હેલ્લો ફ્રેન્ડસ આજે આપને બનાવીશું એકદમ સરળ અને હેલ્ધી ડ્રાય ફ્રુટ મફિન્સ , આ ટેસ્ટમાં ખુબજ સરસ લાગે છે અને આને બનાવવા માટે આપણે મેંદો , ઈંડા , બટર ,કનડેંસ મિલ્ક કે ઓવન કોઈ જ વસ્તુની જરૂર નથી ઘરમાં જ આસાની થી મળી જાય એવી વસ્તુથી આજે આપણે આ મફિન્સ બનાવીશું જેને તમે બનાવીને 3 – 4 દિવસ રાખી શકો છો તો ચાલો એને બનાવવાનું શરુ કરીએ.
તૈયારીનો સમય : 10 મિનીટ
બનાવવાનો સમય : 20 મિનીટ
સર્વિંગ : 8 મફિન્સ
સામગ્રી :
1 કપ ઘઉંનો લોટ
1/2 કપ દળેલી ખાંડ
1/2 કપ દહીં
1/4 કપ તેલ
1 ચમચી બેકિંગ પાવડર
1/2 ચમચી બેકિંગ સોડા
1/2 વેનીલા એસેન્સ
ચપટી ઈલાઈચી પાવડર
સમારેલી બદામ
સમારેલા પીસ્તા
પાણી
રીત :
1) સૌથી પહેલા એક વાસણમાં બધી કોરી વસ્તુ ચાળી લો અને સરસ રીતે મિક્ષ કરો

2) ત્યારબાદ એમાં દહીં , તેલ અને પાણી નાખી મિક્ષ કરો ખીરું વધારે જાડું પણ નહિ અને પાતળું પણ નહિ એવું રાખવાનું છે

3) હવે એમાં એસેન્સ અને ઈલાઇચી પાવડર નાખો

4) હવે મફિન્સ બનાવવા માટે આ રીત ના પેપર કપ નો આપણે ઉપયોગ કરીશું જે એકદમ આસાનીથી માર્કેટમાં મળી જશે એમાં બનાવેલું ખીરું નાખો કપને અડધા ભરવા , ત્યારબાદ એના ઉપર બદામ – પીસ્તા નાખો

5) હવે આને બેક કરવા માટે એક જળ તળિયાવળી કડાઈ ને ધીમા ગેસ પર ૧૦ મિનીટ માટે ગરમ કરો ત્યારબાદ આ મફિન્સ એમાં મૂકી ધીમા ગેસ પર ૧૮ – ૨૦ મિનીટ બેક કરો

6) ૨૦ મિનીટ પછી આ બેક થયા છે કે નહિ એ ચેક કરવા માટે એક લાકડાની ટુથ પીક કે ચાકુની મદદથી ચેક કરો જો એ સાફ નીકળે તો સમજવું કે આ બેક થઇ ગયા છે જો ખીરું ચોટ્યું હોય તો ૧ – ૨ મિનીટ વધુ બેક કરવા , હવે આને થોડા ઠંડા થવા દો પછી પેપર કપ ફાડીને આને બહાર કાઢી લો

7) હવે આ સરસ મજાના સોફ્ટ અને ટેસ્ટી મફિન્સ બનીને તૈયાર છે
