50 રૂપિયાથી પણ ઓછા ખર્ચ ઘરે આ ઢોસો તૈયાર કરો | Jini dosa | Street Style Dosa | Shreejifood

હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું સાઉથ ઈંડિયન રેસીપી જીની ઢોસા આ ઢોસા  ટેસ્ટમાં ખુબ જ સરસ લાગે છે આમાં ઘણા બધા શાકભાજી ,પીઝા સોસ / સેઝવાન સોસ , ચીઝ અને બીજા મસાલાનું કોમ્બીનેશન હોય છે જેનાથી આ ઢોસા ખૂબ જ ટેસ્ટી બને છે માર્કેટ કરતાં પણ સરસ ઢોસા  આપણે ખૂબ જ ઓછી મહેનતમાં અને સરસ રીતે ઘરે બનાવી શકીએ છીએ તો ચાલો અને કેવી રીતે બનાવવો એ જોઈ લઈએ

તૈયારીનો સમય : 10 મિનિટ

બનાવવાનો સમય : 10 મિનિટ

સામગ્રી :

ઢોસા નુ ખીરુ

બટર

પ્રોસેસ ચીઝ

2 ચમચી ઝીણી સમારેલી કોબીજ

2 ચમચી ઝીણા સમારેલા ટામેટા

2 ચમચી ઝીણા સમારેલા ગાજર

2 ચમચી ઝીણું સમારેલું કેપ્સીકમ

ઝીણા સમારેલા લીલા મરચા

સમારેલી કોથમીર

2 ચમચી ઝીણી સમારેલી ડુંગળી (નાખવી હોય તો)

1 ચમચી એક ચમચી પીઝા સોસ

1 ચમચી રેડ ચીલીસોસ

1 ચમચી ટોમેટો કેચપ

1/2 ચમચી લાલ મરચું પાઉડર

1/2 ચમચી સંભાર મસાલો કે ગરમ મસાલો

રીત :

1) સૌથી પહેલા ઢોસાની તવીને તેલ લગાવીને એકદમ સરસ ગરમ કરી લો.ત્યાર બાદ તેને ભીના કપડાથી લૂછીને નોર્મલ ટેમ્પરેચર ઉપર કરી દેવી હવે એના ઉપર ઢોસાનું ખીરું પાથરો ઢોસાને મીડીયમ થીક રાખવાનો છે એને મીડીયમ ગેસ ઉપર બે થી ત્રણ મિનિટ માટે ચઢવા દો

2) ત્યારબાદ તેનું ઉપરનું લેયર થોડું ડ્રાય થઇ જશે પછી એના ઉપર થોડું બટર નાખો અને આખા ઢોસાની ઉપર એને ફેલાવી દો જે બટર વધે એને વચ્ચે લાવી દો

3) એના ઉપર બધા શાકભાજી , સોસ અને મસાલા નાખો બધું સરસ રીતે મિક્સ કરીને એના ઉપર એક ડબ્બો મૂકી દો જેથી શાકભાજી સરસ રીતે ચડી જાય

4) ત્રણ થી ચાર મિનિટ પછી હટાવીને એમાં ફરીથી થોડું બટર નાખો અને મિક્સ કરીને પુરા ઢોસા ઉપર ફેલાવી દો

5) હવે આ ઢોસાને ક્રિસ્પી થાય ત્યાં સુધી ખુલ્લો ચડવા દો થોડીવાર પછી એના ઉપર સમારેલી કોથમીર અને ચીઝ છીણીને નાખો ઢોસો ક્રિસ્પી થઇ જાય પછી એને એક વાર તવીથાની મદદ થી અલગ કરી દો

6) પછી એનો રોલ વાળો ઢોસાને તમે ત્રણ કે ચાર ભાગમાં કટ કરી શકો છો કટ કર્યા પછી એને સર્વિંગ પ્લેટમાં લઇ એના ઉપર ફરીથી પણ છીણેલું ચીઝ નાખો

7) હવે સરસ મજાનો ટેસ્ટી અને ક્રિસ્પી જીની ઢોસા બનીને તૈયાર છે જેને તમે ચટણી અને સાંભાર ની સાથે સર્વ કરી શકો છો

Watch This Recipe on Video