કંદોઇ જેવો મોહનથાળ બનાવાની પરફેક્ટ રીત | Mohanthal Recipe | Mohanthal Banane ki Rit | Mohanthal

હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું દિવાળી માટે મોહનથાળ , મોહનથાળ ટેસ્ટમાં ખુબ જ સરસ લાગતો હોય છે અને જેવો આપણે મીઠાઈ વાળા ના ત્યાંથી મોહનથાળ લાવીએ છીએ એવો જ પરફેક્ટ અને રસદાર મોહનથાળ ઘરે બનાવો ખૂબ જ સરળ છે એને પરફેક્ટ બનાવવા માટે અમુક ટિપ્સ નું તમારે ધ્યાન રાખવાનું હોય છે જે હું તમને રેસીપી દરમિયાન જણાવતી જઈશ તો ચાલો અને કેવી રીતે બનાવવો જોઈ એ લઈએ

તૈયારીનો સમય : 5 – 10 મિનિટ

બનાવવાનો સમય : 45 મિનિટ

સર્વિંગ 600 ગ્રામ જેટલો મોહનથાળ

સામગ્રી :

200 ગ્રામ બેસન

100 ગ્રામ ચોખ્ખું ઘી

150 ગ્રામ ખાંડ

65 થી 70 મી.લી પાણી

2 – 3 ચમચી પાણી કેસર પાડવા માટે

10 – 12 તાંતણા કેસર

1/2 ચમચી ઈલાયચી અને જાયફળનો પાવડર

3 ચમચી ઘરની મલાઈ કે ફ્રેશ ક્રિમ

૩ ચમચી દૂધ

1 ચમચી ચારોળી

બદામ – પિસ્તા

રીત :

1) સૌથી પહેલા કેસરને નવશેકા ગરમ પાણીમાં પલાળી દઈશું હવે જે દૂધ લીધું છે તેમાં 3 ચમચી જેટલું ઘી નાખીને એને પણ ગરમ કરી લો

2) બેસન ને એક મોટા વાસણમાં લઈને એમાં ઘી અને દૂધનું મિશ્રણ નાખો અને એને સરસ રીતે મિક્સ કરી લો આ પ્રોસેસને ધાબો દેવો કહેવાય અને આ ખૂબ જ ઈમ્પોર્ટન્ટ હોય છે અને લોટ ને આ રીતે બે હાથ થી મસળવો

3) ધાબો દીધા પછી લોટને ઘઉં ચાળવા ના ચાળણાથી ચાળીને તૈયાર કરી લો જો તમારી પાસે ચાળણોના હોય તો કાણાવાળા વાડકા નો પણ ઉપયોગ કરી શકો છો લોટને ચાળ્યા પછી આ રીતનું સરસ દાણાદાર ટેક્ષચર આવી જશે

4) હવે એક કડાઈમાં બાકી નું ઘી ગરમ કરવા માટે મૂકો ઘી ગરમ થાય એટલે લોટ ને એમાં ધીમા થી મધ્યમ ગેસ પર સરસ રીતે શેકી લો આને સતત હલાવવું ખૂબ જ જરૂરી છે

5) જેમ લોટ શેકાતો જશે એમ એ ફુલવા લાગશે , એનો કલર પણ બદલાઇ જશે અને એમાંથી એક સરસ સુગંધ પણ આવવા લાગશે લગભગ આઠ થી નવ મિનિટ પછી લોટ આ રીતે સરસ શેકાઇ ને તૈયાર થઈ જશે

6) ત્યારબાદ ગેસ ધીમો કરીને એમાં ત્રણ થી ચાર ચમચી જેટલી ઘરની ફ્રેશ મલાઈ ઉમેરીશું જો તમારી પાસે મલાઈ ના હોય તો માર્કેટમાં ફ્રેશ ક્રીમ મળે છે એ પણ તમે ઉપયોગમાં લઈ શકો છો મલાઈને સરસ રીતે લોટમાં મિક્સ કરી લેવાનું છે આ રીતે મિક્સ થઈ જાય એ પછી અને સાઈડ માં મૂકી દઈશું

7) હવે ચાસણી બનાવવા માટે નોન સ્ટિક ની કે જાડા તળિયાવાળી કડાઈ લઈને એમાં ખાંડ અને પાણી મિક્સ કરીને ગરમ થવા માટે મુકીશું ખાંડ ઓગળી એટલે એમાં પલાળેલું કેસર નું પાણી અને ઈલાયચી જાયફળનો પાવડર નાખીને મિક્સ કરી લઈશું

8) આમાં એક તારની ચાસણી બનાવવાની છે ત્રણ થી ચાર મિનિટ પછી આમાંથી એક ટીપું લઈને ઠંડુ થવા માટે મૂકો હજુ આને થોડીવાર ઉકળવા દઈશું અને થોડીવાર પછી ફરીથી એક ટીપુ ચાસણી લઈને એને પણ ઠંડુ થવા દઈશું

9) હવે બંને જે ચાસણી ના ટીપા તમે ઠંડા થવા માટે મૂક્યા હતા એ તમે ચેક કરશો તો પાંચ મિનિટ પછી જે તમે ટીપુ ઠંડુ થવા માટે મુક્યું હતું એ આ રીતે સરસ સ્થિર થઈ ગયું હશે જ્યારે પહેલા વાળું ટીપુ ફેલાશે તો આ રીતે જ્યારે તમે ચાસણી નું ટીપું મૂકો અને સ્થિર થઈ જાય ત્યારે સમજવું કે આ એક તારની ચાસણી બનીને તૈયાર છે

10) હવે ગેસ બંધ કરી દેવાનો છે અને જે લોટ આપણે શેકીને રાખ્યું છે એને ચાસણીમાં સરસ રીતે મિક્સ કરી લઈશું ગેસ ચાલુ નથી કરવાનો એ વાતનું ખાસ ધ્યાન રાખવું

11) મિશ્રણ સરસ રીતે મિક્સ થઈ જાય ત્યાર બાદ એને ઘી લગાવેલી થાળીમાં કે આ રીતના મોલ્ડમાં લઈ લઈશું આમાં જે પણ થોડું ઘણું વધારાનું દેખાતું હોય એને કાઢવાનું નથી મોહનથાળ સેટ થશે એટલે એ સરસ રીતે મિક્સ થઇ જશે એને થોડું લેવલમાં કરી દઈશું

12) ત્યારબાદ તેના ઉપર સમારેલી બદામ – પીસ્તા અને ચારોળી નાખી શું અને એને થોડું દબાવી દઈશું જેથી સરસ રીતે એની સાથે ચોંટી જાય

13) મોહનથાળ ને એક થી બે કલાક માટે રહેવા દઇશું ત્યાર બાદ એને કટ કરી લેવાનો છે પછી અને તવીથાની મદદથી અલગ કરો અને આ રીતે એના બનાવીને તૈયાર કરી લેવાના છે

14) હવે આ સરસ મજાનો મોહનથાળ બનીને તૈયાર છે અને તમે બનાવીને 15 થી 20 દિવસ સુધી સ્ટોર કરી શકો છો

Watch This Recipe on Video