાવો અને એને ઉપર અને સાઈડની બાજુ કવર કરો પ્રોપર ફીનીશીંગ થઇ જાય એટલે નીચે જે વધારાનું ક્રિમ લાગેલું હોય એને કપડા કે પેપરની મદદથી લુછી લો ત્યારબાદ એના ઉપર ટુથપીકની મદદથી ડોરેમોન દોરી લો.

7) હવેવાદળી કલરથી પહેલા બોર્ડર બનાવો પછી નાની સ્ટાર નોઝ્લનો ઉપયોગ કરી તેના પર ફેસ તૈયાર કરો

8) હવે લાલ ક્રીમના ઉપયોગ થી ડીઝાઇન બનાવો અને પીળા કલર થી નાનું રાઉન્ડ બનાવો

9) હવે મેલટેડ ચોકલેટ પાઇપીંગ બેગમાં ભરી નાનું કાણું પાડી તેનાથી ફેસની આઉટ લાઈન બનાવો.એટલે આ રીતે ડોરેમોનનો ફેસ બનીને તૈયાર થઇ જશે.

10) હવે સરસ મજાની યમ્મી કાર્ટુન કેક સર્વિંગ માટે તૈયાર છે
