વેજ દમ બિરયાની બનાવાની પરફેક્ટ રીત | Veg Dum Biryani | Biryani Recipe | Vegetable Biryani

હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું વેજ દમ બિરયાની આ ટેસ્ટમાં ખુબ જ સરસ લાગતી હોય છે અને જેવી રેસ્ટોરન્ટ માં આપણે બિરયાની ખાઈએ છીએ એવી સરસ ટેસ્ટી અને છૂટી ઘરે બનાવી ખૂબ જ સરળ છે એને પરફેક્ટ બનાવવા માટે અમુક ટીપ્સ નું તમારે ધ્યાન રાખવાનું છે જે હું તમને રેસીપી દરમિયાન જણાવતી જઈશ તો ચાલો વેજ દમ બિરયાની કેવી રીતે બનાવી એ જોઈ લઈએ

તૈયારીનો સમય : પંદરથી વીસ મિનિટ

બનાવવાનો સમય : દસ મિનિટ

સર્વિંગ : ત્રણથી ચાર વ્યક્તિ

સામગ્રી :

2 કપ રાંધેલા બાસમતીનાં ભાત

2 સમારેલા ગાજર

8 – 10 ફણસી

1 કપ મોટું સમારેલું ફ્લાવર

100 ગ્રામ બાફેલા વટાણા

1 કેપ્સિકમ

2 લીલા મરચા

2 બાફેલા ટામેટાની પ્યુરી

1/2 કપ દહી

મીઠું સ્વાદ પ્રમાણે

ચપટી હળદર

થોડું જીરું

1 ચમચી લાલ મરચું

2 ચમચી બિરયાની મસાલો

2 ચમચી તેલ

2 ચમચી ઘી

2 – 3 લવિંગ

4 – 5 કાળા મરી

1 બાદયુ

1 મોટી ઈલાયચી

8 – 10 કાજૂ

સમારેલી કોથમીર અને ફુદીનો

પલાળેલું કેસર નું પાણી

રીત :

1) સૌથી પહેલાં એક કડાઈમાં તેલ ગરમ કરવા માટે મૂકો તેલ ગરમ થાય એટલે એમાં ગાજર , ફણસી અને ફુલાવર ને વારાફરતી મિડિયમ થી ફાસ્ટ ગેસ પર તળી લો શાકભાજીને તળાતા વધારે સમય નથી લાગતો શાકભાજી તળાઇને ઉપર આવે એટલે એને બહાર કાઢી લેવું આ જ રીતે કાજૂને પણ તળીને તૈયાર કરી લેવા

2) હવે એક જાડા તળિયાવાળી કડાઈમાં તેલ અને ઘી ગરમ કરવા માટે મૂકો તેલ અને ઘી ગરમ થાય એટલે તેમાં જીરૂં નાખો બધા ખડા મસાલા નાખો સમારેલા લીલા મરચાં અને બાફેલા ટામેટાની પ્યુરી નાખી ને એને સાંતળી લો

3) હવે આમાં બધા મસાલા કરીશું અને એકવાર અને મિક્સ કરી લઈશું ત્યારબાદ તેમાં દહીને ફેંટી ને નાખીશું દહીં વધારે ખાટ્ટ નથી લેવાનું હવે ગેસ ફાસ્ટ કરીને દહીં ગરમ થાય ત્યાં સુધી હલાવતા રહો

4) બે મિનિટ આ મિશ્રણને ચડવા દઈશું હવે એમાં સમારેલું કેપ્સીકમ નાખો તળેલા શાકભાજી અને બાફેલા વટાણા નાખીશું અને બધું મિક્સ કરીને ૨ થી ૩ મિનિટ સુધી ચડવા દઈશું

5) બધું સરસ રીતે ચડી જાય એટલે ગેસ ધીમો કરીને આમાંથી આપણે અડધું શાકભાજી એક વાટકામાં કાઢી લઈશું થોડું ગ્રેવીવાળું શાક તાંસળામાં રહે એ રીતે રાખવાનું છે હવે કડાઈમાં જે અડધું શાક વધ્યું છે એની ઉપર આપણે જે ભાત બાંધીને રાખ્યો છે એમાંથી અડધો ભાત ઉમેરીશું આનું એક સરસ લેયર કરી દો

6) આની ઉપર કેસર નું પાણી નાખો સમારેલો ફુદીનો અને કોથમીર , તળેલા કાજુ નાખીશું જે લોકો ડુંગળી ખાતા હોય એ ડુંગળીને તળીને આના ઉપર લેયરમાં નાખી શકે છે

7) હવે જે અડધું શાક આપણે વાટકામાં કાઢી ને રાખ્યું હતું એનું લેયર તૈયાર કરી દઈશું ફરીથી એના ઉપર ભાત , કેસરનું પાણી , કોથમીર ફૂદીનો અને તળેલા કાજુ નાખીશું આ રીતે આપણે અત્યારે બે લેયર તૈયાર કર્યા છે તમારે ત્રણ ચાર જેટલા લેયર તૈયાર કરવા હોય એટલા આ રીતે તમે કરી શકો છો

8) આ રીતે તૈયાર થઈ જાય એ પછી એક કોલસાને આપણે ગેસ ઉપર ગરમ કરવા માટે મુકીશું કોલસો એકદમ સરસ ગરમ થઈ જાય એટલે કોલસાને ભાતની ઉપર મુકવાનો છે તો એક નાની ડીશમાં આપણે કોલસાને મૂકી દઈશું અને ગરમ કોલસા ની ઉપર થોડું ઘી નાખો જેવો જ ધુમાડો નીકળવાનો શરુ થાય એવું અને ઉપર ઢાંકણ ઢાંકી દઈશું અને એની વરાળ સહેજ પણ બહાર ના નીકળે એનું ખાસ ધ્યાન રાખવું હવે ધુંગારની સ્મેલ જેટલી પસંદ હોય એટલી વાર તમારે આ કોલસાને અંદર રહેવા દેવાનો

9) અત્યારે હું એને પાંચ મિનિટ રહેવા દઇશ પાંચ મિનિટ પછી ઢાંકણ ખોલીને બહાર લઈ લઈશું અને ફરીથી બે મિનિટ માટે બિરયાની ને ઢાંકી દઈશું એ પછી બિરયાની ને થોડી મિક્સ કરો પૂરેપૂરી એને મિક્સ નથી કરવાની અને એને સર્વિંગ પ્લેટમાં લઇ લઇશું

10) તો હવે આ સરસ મજાની વેજ દમ બિરયાની બનીને તૈયાર છે

Watch This Recipe on Video