હેલો ફ્રેન્ડ આજે આપણે બનાવીશું એક નવી રીત થી આલુ પરોઠા જનરલી આપણે આલુ પરોઠા બટાકા નું સ્ટફિંગ બનાવીને અને પરોઠાનો લોટ બાંધીને પછી એ પરોઠા માં સ્ટફ કરીને બનાવતા હોઈએ છીએ પણ આજે હું તમને એકદમ સરળ રીતે અને ખૂબ જ ઓછા સમયમાં બની જાય એ રીતે આલુપરોઠા બનાવતા શીખવાડવાની છું જેથી બાળકોને સાંજના નાસ્તામાં કે લંચબોક્સમાં બનાવીને આપવા હોય તો તમે ખૂબ જ ઓછા સમયમાં બનાવીને આપી શકો તો ચાલો એને કેવી રીતે બનાવવા એ જોઈ લઈએ
તૈયારીનો સમય 5 – 10 મિનિટ
બનાવવાનો સમય 10 થી 15 મિનિટ
સર્વિંગ 8 પરોઠા
સામગ્રી :
4 બાફેલા બટાકા
સ્વાદ પ્રમાણે મીઠું
ચપટી હળદર
1/2 ચમચી લાલ મરચું
1 ચમચી ધાણાજીરૂ
2 સમારેલા લીલા મરચા
સમારેલી કોથમીર
થોડો આમચૂર પાવડર
1 ચમચી દળેલી ખાંડ બૂરું ખાંડ
1 કપ જેટલો ઘઉં નો લોટ
તેલ
રીત :
1) સૌથી પહેલા બટાકાને બાફીને છોલી ને તૈયાર કરી લેવા ત્યારબાદ એને છીણીની મદદથી છીણીને તૈયાર કરવા |( જો જૈન હો કે બટાકાના ખાતા હો તો કાચા કેળા બાફીને ઉપયોગમાં લઈ શકો છો )

2) હવે આમાં બધા મસાલા કરીને સરસ રીતે મિક્સ કરી લો

3) ત્યારબાદ એમાં જરૂર પ્રમાણે ઘઉં નો લોટ ઉમેરતા જાવ અને જેવો રેગ્યુલર પરોઠાનો લોટ બાંધીએ છીએ એવો લોટ બાંધીને તૈયાર કરવાનો છે

4) લોટ બંધાઈ જાય એ પછી તેલવાળો હાથ કરીને આ લોટને મસળી લેવાનો છે

5) હવે આમાંથી લૂઓ બનાવી ને ઘઉંના લોટનું અટામણ લઈ ને મિડીયમ સાઈઝ નું પરોઠું વણી લઈશું પરોઠું વધારે જાડું પણ નહીં અને પાતળો પણ નહીં એવું વણવાનું છે

6) હવે પરોઠાને શેકવા માટે એક તવી ગરમ કરવા માટે મૂકો એમાં તેલ લગાવી દો પછી વણેલું પરોઠું એમાં નાખી પહેલા ધીમા ગેસ ઉપર શેકો એક બાજુ શેકાઈ જાય એટલે એને ફેરવીને ગેસને મીડીયમ ફ્લેમ પર કરી દો પાછળની બાજુ પણ પરોઠું શેકાય જાય એટલે તેલ મૂકીને પરોઠા ને હલકા હાથે દબાવતા જઈ લાઈટ ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યાં સુધી શેકો આજ રીતે બાકીના પરોઠા તૈયાર કરવા

7) હવે આ પરોઠા સર્વિંગ માટે તૈયાર છે તમે આને દહી , ટોમેટો કે ચટણી સાથે સર્વ કરી શકો છો
