નાસ્તામાં કે ઊંધિયા માં ઉપયોગ લઇ શકો એવા મેથી ના મુઠીયા બનાવાની પરફેક્ટ રીત | Methi Muthiya | Muthiya

હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું મેથીના તળેલા મુઠીયા આ મુઠીયા ટેસ્ટમાં ખુબ જ સરસ લાગે છે આને તમે સાંજના નાસ્તામાં , બાળકોને લંચબોક્સમાં કે જે આપણે ઊંધિયા નું શાક બનાવીએ છીએ એમાં પણ ઉપયોગમાં લઈ શકો છો આ ખૂબ જ ટેસ્ટી અને મસાલેદાર હોય છે સાથે જ એને બનાવીને તમે દસ થી પંદર દિવસ સુધી સ્ટોર પણ કરી શકો છો તો ચાલો આને કેવી રીતે બનાવવા એ જોઈ લઈએ

તૈયારીનો સમય : 10 થી 15 મિનિટ

બનાવવાનો સમય : ૨૦ મિનીટ

સામગ્રી :

250 ગ્રામ મેથીની ભાજી

500 ગ્રામ ઘઉંનો કરકરો લોટ

50 ગ્રામ ઘઉંનો ઝીણો લોટ

50 ગ્રામ ચણાનો લોટ

ચપટી અજમો

2 ચમચી લાલ મરચું

મીઠું સ્વાદ પ્રમાણે

2 – 3 ચમચી વાટેલા આદુ-મરચાં

2 ચમચી તલ

2 – 3 ચમચી ખાંડ

4 – 5 ચમચી તેલ

ચપટી ખાવાનો સોડા

4 – 5 ચમચી ખાટુ દહીં

ચપટી હળદર

1/2 ચમચી ગરમ મસાલો

પાણી જરૂર પ્રમાણે

તેલ તળવા માટે

રીત :

1) સૌથી પહેલા એક વાસણમાં બધા લોટ લઈ તેમાં તેલ અને મસાલા મિક્સ કરો

2) મિક્સ થઈ જાય એટલે એમાં સમારેલી મેથીની ભાજી સાફ કરીને ધોઈ નિતારીને નાખો અને સાથે થોડી સમારેલી કોથમીર પણ નાખી દેજો

3) ભાજી સરસ રીતે આમાં મિક્સ થઈ જાય એ પછી તેમાં દહીં નાખીશું અને પાણી નાખતા જઈ આનો પરોઠા થી સહેજ કઠણ લોટ બાંધવાનો છે તેના બદલે છાશ લેવી હોય તો પણ લઈ શકો છો

4) હવે સહેજ તેલ વાળો હાથ કરીને લોટને સરસ રીતે મસળી લઈશું બનાવેલા લોટમાંથી આ રીતે નાના મૂઠિયા બનાવીને તૈયાર કરવાના છે

5) તળવા માટે તેલ ગરમ કરવા માટે મૂકો તેલ ગરમ થાય એટલે મુઠીયા એમાં નાખીશું અને એને મીડીયમ ગેસ ઉપર સરસ ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લઈશું આને સરસ આવા ગોલ્ડન બ્રાઉન કલરના અને ક્રિસ્પી કરવાના છે

6) હવે આ મુઠીયા બનીને તૈયાર છે આ જ્યારે એકદમ ઠંડા થઈ જાય ત્યારે તમે એને ડબ્બામાં ભરીને દસ થી પંદર દિવસ સુધી સ્ટોર કરી શકો છો

Watch This Recipe on Video