ફેમસ સાઉથ ઇન્ડિયન ચટણીની ઓરીજનલ રેસીપી | South Indian Chutney | Dosa Chutney | Chutney | Shreejifood

હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું સાઉથ ઇન્ડિયન ઢોસા ની ચટણી મૈસુર ચટણી અને ટોપરાની ચટણી આ બંને ચટણી ખુબ જ સરસ લાગે છે અને ખૂબ જ ઓછા સમયમાં બની જાય છે સાથે જ તમે આને બનાવીને ફ્રીઝરમાં મહિના સુધી સ્ટોર પણ કરી શકો છો ચાલો આને કેવી રીતે બનાવવી એ જોઈ લઈએ

તૈયારીનો સમય : 5 – 10 મિનિટ

બનાવવાનો સમય : 10 મિનિટ

સામગ્રી :

મૈસૂર ચટણી બનાવવા માટે :

1 ચમચી તેલ

2 ચમચી ચણાની દાળ

મીઠું સ્વાદ પ્રમાણે

1 નાનો આદુનો ટુકડો

10 સૂકા કાશ્મીરી મરચાં

પાણી જરૂર પ્રમાણે

ટોપરાની ચટણી બનાવવા માટે :

1/2 કપ સંધાણા

1/2 કપ તાજુ નાળિયેર

મીઠું સ્વાદ પ્રમાણે

લીલું મરચું

પાણી

1 નાની ચમચી તેલ

મરચું

મીઠા લીમડાના પાન

રીત :

1) સૌથી પહેલા એક કડાઈમાં તેલ ગરમ કરવા માટે મૂકો તેલ ગરમ થાય એટલે એમાં ચણાની દાળ નાખી સરસ રીતે સાંતળી લો પછી એમાં નાનો આદુનો ટુકડો અને હળદર નાખો એને પણ સાંતળી લો

2) પછી એમાં કાશ્મીરી મરચાં નાખીને મીડીયમ ગેસ ઉપર સરસ ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકી લો સ્વાદ પ્રમાણે મીઠું નાખીને મિક્સ કરી લો હવે આને ઠંડુ થવા માટે રહેવા દો

3) જ્યારે આ ઠંડુ થઈ જાય ત્યારે મિક્સર જારમાં લઈ લો અને તેમાં જરૂર પ્રમાણે પાણી નાખીને વાટીને તૈયાર કરી લો અને પાતળું નથી કરવાનું એ વાતનું ધ્યાન રાખવું નહીં તો જ્યારે તમે એને ઢોસાની ઉપર લગાવશો ત્યારે ઢોસો પોચો થઈ જશે એટલે આ ચટણીને જાડી રાખવી

4) હવે ટોપરાની ચટણી બનાવવા માટે મિક્સર જારમાં બધી સામગ્રી લઈ લો પછી એમાં જરૂર પ્રમાણે પાણી ઉમેરતા જઈને ચટણીને સરસ રીતે વાટીને તૈયાર કરો

5) હવે આ ચટણીનો વઘાર કરવા માટે તેલ ગરમ કરવા માટે મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ નાખો ગેસ બંધ કરીને એમાં સૂકું મરચું અને મીઠા લીમડાના પાન નાખો હવે તૈયાર કરેલો વઘાર ચટણીમાં નાખીને ચટણી ને થોડી મિક્સ કરી લો

6) હવે આ સરસ મજાની બંને ચટણી મૈસુર અને ટોપરાની ચટણી બનીને તૈયાર છે અને તમે એરટાઇટ ડબામાં ભરીને ફ્રીઝરમાં મહિના સુધી સ્ટોર કરી શકો છો 

Watch This Recipe on Video