હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું એક સ્ટાટર માટેની ચાઈનીઝ રેસીપી ચાઈનીઝ પોકેટ આ ટેસ્ટમાં ખુબ જ સરસ લાગે છે અને ઘરમાં નાનાથી લઈને મોટા દરેકને ભાવે એવા બને છે તો ચાલો આને કેવી રીતે બનાવવા એ જોઈ લઈએ
તૈયારીનો સમય : 10 – 15 મિનિટ
બનાવવાનો સમય : 10 – 15 મિનિટ
સર્વિંગ : 2 – 3 વ્યક્તિ
સામગ્રી :
તૈયાર સમોસા પટ્ટી
મેંદા ની સ્લરી
બનાવેલું સ્ટફિંગ
તળવા માટે તેલ
સ્ટફિંગ બનાવવા માટે :
2 નાની ચમચી તેલ
150 ગ્રામ લાંબી સમારેલી કોબીજ
2 પાતળા લાંબા સમારેલા ગાજર
1 લાંબુ સમારેલું કેપ્સીકમ
3 સમારેલા લીલા મરચા
ચપટી આજી નો મોટો
મીઠું સ્વાદ પ્રમાણે
થોડો મરી પાવડર
2 ચમચી રેડ ચીલીસોસ
1 ચમચી સોયા સોસ
2 ચમચી ટોમેટો કેચપ
રીત :
1) સૌથી પહેલા સ્ટફિંગ બનાવવા માટે એક ફ્રાઈંગ પેનમાં તેલ ગરમ કરવા માટે મૂકો તેલ ગરમ થાય એટલે બધા સમારેલા શાકભાજી વારાફરતી એમાં ઉમેરો પછી એમાં મીઠું નાખીને 20થી 30 સેકન્ડ ફાસ્ટ ગેસ પર સાંતળી લો.

2) ત્યાર બાદ તેમાં બાકીની બધી સામગ્રી ઉમેરી ગેસ ફાસ્ટ કરી 1 મિનીટ માટે સાંતળી લો અને હવે ગેસ બંધ કરીને સ્ટફિંગ ને ઠંડુ થવા દો સ્ટફિંગ ઠંડુ થઈ જાય ત્યારબાદ પોકેટ બનાવવાનું શરૂ કરીશું

3) પોકેટ બનાવવા માટે આ રીતે સમોસા પટ્ટી ને ગોઠવી દો પછી વચ્ચે આમાં બનાવેલું સ્ટફિંગ મૂકો

4) હવે વારાફરતી એના એક એક છેડા પેક કરતાં જાવ અને દર વખતે એના ઉપર મેંદાની સ્લરી લગાવતા જવું જેથી સરસ રીતે ચોંટી જાય દરેક પોકેટને બનાવીને કપડાથી ઢાંકીને રાખવા જેથી તે સુકાઈ જાય

5) હવે એને તળવા માટે તેલ ગરમ કરવા માટે મૂકો તેલ ગરમ થઇ જાય એટલે પોકેટ ને મીડીયમ થી ફાસ્ટ ગેસ પર સરસ ક્રિસ્પી અને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લો

6) તળેલા ગરમાગરમ પોકેટ ને ટોમેટો કેચપ સાથે સર્વ કરીશું
