હેલો ફ્રેન્ડ નામ આજે આપણે બનાવીશું બાળકોની મનપસંદ ચોકલેટ પર્ક બાળકોને ચોકલેટ ખાવી ખૂબ જ પસંદ હોય છે તો આજે હું તમને ઘરે પર્ક કેવી રીતે બનાવી એ શીખવાડવાની છું તો ચાલો આને કેવી રીતે બનાવવી એ જોઈ લઈએ
તૈયારી નો સમય : 5 મિનિટ
બનાવવાનો સમય : 10 – 15 મિનિટ
સર્વિંગ 8 ચોકલેટ
સામગ્રી :
100 ગ્રામ મિલ્ક ચોકલેટ
50 ગ્રામ ડાર્ક ચોકલેટ
ચોકલેટ ફ્લેવર ના વેફર બિસ્કીટ
રીત :
1) સૌથી પહેલા ચોકલેટને ઝીણી સમારીને તૈયાર કરી લો

2) હવે એને માઈક્રોવેવમાં એક મિનિટ માટે મેલ્ટ કરો જો તમારી પાસે માઇક્રોવેવ નથી તો તમે ચોકલેટને ડબલ બોઈલર મેથડથી પણ મેલ્ટ કરી શકો છો

3) ચોકલેટ આ રીતે મેલ્ટ થાય એટલે અને સરસ રીતે મિક્સ કરી લો એમાં ચોકલેટ નો દાણો રહેવું ના જોઈએ

4) જે ચોકલેટ મેલ્ટ કરી છે એને પાઈપિંગ બેગમાં ભરીને તૈયાર કરી લો

5) હવે ચોકલેટ બનાવવા માટે આ રીતના મોલ્ડ માર્કેટમાં મળે છે એમાં આપણે ચોકલેટ અડધા સુધી ભરીશું ત્યારબાદ તેમાં વેફર બિસ્કીટ અડધુ કરીને મુકીશું

6) ત્યારબાદ ફરી એના ઉપર ફરી મેલ્ટ ચોકલેટ નાખો મોલ્ડને થોડું થપથપાવી લો જેથી ચોકલેટ લેવલમાં થઈ જાય

7) હવે આને ફ્રીજમાં 10 મિનિટ માટે મૂકી દો

8) 10 મિનિટ પછી ચોકલેટ સેટ થઈ જાય એટલે એને મોલ્ડ માંથી અનમોલ્ડ કરી દો

9) હવે આ હોમમેડ પર્ક બનીને તૈયાર છે
