આવા હેલ્ધિ ઢોસા તમે ક્યારેય નહિ બનાવ્યા હોય હવે વજન ઉતારવામાં પણ ઢોસા ખાઈ શકાશે | Dosa Recipe

હેલો ફ્રેન્ડ આજે આપણે બનાવીશું પ્રોટીનથી ભરપૂર ઢોસા , તમે આને દાળ ઢોસા પણ કહી શકો છો આ ખૂબ જ ટેસ્ટી અને ક્રિસ્પી બને છે ઘણા લોકો ને ચોખા ની બાધા હોય છે તો ઘણા લોકો વજન ઉતારવા માંગતા હોય તે સમયે ચોખા નથી ખાતા તો એ લોકો માટે આ રેસિપી ખૂબ જ ઉપયોગી રહેશે અને બીજી ખાસ વાત એ છે કે આ ઢોસા ના ખીરાને  આથો લાવવાની પણ જરૂર નથી પડતી જેથી ખૂબ જ ઓછા સમયમાં બનીને તૈયાર થઇ જાય છે તો ચાલો અને કેવી રીતે બનાવવા એ જોઈ લઈએ

તૈયારીનો સમય : 5 મિનિટ

બનાવવાનો સમય : 10 15 મિનિટ

સર્વિંગ : 5 – 6 ઢોસા

સામગ્રી :

1/2 કપ foxtail millet એક પ્રકારની બાજરી

1/3 કોરી તુવેરની દાળ

1/2 કપ ચણાની દાળ

2 નાની ચમચી અડદની દાળ

2 કાશ્મીરી સુકા મરચા

મીઠું સ્વાદ પ્રમાણે

તેલ અથવા ઘી

પાણી જરૂર પ્રમાણે

જીરુ

હિંગ

રીત :

1) સૌથી પહેલા એક વાસણમાં બાજરી અને ત્રણે દાળ મિક્સ કરીને ધોઈને ચાર થી પાંચ કલાક માટે પલાળી રાખો

2) પછી એનું પાણી નિતારીને મિક્સર જારમાં જીરુ અને સૂકું મરચું નાખીને જરૂર પ્રમાણે પાણી નાખી ને વાટીને તૈયાર કરી લો

3) ખીરું વધારે જાડું પણ નહીં અને પાતળું પણ નહીં એવું રાખવાનું છે આમાં મીઠું અને હિંગ નાખીને સરસ રીતે મિક્સ કરી લો

4) હવે ઢોસાની તવી ગરમ કરવા માટે મૂકો તવી ગરમ થાય એટલે ભીના કપડાથી એને લુછી લો પછી એમા ઢોસા નુ ખીરુ પાથરો ઢોસો એકદમ પાતળો પાથરવો હવે એને મીડીયમ ગેસ ઉપર ચડવા દો

5) એનું ઉપરનું લેયર આ રીતે કોરું દેખાય એટલે એના ઉપર તેલ કે ઘી નાંખો અને ઢોસા ની કિનારી અલગ થાય ત્યાં સુધી તેને ચઢવા દો લગભગ ચારથી પાંચ મિનિટ પછી ઢોસો ચડી જશે હવે એને તવીથા ની મદદથી પહેલા બધી કિનારી થી અલગ કરી દો અને પછી એને વાળો

6) હવે આ સરસ મજાનો પ્રોટીન ઢોસો બનીને તૈયાર છે અને તમે આને રેગ્યુલર ઢોસાની જેમ સ્ટફિંગ ભરીને સાંભાર અને ચટણી સાથે પણ સર્વ કરી શકો છો

Watch This Recipe on Video