મગની દાળ નો હલવો બનાવાની પરફેક્ટ રીત અને ટીપ્સ | Moong dal Halwa | Moong Dal ka Halwa | Halwa Recipe

હેલો ફ્રેન્ડ આજે આપણે બનાવીશું મગની દાળનો હલવો જેને માઝૂમ પણ કહે છે  આ હળવો મોસ્ટલી લગ્ન પ્રસંગમાં કે રેસ્ટોરન્ટમાં ખુબ જ સરસ મળતો હોય છે આ હલવાને બહાર જેવો જ પર્ફેક્ટ બનાવવા માટે અમુક ટીપ્સ નું ધ્યાન રાખવાનું હોય છે આ હલવો આજે આપણે ટ્રેડિશનલ મેથડથી બનાવીશું જેમાં દાળને પલાળીને એનો ઉપયોગ કરવામાં આવે છે અને આ રીતે હલવો ખુબ ટેસ્ટી બને છે તો ચાલો એને કેવી રીતે બનાવવો એ જોઈ લઈએ

તૈયારીનો સમય : 10 મિનિટ

બનાવવાનો સમય : 50 60 મિનિટ

સર્વિંગ : 3 – 4 વ્યક્તિ

સામગ્રી :

100 ગ્રામ મગની મોગર દાળ ( 1/2 કપ )

150 ગ્રામ ચોખ્ખું ઘી ( 3/4 કપ )

1/2  વાટકી + ૨ ચમચી ખાંડ

1/2 ચમચી ઇલાયચી પાઉડર

400 મિલી દૂધ ( 2 કપ )

સમારેલી બદામ

સમારેલા પીસ્તા

રીત :

1) સૌથી પહેલા મગની મોગર દાળ ને બે વાર પાણીથી ધોઈને 5 થી 6 કલાક માટે પલાળી ને રાખો દાળ આ રીતે સરસ પલડી જાય ત્યારબાદ તેનું પાણી નિતારીને તેને મિક્સર જારમાં લઈ લો સાથે એક ચમચી પાણી નાખીને આ દાળને કરકરી પીસીને તૈયાર કરી લો

2) હવે હલવો બનાવવા માટે એક નોન સ્ટીક ની કે કે જાડા તળિયાવાળી એક કડાઈમાં ઘી ગરમ કરવા માટે મુકીશું પહેલા આપણે અડધો કપ ઘી ગરમ કરવા માટે મુકવાનું છે ઘી ગરમ થાય એટલે ગેસ બંધ કરી દો અને એમાં વાટેલી દાળ નું મિશ્રણ નાખો દાળમાં ઘી સરસ રીતે મિક્સ થઈ જાય એ પછી ગેસ ચાલુ કરો

3) હવે એને સ્લો થી મીડીયમ ગેસ ઉપર સતત હલાવતા જઈ સરસ રીતે શેકી લો થોડીવાર પછી તમને આ રીતે દાળ ઘટ્ટ થશે એટલે થોડા ગઠ્ઠા પડતા હોય એવું લાગશે પણ જેમ જેમ તમે એને હલાવતા જશો એમ એ સરસ રીતે મિક્સ થઇ જશે દાળને સતત હલાવવું ખૂબ જ જરૂરી છે

4) શરૂઆતમાં જ્યારે દાળ શેકાતી હશે ત્યારે મિશ્રણ ચીકણું લાગશે પણ જેમ જેમ દાળ શેકાતી જશે એમ એ છૂટી થતી જશે આ રીતે દાળ છુટ્ટી પડવા લાગે એ પછી પણ એને સતત આપણે પાંચ થી દસ મિનિટ સુધી હલાવવાની છે

5) દાળનો આ રીતે આછો બદામી કલર આવે ત્યારે આપણે આમાં ગરમ દૂધ નાખીશું અને ગેસ ધીમો કરીને એને સરસ રીતે મિક્સ કરી લઈશું

6) દૂધ સરસ રીતે દાળમાં મિક્સ થઈ જાય એટલે એમાં ખાંડ નાખો ખાંડ તમે તમારા ઘરના ટેસ્ટ પ્રમાણે ઓછી વધત્તી કરી શકો છો હવે ગેસ મીડીયમ કરીને ખાંડને સરસ રીતે આમાં મિક્સ કરી લઈશું

7) જેમ જેમ ખાંડ આમાં મિક્ષ થતી જશે એમ હલવાનો કલર પણ ચેન્જ થતો જશે એટલે આપણે આને મિક્ષ કરી મીડીયમ ગેસ ઉપર ઢાંકીને ચઢવા દઈશું ખાંડ નાખ્યા પછી હલવાને આઠથી દસ મિનિટ ચઢવા દઈશું

8) એમાં આપણે ૩ ચમચી ઘી નાખીને મિક્સ કરી લઈશું સાથે જ ઈલાયચી પાવડર નાખીને મિક્સ કરી લઈશું

9) ફરીથી પાંચ મિનિટ પછી એમાં બીજું ત્રણ થી ચાર ચમચી ઘી નાખીશું હવે

10) આ સમયે આમાં સમારેલી બદામ નાખીએ અને મિક્સ કરીએ આ રીતે હલવા માં ઘી છૂટો પડતુ દેખાય અને આ રીતનું હલવાનું સરસ તેક્ષ્ચર આવે એટલે ગેસ બંધ કરી દો

11) હવે સરસ મજાનો મગ ની દાળ નો હલવો બનીને તૈયાર છે આને ગરમા ગરમ સર્વ કરો

Watch This Recipe on Video