હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું ઓછા તેલમાં બની જતો અને એકદમ હેલ્ધિ કોર્નફ્લેક્ષ ચેવડો આ ચેવડો ખૂબ જ સરસ લાગે છે અને જો તમે વજન ઉતારવાનું પ્લાનિંગ કરતા હો તો આ રેસિપી ખૂબ જ ઉપયોગી રહે છે આ ચેવડો ને બનાવીને તમે 15 – 20 દિવસ સુધી સ્ટોર પણ કરી શકો છો તો ચાલો અને કેવી રીતે બનાવવો એ જોઈ લઈએ
તૈયારીનો સમય : 5 મિનિટ
બનાવવાનો સમય : 8 – 10 મિનિટ
સર્વિંગ : 2 – 3 વ્યક્તિ
સામગ્રી :
1 નાનું પેકેટ કોર્નફ્લેક્ષ
1/2 કપ પૌંઆ
1 ચમચી તેલ
4 – 5 મીઠા લીમડાના પાન
૩ ચમચી શેકેલા સીંગદાણા
2 ચમચી દાળિયા
ચપટી હિંગ
થોડી હળદર
ચપટી આમચૂર પાવડર
મીઠું સ્વાદ પ્રમાણે
1/2 ચમચી લાલ મરચું
1 ચમચી બૂરુ ખાંડ
રીત :
1) સૌથી પહેલા એક કડાઈમાં પૌવાને કોરા શેકી લઈશું પૌઆને તમારે થોડીવાર તાપે મુકી ને કે માઇક્રોવેવ માં કડક કરવા હોય તો પણ કરી શકો છો પૌઆ એકદમ સરસ કડક થઈ જાય એટલે એને બીજા વાસણમાં લઈ લઈશું

2) હવે તેલ ગરમ કરવા માટે મૂકો તેલ ગરમ થાય એટલે એમાં લીમડાના પાન , સીંગદાણા , દાળિયા , હળદર અને હિંગ નાખીને થોડું સાંતળી લો

3) હવે ગેસ બંધ કરીને તેમાં બધા મસાલા કરી દો અને સરસ રીતે મિક્સ કરો

4) મસાલા મિક્સ થઈ જાય ત્યારબાદ તેમાં શેકેલા પૌંઆ અને કોર્નફ્લેક્ષ નાંખીશું અને આને મિક્સ કરી લઈશું હવે ચેવડો એકદમ ઠંડો થઈ જાય ત્યારબાદ તમે અને ડબ્બામાં ભરીને 15 થી 20 દિવસ સુધી સ્ટોર કરી શકો છો

5) હવે આ સરસ મજાનો ટેસ્ટી અને ઓછા તેલમાં બનેલો હેલ્ધિ કોર્નફ્લેક્ષ ચેવડો બનીને તૈયાર છે
