રેસ્ટોરન્ટ જેવી પનીર તુફાની સબ્જી ઘરે બનાવાની પરફેક્ટ રીત | Paneer Toofani | No Onion No Garlic

હેલો ફ્રેન્ડ આજે આપણે બનાવીશું પંજાબી સબ્જી જેનું નામ છે “ પનીર તુફાની “ આ સબ્જી એકદમ તીખી અને મસાલેદાર હોય છે જેવી આપણે રેસ્ટોરન્ટમાં પંજાબી સબ્જી ખાઈએ છીએ એવી જ ઘરે બનાવી ખૂબ જ સરળ છે આ સબ્જી ને તમે રોટી પરોઠા કે નાન ગમે તેની સાથે સર્વ કરી શકો છો તો ચાલો અને કેવી રીતે બનાવવી એ જોઈ લઈએ

તૈયારીનો સમય : 15 મિનિટ

બનાવવાનો સમય : 30 મિનિટ

સર્વિંગ 4 વ્યક્તિ

સામગ્રી :

ગ્રેવી બનાવવા માટે :

3 – 4 ચમચી તેલ

1 ચમચી જીરુ

૧ નાનો ટુકડો તજ

૩ થી ૪ લવિંગ

૫ થી ૬ કાળા મરી

7 – 8 મીઠા લીમડાના પાન

2 લીલા મરચા

1 ઈલાયચી

50 ગ્રામ છોલીને સમારેલી દુધી (જે લોકો ડુંગળી ખાતા હોય એ દૂધીના બદલે એક મોટી ડુંગળી ઉપયોગમાં લઇ શકે)

300 ગ્રામ સમારેલા ટામેટા

3 ચમચી કાજુ

3 ચમચી સમારેલી કોથમીર

મીઠું સ્વાદ પ્રમાણે

મસાલાનો મિશ્રણ બનાવવા માટે :

૧ નાની ચમચી લાલ મરચું

૧ નાની ચમચી ધાણાજીરૂ

1/2 ચમચી હળદર

2 – 3 ચમચી પાણી

સબજી બનાવવા માટે :

2 – 3 ચમચી તેલ

1/2 ચમચી જીરૂ

બનાવેલુ મસાલા મિશ્રણ

કસુરી મેથી

બનાવેલી ગ્રેવી

જરૂર પ્રમાણે પાણી

150 ગ્રામ પનીર

થોડી સમારેલી કોથમીર

1/2 ચમચી પંજાબી ગરમ મસાલો

1/2  ચમચી રેગ્યુલર ગરમ મસાલો

થોડું છીણેલું પનીર

રીત :

1) સૌથી પહેલા રેશમ પટ્ટા મરચાને નાકા અને બીયા કાઢી ને નવશેકા ગરમ પાણીમાં અડધો કલાક માટે પલાળી ને રાખવા જો રેશમ પટ્ટો મરચા ના મળે તો તમે કાશ્મીરી આખા મરચા પણ લઈ શકો

2) હવે ગ્રેવી બનાવવા માટે એક કડાઈમાં તેલ ગરમ કરવા માટે મૂકો તેલ ગરમ થાય એટલે એમાં જીરું , ખડા મસાલા , લીમડો , લીલા મરચા અને દુધી નાખીને સાંતળો જે લોકો ડુંગળી ખાતા હોય એમણે આ સમયે દૂધી ના બદલે ડુંગળી સમારીને નાખવી

3) એકાદ મિનીટ આ સંતળાય એના પછી એમાં સમારેલા ટામેટા ઉમેરવા ગ્રેવી બનાવવા માટે ક્યારેય દેશી ટામેટાનો ઉપયોગ ના કરવો નહીં તો ગ્રેવી ખાટી બનશે આમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખો મિક્સ કરીને ઢાંકીને મીડીયમ ગેસ ઉપર આને ચડવા દો

4) બે મિનીટ પછી ટામેટા થોડા પોચા પડે એટલે આમાં પલાળેલા મરચાં પાણી નિતારીને ઉમેરો ફરીથી ઢાંકીને મીડીયમ ગેસ ઉપર ચડવા દો

5) ટામેટા અને દુધી સરસ રીતે ચડી જાય અને પોચા થઈ જાય એટલે એમાં કાજુ ઉમેરો મિશ્રણ સરસ કોરું થઈ જાય અને બધું પાણી બળી જાય એટલે ગેસ બંધ કરી તેમાં સમારેલી કોથમીર નાખી મિક્સ કરી લો હવે આ ગ્રેવી ને ઠંડી થવા દો

6) એક વાટકી માં મરચું , હળદર , ધાણાજીરૂ અને પાણી મિક્સ કરી એની પેસ્ટ બનાવી લો

7) હવે બનાવેલું ગ્રેવીનું મિશ્રણ ઠંડુ થઇ જાય એટલે એને મિક્ષરમાં લઇ પાણી વગર વાટી લો

8) સબ્જી બનાવવા માટે કડાઈમાં તેલ ગરમ કરવા માટે મૂકો તેલ ગરમ થાય એટલે એમાં જીરું અને હિંગ ઉમેરો બનાવેલો મસાલાનું મિશ્રણ ઉમેરો તેલમાં મિક્ષ કરી લો ત્યારબાદ તેમાં કસુરી મેથી ને હાથથી મસળીને નાખો

9) હવે એમાં ગ્રેવી ઉમેરો અને તેને તેલમાં સરસ રીતે મિક્સ કરી લો મિક્સરમાં થોડું પાણી ઉમેરી દેવુ જેથી જે ગ્રેવી ચોટી હોય એ બધી પાણીમાં મિક્સ થઇ જાય આ સમયે તમે મરચા પલાળેલું પાણી ઉપયોગમાં લઈ શકો છો

10) ગ્રેવી તેલમાં મિક્સ થઈ જાય પછી આ પાણી એમાં ઉમેરવું થોડીવાર એને ચડવા દો

11) ગ્રેવી ઘટ્ટ થવા લાગે ત્યારે આમાં સમારેલુ પનીર , કેપ્સીકમ , પંજાબી મસાલો અને ગરમ મસાલો ઉમેરી સરસ રીતે મિક્સ કરી લો 

12) આ રીતે થોડું થોડું તેલ ઉપર આવે એટલે એમાં કોથમીર અને છીણેલું પનીર ઉમેરવું અને થોડીવાર ખુલ્લું જ ચઢવા દો

13) સબ્જી થઈ જશે એટલે આ રીતે તેલ ઉપર આવી જશે , કલર પણ બદલાઈ જશે અને એનું ટેક્ષ્ચર આવું થઇ જશે

14) હવે આ પનીર તુફાની સબ્જી ને સર્વિંગ બાઉલમાં લઈ લઈશું એના ગાર્નીશિંગ માટે સમારેલી કોથમીર નાખો

Watch This Recipe on Video