કઢી ને એક નવા ટેસ્ટ સાથે બનાવો જે નાના મોટા દરેકને ભાવશે | Gujarati Style Kadhi | Khatti Mithi Kadhi

હેલો ફ્રેન્ડ આજે આપણે બનાવીશું ભીંડા ની કઢી આ ટેસ્ટમાં ખુબ સરસ લાગે છે સાથે જ ઓછા સમયમાં બનીને તૈયાર થઇ જાય છે અને ઘરમાં નાના મોટા દરેકને ભાવે એવી બને છે તો ચાલો એને કેવી રીતે બનાવવી એ જોઈ લઈએ

તૈયારીનો સમય : 5 – 10 મિનિટ

બનાવવાનો સમય : 10 – 12 મિનીટ

સર્વિંગ : 3 વ્યક્તિ

સામગ્રી :

200 ગ્રામ સમારેલા ભીંડા

2 – 3 ચમચી તેલ

થોડો અજમો

ચપટી હળદર

2 ચમચી બેસન

4 – 5 ચમચી ખાટુ દહીં

2 – 3 ચમચી ગોળ

1 – 2 કપ જેટલું પાણી

મીઠું સ્વાદપ્રમાણે

1/2 ચમચી લાલ મરચું

થોડું ધાણા-જીરુ

રીત :

1) સૌથી પહેલા એક કડાઈમાં તેલ ગરમ કરવા માટે મુકીશું તેલ ગરમ થાય એટલે એમાં અજમો નાખો હવે ગેસ ધીમો કરીને એમાં હળદર અને સમારેલો ભીંડા નાંખીશું અને એકવાર અને મિક્સ કરી લો હવે આને સ્લો થો મીડીયમ  ગેસ પર ચડવા જઈશું વચ્ચે-વચ્ચે હલાવતા રહેવું

2) કઢી નું મિશ્રણ બનાવવા માટે એક વાટકામાં બેસન , દહીં અને એક કપ પાણી મિક્સ કરીશું આમાં ગઠ્ઠા ન પડે એનું ખાસ ધ્યાન રાખવું

3) ભીંડા ના શાક ને વચ્ચે વચ્ચે હલાવતા રહેશો શાકમાંથી તાર થવાના બિલકુલ પણ બંધ થઈ જાય એટલે એમાં મરચું અને ધાણાજીરું નાખીશું અને એક મિનિટ એને ચડવા દઈશું

4) છેલ્લે આમાં મીઠું નાખીએ અને મિક્સ કરીને એકાદ મિનીટ ચડવા દઈશું મીઠું આપણે ભીંડા ના શાક નું અને કઢી નું બંને ના માપનું મીઠું  નાખવાનું છે

5) હવે જે કઢી નું મિશ્રણ આપણે બનાવ્યું હતું એને શાકમાં ઉમેરી દઈશું અને બીજું અડધો થી પોણો કપ જેટલું પાણી ઉમેરીને આને મીડીયમ ગેસ ઉપર ઉકળવા દઈશું

6) આ સમયે આમાં ગોળ નાખીશું ગોળ તમારા ટેસ્ટ પ્રમાણે ઓછો વધતો કરી શકો છો

7) કઢી ને ઉકળવા માં લગભગ ચાર થી પાંચ મિનિટ જેટલો સમય લાગે છે લોટ ની કાચી સુંગધ ના આવવી જોઈએ , ત્યાં સુધી તેને ઉકાળવાનું છે નોર્મલ કઢી કરતા આ કઢી થોડી જાડી હોય છે એટલે આ રીતની થીકનેસ આવે ત્યાં સુધી ઉકાળવું

8) હવે આ ટેસ્ટી ભીંડાની કઢી બનીને તૈયાર છે તમે અને રોટલી , પરોઠા કે બાજરીના રોટલાની સાથે સર્વ કરી શકો છો

Watch This Recipe on Video