ફ્રેન્ડસ તમે બધાએ ખાખરા તો ખાધા જ હશે પણ સુ એનો ચેવડો ક્યારેય ટ્રાય કર્યો છે ? ઘણીવાર એવું બને કે ખાખરા ડબ્બામાં તૂટી ગયા કે ભૂકો થઈ ગયા હોય કે બજારમાંથી ખાખરા લાવ્યા હોય અને આપણા હાથમાંથી જો પેકેટ પડી જાય તો પણ ખાખરા તૂટી જતા હોય છે તો એવા સમયે આ તૂટેલા ખાખરાનો શું ઉપયોગ કરીશું એવું થાય ત્યારેતો આ રેસીપી ઉપયોગી થશે જ પણ આ એટલો ટેસ્ટી ચેવડો બને છે કે તમે બજારમાંથી નવું પેકેટ લાવીને એનો ભૂકો કરીને આ ચેવડો બનાવશો , આ ચેવડો બનાવીને તમે ૨૦ -૨૫ દિવસ સુધી સ્ટોર કરી શકો છો તો બાળકોને લંચ બોક્ષમાં આપવામાં કે ક્યાય પ્રવાસ દરમિયાન લઈ જવામાં આ ખુબજ ઉપયોગી રહે છે તો એકવાર જરૂર ટ્રાય કરજો .
સામગ્રી :
- ૧ પેકેટ હાથના બનાવેલા સાદા ખાખરા (૫૦૦ ગ્રામ )
- ૨ -૩ ચમચી તેલ
- ૧ વાટકી કાચા સીંગદાણા
- મીઠો લીંબડો
- ૧૦ – ૧૫ કાજુ
- ૨ ચમચી કાચા તલ
- ૧/૪ ચમચી હિંગ
- ૧/૨ ચમચી હળદર
- ૨ -૩ ચમચી દાળીયા
- સ્વાદ પ્રમાણે મીઠું
- ૧ -૨ ચમચી લાલ મરચું
- ૧ ચમચી બુરું ખાંડ
તૈયારી નો સમય – ૫ મિનીટ
બનાવાનો સમય – ૫ મિનીટ
સર્વિંગ – ૫ – ૬ વ્યક્તિ
સ્ટોર કરવાનો સમય – ૧ મહિનો
રીત :
- ખાખરાનો હાથથી થોડો અધકચરો ભૂકો કરી લેવો .

2) કડાઈ માં તેલ ગરમ કરવા મુકો ,તેલ ગરમ થાય એટલે એમાં સિંગદાણા ઉમેરી એને મીડીયમ ગેસ પર સાંતળી લો , એ ક્રિસ્પી થવા આવે એટલે એમાં મીઠો લીંબડો ઉમેરો એને પણ ક્રિસ્પી થવા દો ત્યાર બાદ તેમાં તલ ,હિંગ , હળદર ઉમેરો છેલ્લે એમાં દાળિયા નાખો .

3) દાળિયા નાખીને તરત જ તેમાં ખાખરાનો ભૂકો નાખી દેવો એકવાર થોડું મિક્ષ કરી લો

4) તેમાં બાકીના મસાલા કરો અને સરસ રીતે મિક્ષ કરી લો ,ખાખરા ક્રિસ્પી જ હોય એટલે આ ચેવડા ને વધારે શેકવાની જરૂર નથી હોતી .

5) આ સરસ ટેસ્ટી ખાખરાનો ચેવડો તૈયાર છે આ ઠંડો થઇ જાય એટલે તમે આને ડબ્બામાં ભરીને સ્ટોર કરી શકો .
