લગ્નપ્રસંગમાં હોય એવું ઊંધિયું ઘરે બનાવાની પરફેક્ટ રીત | Undhiyu | Undhiya Recipe | Dana Muthiya nu Shak

હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું મીની ઊંધિયું જે ટેસ્ટમાં ખુબ જ સરસ લાગે છે અને ખાસ કરીને શિયાળા દરમ્યાન તમે કોઈ લગ્ન પ્રસંગમાં જાવ કે કોઈ ગુજરાતી રેસ્ટોરન્ટ જાવ ત્યારે આ શાક તમને અચૂક જોવા મળશે આને દાણા મુઠીયા નુ શાક પણ કહેતા હોય છે હવે વાત કરીએ કે મીની ઊંધિયું અને રેગ્યુલર ઊંધિયા માં શું ફર્ક હોય છે તો રેગ્યુલર ઊંધિયા માં દાણા , શાકભાજી અને મુઠીયા નો ઉપયોગ થતો હોય છે જ્યારે મીની ઊંધિયા માં ફક્ત દાણા અને મુઠીયા નો ઉપયોગ કરવામાં આવે છે આ ઊંધિયા ને બનાવવામાં ખૂબ જ ઓછો સમય લાગે છે અને તમે આને પરોઠા કે પુરીની સાથે સર્વ કરી શકો છો તો ચાલો આને કેવી રીતે બનાવવું એ જોઈ લઈએ

તૈયારીનો સમય : અડધો કલાક

બનાવવાનો સમય : 20 25 મિનિટ

સર્વિંગ  – 5 – 6 વ્યક્તિ

સામગ્રી :

મુઠીયા બનાવવા માટે :

100 ગ્રામ ચણાનો લોટ (5 – 6 ચમચી)

25 ગ્રામ ઘઉંનો કરકરો લોટ (બે ચમચી)

મીઠું સ્વાદ પ્રમાણે

ચપટી અજમો

1/4 ચમચી હળદર

1 ચમચી લાલ મરચું

1/4 ચમચી ગરમ મસાલો

1/2 ચમચી તલ

2 ચમચી તેલ

ચપટી ખાવાનો સોડા

1 – 1.5 ચમચી ખાંડ

1 – 2 ચમચી પાણી

અડધા લીંબુનો રસ

100 ગ્રામ મેથીની ભાજી

થોડી સમારેલી કોથમીર

તેલ તળવા માટે

દાણા બાફવા માટે :

500 ગ્રામ ધાણા (તુવેર વટાણા સુરતી પાપડી અને વાલોર પાપડી ના દાણા લેવા) 150 ગ્રામ સમારેલી પાપડી (વાલોર કે સુરતી પાપડી લઈ શકો)

70 – 80 ગ્રામ જેટલું તેલ

1/2 ચમચી અજમો

1/2 ચમચી હળદર

1/2 – 3/4 ચમચી જેટલું મીઠું

1/4 કપ પાણી

લીલી પેસ્ટ બનાવવા માટે :

50 ગ્રામ તુવેરના દાણા

100 ગ્રામ કોથમીર

15 – 20 ફુદીનાના પાન

થોડી સમારેલી કોથમીર ની ડાળી

100 ગ્રામ લીલું લસણ (જો તમારે નાખવું હોય તો)

8 – 10 લીલા મરચા

ઉંધીયુ બનાવવા માટે :

 100 ગ્રામ તેલ

1 ચમચી અજમો

1/2 ચમચી હળદર

ચપટી હિંગ

2 સૂકા લાલ મરચાં

બાફેલા દાણા

મીઠું સ્વાદ પ્રમાણે

2 ચમચી ધાણાજીરૂ

1 ચમચી ગરમ મસાલો

2 ચમચી ઊંધિયા નો મસાલો

1 – 1.5 ચમચી ખાંડ

સમારેલી કોથમીર

બનાવેલા મુઠીયા

1 + 1/4 કપ પાણી

રીત :

1) સૌથી પહેલા આપણે મુઠીયા બનાવીશું તો એના માટે એક વાસણમાં બંને લોટ અને બધા મસાલા મિક્સ કરી લો.ત્યારબાદ આમાં મેથી અને કોથમીરને સમારીને ધોઈને કાણાવાળા વાડકામાં કાઢી ને નીતારીને તેમાં નાખવી

2) મેથી સરસ મિક્સ થઈ જાય એ પછી એમાં લીંબુનો રસ નાખો અને જરૂર પ્રમાણે પાણી ઉમેરીને આ નો લોટ બાંધી લો આનો લોટ પરોઠા જેવો રાખવાનો છે લોટ બંધાઈ જાય એ પછી સહેજ તેલવાળો હાથ કરીને એમાંથી નાના-નાના ગોળા બનાવી લઈશું

3) હવે એને તળવાના છે તો તળવા માટે તેલ ગરમ કરવા માટે મુકીશું તેલ ગરમ થાય એટલે ગોળા એમાં નાખો અને મિડિયમ થી ફાસ્ટ ગેસ પર ગોલ્ડન બ્રાઉન કલરના થાય ત્યાં સુધી તળી લો ચાર થી પાંચ મિનિટ પછી મુઠીયા આ રીતે સરસ તળીને તૈયાર થઈ જશે આને એક વાસણમાં લઈ લઈશું

4) હવે ઉપયોગમાં લેવાના દાણાને સાફ કરીને એક વાસણમાં લઈ લો એમાં સમારેલી પાપડી ઉમેરો અને એમાં થોડું પાણી નાખી દો (અત્યારે મેં તાજા અને ફ્રોઝન દાણા મિક્ષ લીધા છે એટલે હું એને કુકરમાં બાફુ છું પણ જો તમે તાજા દાણા લીધા હોય તો બાફ્વાની જરૂર નહિ પડે)

5) કુકરમાં તેલ ગરમ કરવા માટે મૂકો તેલ ગરમ થાય એટલે એમાં અજમો નાખો અજમો તતડી જાય એટલે ગેસ ધીમો કરીને એમાં હળદર નાખીશું , દાણા અને પાપડી એમાં ઉમેરી દઈશું એકવાર આને મિક્સ કરી લો પછી એમાં મીઠું નાખો અને પાણી નાખીને ઢાંકણ બંધ કરીને આની 2 વ્હીસલ કરી લઈશું

6) હવે મિક્સરના નાના જારમાં તુવેરના દાણા , કોથમીર , કોથમીર ની ડાળી , ફુદીનો અને લીલા મરચા લઈને પાણી વગર એને વાટીને તૈયાર કરી લો જે લોકો લસણ ખાતા હોય એ લસણ પણ આમાં વાટવામાં ઉમેરી શકે છે

7) હવે એક જાડા તળિયાવાળી કડાઈમાં તેલ ગરમ કરવા માટે મૂકો તેલ ગરમ થાય એટલે એમાં સૂકા લાલ મરચાં અને અજમો હાથથી મસળી ને ઉમેરો સાથે જ હીંગ ઉમેરીશું પછી એમાં બનાવેલી લીલી પેસ્ટ નાખી એકાદ મિનીટ માટે સાંતળો અને ગેસ હવે ધીમો કરીને બાફેલા દાણા આમાં ઉમેરી લઈએ એકવાર અને મિક્સ કરી લો

8) એમાં ધાણાજીરૂ , ગરમ મસાલો અને ઊંધિયા નો મસાલો ઉમેરો અને બે મિનિટ માટે એને ચડવા દો ત્યારબાદ આમાં પાણી ઉમેરીશું

9) પાણી ઉકળવાનું શરૂ થાય એટલે બનાવેલા મુઠીયા આમાં નાખો બનાવેલા મુઠીયા માં થી બે મુઠીયા નો આપણે આ રીતે હાથથી થોડો ભૂકો કરીને આમાં નાખીશું જેથી ટેસ્ટ પણ સરસ આવશે અને થોડો રસો પણ જાડો થઇ જશે

10) મુઠીયા ને સરસ રીતે શાકમાં દબાવી દો અને એના ઉપર ઢાંકણ ઢાંકીને મીડીયમ ગેસ ઉપર અને ૬ થી ૭ મિનિટ કે મુઠીયા પોચા થાય ત્યાં સુધી તેને ચઢવા જઈશું વચ્ચે વચ્ચે એને હલાવતા રહેવું

11) ૪ – ૫ મિનિટ પછી આમાં થોડી ખાંડ ઉમેરી શું છે જો લસણ નાખતા હોવ તો ખાંડ ઉમેરવાની જરૂર નથી ખાંડ ઉમેરવાથી શાક ગળ્યું નહીં થાય પણ જે પાપડીના દાણાની તુરાસ હોય એનો ટેસ્ટ બેલેન્સ કરવા માટે આપણે ખાંડ ઉમેરી છે સમારેલી કોથમીર રાખીશું અને હવે આને ખુલ્લુ ચડવા દઈશું આ સમયે તમે અને ટેસ્ટ કરી લો તમને મીઠું કે ખાંડ ઉમેરવાની જરૂર લાગે તો તમે ઉમેરી શકો છો

12) ૬ – ૭ મિનીટ પછી મુઠિયા ને આ રીતે તવીથા કે ચમચા ની મદદથી ચેક કરો જો એ સરળતા થી તૂટી જાય એવા થવા જોઈએ

13) થોડીવાર પછી શાકમાં આ રીતે તેલ ઉપર આવવા લાગે એટલે આપણે ગેસ બંધ કરી દઇશું તરત જ સર્વ નથી કરવાનું અને ઢાંકીને અડધો કલાક સુધી રહેવા દેવું અને પછી આને સર્વિંગ બાઉલમાં લઈશું

14) તો હવે આ સરસ મજાનું ટેસ્ટી મીની ઊંધિયું સર્વિંગ માટે તૈયાર છે તમે આને પુરી કે પરોઠા ની સાથે સર્વ કરી શકો છો

Watch This Recipe on Video