હેલો ફ્રેન્ડ આજે આપણે આજે આપણે બનાવીશું તિરંગા ઢોકળા આ ઢોકળા ખુબ જ સરસ લાગે છે અને આજે આપણે એને હેલ્ધિ બનાવવા માટે કોઈપણ આર્ટિફિશિયલ કલર નો પણ ઉપયોગ નથી કર્યો આ રેસીપી તમે 15 મી ઓગસ્ટ 26મી જાન્યુઆરીએ બનાવી શકો છો પણ બાળકો માટે સવાર કે સાંજના નાસ્તામાં બનાવતો તો પણ ખૂબ જ હેલ્ધી રહે છે ચાલો અને કેવી રીતે બનાવવા એ જોઈ લઈએ
તૈયારીનો સમય : 10 મિનિટ
બનાવવાનો સમય : 20 મિનિટ
સર્વિંગ : 3 – 4 વ્યક્તિ
ઢોકળા બનાવવા માટે :
1 કપ સોજી
3/4 જાડી છાશ કે દહીં
મીઠું સ્વાદ
તેલ
3/4 ચમચી ઈનો (ટોટલ)
લીલુ લેયર બનાવવા માટે :
10 થી 15 બ્લાંચ કરેલા પાલક ના પાન
2 – 3 નંગ લીલા મરચા
ઓરેંજ કલર બનાવવા માટે :
1 ગાજર
1 ટામેટુ
લાલ મરચાનો પાવડર
વઘાર કરવા માટે :
તેલ
1/2 ચમચી રાઇ
મીઠો લીંબડો
લીલા મરચા
1 ચમચી તલ
રીત :
1) સૌથી પહેલા એક વાસણમાં સોજીમાં છાસ નાખીને પલાળી દો હવે એને ઢાંકીને 10 થી 15 મિનિટ રહેવા દો

2) લીલી અને લાલ પેસ્ટ બનાવવા માટે જે સામગ્રી દીધી છે એને મિક્સરમાં વાટીને તૈયાર કરી લો જરૂર પડે તો થોડું પાણી નાંખો

3) હવે 10 મિનીટ પછી સોજીને 3 ભાગમાં વહેંચી દો

4) લીલુ લેયર બનાવવા માટે સોજી માં બનાવેલી પેસ્ટ અને મીઠું નાખીને મિક્સ કરો જરૂર પડે તો થોડું પાણી નાંખો ત્યારબાદ તેમાં ઇનો નાખીને સરસ રીતે મિક્સ કરી લો

5) એક વાસણમાં તેલ લગાવી એમાં બટર પેપર લગાવી તૈયાર કરી બનાવેલું ખીરું એમાં લઇ લો

6) ઢોકલીયા માં પાણી ગરમ કરવા માટે મૂકો પાણી ઉકળવાનું શરૂ થાય એટલે ઢોકળા બનાવવા નું વાસણ એમાં મૂકો ઢાંકણ ઢાંકીને એને ચારથી પાંચ મિનિટ માટે બફાવા દો

7) ત્યાં સુધી સફેદ લેયર તૈયાર કરો એના માટે સોજી માં મીઠું અને પાણી નાખીને સરસ રીતે મિક્ષ કરો પછી એમાં ઈનો અને તેલ નાખીને સરસ રીતે મિક્ષ કરો લીલુ લેયર થોડું ચડી જાય એટલે બનાવેલું સફેદ ખીરું એના ઉપર પાથરો અને ફરીથી અને ચારથી પાંચ મિનિટ માટે બફાવા દો

8) હવે ઓરેન્જ લેયર તૈયાર કરવા માટે સોજીમાં લાલ પેસ્ટ અને મીઠું નાખીને મિક્સ કરો છેલ્લે માં ઈનો અને તેલ નાખો સરસ રીતે મિક્ષ થઇ જાય એટલે આને પણ સફેદ લેયર ઉપર નાખો આને પણ મીડીયમ ગેસ ઉપર સાત થી આઠ મિનિટ માટે બફાવા દો

9) ઢોકળા સરસ રીતે બફાઈ ગયા છે કે નહીં તે ચેક કરવા માટે ચાકુ કે ટુથ પીક ની મદદથી એને ચેક કરો એ સાફ નીકળે તો સમજવું કે ઢોકળા સરસ રીતે બફાઈ ગયા છે ગેસ બંધ કરીને ઢોકળા ઠંડા થવા દો

10) ઢોકળા ઠંડા થઈ જાય એટલે એને વાસણ માંથી કાઢી લો જે બટર પેપર પર વાપર્યું હતું એને હટાવી દઈશું ઢોકળા ને કટ કરો

11) હવે વઘાર કરવા માટે તેલ ગરમ કરવા માટે મૂકો તેલ ગરમ થાય એટલે એમાં રાઇ , લીલા મરચા , લીમડો , હિંગ અને તલ નાખીને ગેસ બંધ કરો હવે તૈયાર કરેલો વઘાર ઢોકળા પર નાખો

12) હવે આ સરસ મજાના ઈન્સ્ટન્ટ તિરંગા ઢોકળા બનીને તૈયાર છે આને તમે આમ જ કે ચટણી સાથે સર્વ કરી શકો છો
