હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું ઈન્સ્ટન્ટ ફ્રૂટ કૅક આ ટેસ્ટમાં ખુબ જ સરસ લાગે છે અને બનાવવામાં ખૂબ જ ઓછો સમય લાગે છે આ કેક બનાવવા માટે તમારે કેકનો બેઝ પણ બનાવવાની જરૂર નથી તેથી જ્યારે પણ કેક ખાવાની ઈચ્છા થાય ત્યારે ફક્ત ૧૦ થી ૧૫ મિનિટમાં તમે આ કેક બનાવીને ખાઇ શકો છો અને આમાં આપણે ફ્રુટનો ઉપયોગ કર્યો છે જેથી હેલ્ધી પણ બને છે તો ચાલો સરસ મજાની ઈન્સ્ટન્ટ ફ્રૂટ કૅક કેવી રીતે બનાવવી એ જોઈ લઈએ
તૈયારીનો સમય : 10 મિનિટ
બનાવવાનો સમય : 10 મિનિટ
સર્વિંગ : 2 – 3 વ્યક્તિ
સામગ્રી :
3 કિનારી કાપેલી મેંદાની કે ઘઉંની બ્રેડ
1 વાટકો ઝીણા સમારેલા મિક્સ ફ્રૂટ
1 નાની ચમચી ઓરેન્જ ક્રશ
1 નાની ચમચી પાઈનેપલ ક્રશ
સુગર સીરપ
ગાર્નિશીંગ માટે :
સફરજન ની લાંબી સમારેલી ચીરી
પાતળા સમારેલા કીવી ના પીસ
દાડમના દાણા
1 સ્ટ્રોબેરી
રીત :
1) સૌથી પહેલા એક બ્રેડ લઈને એના ઉપર સુગર સીરપ લગાવો ત્યારબાદ તેના ઉપર ઓરેંજ ક્રશ લગાવો તમારે બીજા કોઈ ફ્લેવરનો ક્રશ લેવો હોય તો પણ લઈ શકો છો ત્યારે બાદ તેના ઉપર વ્હીપ કરેલું ક્રીમ લગાવો

2) ત્યારબાદ તેના ઉપર ઝીણા સમારેલા ફ્રુટ નાખો અત્યારે મેં ફ્રૂટમાં સ્ટ્રોબેરી , કીવી , લીલી દ્રાક્ષ અને સફરજન નો ઉપયોગ કર્યો છે જો કેરીની સીઝન હોય તો આમાં હાફૂસ કેરી પણ સમારીને નાખી શકો અને જો ઓરેન્જ નાખવી હોય તો પણ ઝીણી સમારીને નાખી શકો છો ફ્રુટ ઉપર ફરી થોડું ક્રીમ નાખો જેથી તે સરસ રીતે ચોંટી જાય

3) ત્યારબાદ ફરીથી બ્રેડ એના ઉપર મૂકી એ જ પ્રોસેસ ફરીથી આપણે કરીશું

4) આ રીતે બે લેયર થઈ જાય ત્યારબાદ તેના ઉપર ત્રીજી બ્રેડ મૂકો હલકા હાથે એને દબાવો અને બ્રેડ પર સુગર સીરપ નાખો સરસ રીતે બ્રેડને પલાડી દેવી

5) હવે સૌથી પહેલાં તેની કિનારી ઉપર ક્રીમ લગાવીશું અહીંયા મેં ઓછા ક્રીમનો ઉપયોગ કર્યો છે તમારે ક્રીમ વધારે ઉપયોગમાં લેવું હોય તો પણ લઈ શકો છો એની કિનારી અને ઉપરની બાજુ ક્રીમ થી કવર કરી દેવાની છે અને થોડું લેવલમાં કરી દેવાનું છે

6) ત્યારબાદ એક સ્ટાર નોઝલ લઈ એને પાઈપિંગ બેગમાં ભરી ક્રીમની મદદથી આ રીતે સ્ટાર બનાવો અને ગાર્નિશીંગ માટે સફરજન ની ચીરી , કીવી દાડમના દાણા અને સ્ટ્રોબેરી મૂકો ગાર્નિશીંગ તમારી પસંદ પ્રમાણે તમે કરી શકો છો

7) કેક ને કેક બોર્ડ પર લઇ નીચેની બાજુ પણ સ્ટારથી આખી બોર્ડર બનાવી દો હવે આ બનાવેલી કેક ને જો તમારે તરત ઉપયોગમાં લેવી હોય તો પણ લઇ શકો છો અને જો ફ્રિજમાં મૂકીને એક કલાક ઠંડી કરીને ખાવાના ઉપયોગમાં લેશો તો એ ખુબ જ સરસ લાગે છે

8) હવે આ સરસ મજાની ઈન્સ્ટન્ટ ફ્રૂટ કૅક બનીને તૈયાર છે આ ટેસ્ટમાં ખુબ જ સરસ બને છે અને એકદમ સરસ સોફ્ટ અને યમ્મી હોય છે તો એકવાર જરૂર ટ્રાય કરજો
