રેસ્ટોરન્ટ કરતા સરસ હરાભરા કબાબ ઘરે બનાવાની પરફેક્ટ રીત | Hara Bhara Kabab | Vegetable Kabab

હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું રેસ્ટોરન્ટ જેવા હરાભરા કબાબ આ ટેસ્ટમાં ખુબ જ સરસ લાગે છે અને બહાર જેવા જ પરફેક્ટ એને ઘરે બનાવવા ખૂબ જ સરળ છે આને તમે સાંજના નાસ્તામાં , કોઇ મહેમાન આવવાના હોય ત્યાર , બર્થ ડે પાર્ટીમાં કે  કિટી પાર્ટીમાં પણ બનાવીને સર્વ કરી શકો છો તો ચાલો અને કેવી રીતે બનાવવા એ જોઈ લઈએ

તૈયારીનો સમય : 10 મિનિટ

બનાવવાનો સમય : 10 થી 15 મિનિટ

સર્વિંગ :  10 – 12 કબાબ

સામગ્રી :

150 – 200 ગ્રામ જેટલી પાલક

200 ગ્રામ બાફેલા બટાકાનો માવો

1/2 વાટકી બાફેલા વટાણા

8 – 10  ફણસી

1 મોટુ કેપ્સિકમ

4 – 5 લીલા મરચાં

1 ચમચી તેલ

1/2 ચમચી જીરૂ

મીઠું સ્વાદ પ્રમાણે

1 નાની ચમચી લાલ મરચું

1/2 ચમચી ધાણાજીરૂ

1/2 આમચૂર પાવડર

ચપટી હળદર

થોડો ચાટ મસાલો

100 ગ્રામ પનીર

2 ચમચી કોર્ન ફ્લોર

5 – 6 ચમચી ફ્રેશ બ્રેડ ક્રમ્સ

ડ્રાય બ્રેડ ક્રમ્સ

કાજુ

તેલ તળવા માટે

રીત :

1) સૌથી પહેલા એક વાસણમાં પાણી ગરમ કરવા માટે મૂકો પાણી ગરમ થાય એટલે એમાં સાફ કરેલી પાલકને ધોઈને ઉમેરો પાલકને સમારવાની નથી આ રીતે એના પત્તા લેવાના છે હવે એને ફાસ્ટ ગેસ પર દોઢ થી બે મિનિટ માટે બ્લાંચ કરો બે મિનીટ પછી એને કાણાવાળા વાડકામાં કાઢી એમાં થોડું પાણી નાખી દો અને અને ઠંડી થવા દો

2) હવે ફ્રાઇંગ પેનમાં તેલ ગરમ કરવા માટે મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં જીરૂં નાખી લીલા મરચાં સાંતળો ત્યારબાદ એમાં ફણસી અને કેપ્સીકમ નાખો એ થોડું સંતળાય એટલે બાફેલા વટાણા નાખીને ફાસ્ટ ગેસ ઉપર એને બે મિનીટ માટે સાંતળી લો.હવે આ બધી વસ્તુ ને ઠંડી થવા દો

3) મિક્સર ના મીડિયમ સાઇઝના જારમાં બ્લાંચ કરેલી પાલક અને સાથે શાકભાજી ઉમેરી પાણી વગર એને વાટી લો

4) હવે બનાવેલી પેસ્ટ માં બાફેલા બટાકાનો માવો છીણેલું પનીર અને બાકીના બધા મસાલા ઉમેરી દો સાથે જ કોર્ન ફ્લોર અને જરૂર પ્રમાણે ફ્રેશ બ્રેડ ક્રમ્સ ઉમેરી મિશ્રણ બનાવીને તૈયાર કરી દો હવે એને અડધો કલાક માટે ફ્રીજમાં મૂકી દો જેથી મિશ્રણ સરસ કઠણ થઈ જાય જો ફ્રીજ માં ના મુકતા હો અને બહાર જ રાખવું હોય તો બ્રેડ ક્રમ્સ વધારે ઉમેરી દેવા જેથી એ સરસ કઠણ થઇ  જશે

5) હવે આમાંથી કબાબ બનાવો આ રીતે કબાબ બની જાય એ પછી ડ્રાય બ્રેડક્રમ્સ થી એનું કોટિંગ કરવાનું છે અને પછી એના ઉપર એક કાજુ મૂકી દઈશું

6) કબાબને તળવા માટે તેલ ગરમ કરવા માટે મૂકો તેલ ગરમ થાય એટલે એમાં કબાબ નાખો અને એને મીડીયમ થી ફાસ્ટ ગેસ પર સરસ ક્રિસ્પી તળી લો

7) હવે આ સરસ મજાના ટેસ્ટી કબાબ બનીને તૈયાર છે એને ચટણી કે કેચપ સાથે સર્વ કરો

Watch This Recipe on Video