હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું માલપુવા , માલપુવા ખુબ જ સરસ લાગતા હોય છે અને ઘણી બધી રીતે બનતા હોય છે મેદાન ઉપયોગ કરીને , ઘઉંના લોટનો ઉપયોગ કરીને , સોજી થી , ઘઉં અને મેદા થી , મેંદો અને સોજી મિક્સ કરીને , ઘઉં અને સોજી મિક્સ કરીને બધી રીતે બનાવેલા માલપુવા ખુબ જ સરસ લાગતા હોય છે આજે આપણે ઇન્સ્ટન્ટ માલપુવા બનાવીશું જે ફક્ત 10 મિનિટમાં તૈયાર થઈ જાય છે અને ખૂબ જ ટેસ્ટી બને છે ચાલો આને કેવી રીતે બનાવવા એ જોઈ લઈએ
તૈયારીનો સમય : 5 મિનિટ
બનાવવાનો સમય : 10 મિનિટ
સર્વિંગ 10 માલપુવા
સામગ્રી :
1/2 કપ મેંદો
2 ચમચી સોજી
૩ ચમચી મિલ્ક પાવડર
ચપટી વરિયાળી
ચપટી મીઠું
દૂધ જરૂર પ્રમાણે
ચોખ્ખું ઘી (માલપુવા તળવા માટે)
ચાસણી બનાવવા માટે:
1/2 કપ ખાંડ કપ
1/4 કપ પાણી
ઈલાયચી પાવડર
થોડું કેસર
રીત :
1) સૌથી પહેલા એક વાસણમાં બધી કોરી સામગ્રી મિક્સ કરો ત્યાર બાદ તેમાં જરૂર પ્રમાણે દૂધ ઉમેરતા જઈને એનું ખીરું બનાવીને તૈયાર કરો છેલ્લે આમાં ચપટી મીઠું નાખીને મિક્સ કરી લો અને ખીરાને ઢાંકીને સાઈડમાં મુકી દો

2) હવે ચાસણી બનાવવા માટે કડાઈમાં ખાંડ અને પાણી મિક્સ કરીને ઉકળવા માટે મૂકો આમાં કોઈ તારની ચાસણી નથી બનાવવાની પણ પાણી થોડું ચીકણું થાય ત્યાં સુધી તેને ઉકાળવાનું છે થોડીવાર પછી ઈલાયચી પાવડર અને કેસર નાંખીશું અને ગેસ બંધ કરીને અને સાઈડ માં મૂકી દઈશું

3) જે ખીરું આપણે બનાવીને રાખ્યું હતું અને ચેક કરી લો જે ઘટ થઇ ગયું હોય તો જરૂર પ્રમાણે તેમાં દૂધ ઉમેરીને મિક્સ કરી લો ખીરું વધારે જાડું પણ નહીં અને પાતળું પણ નહીં એવું રાખવાનુ છે

4) હવે એક ફ્રાઈ પૅનમાં ઘી ગરમ કરવા માટે મૂકો ઘી ગરમ થાય એટલે ચમચાની મદદથી આ રીતે માલપુઆ બનાવો અને ધીમા થી મધ્યમ ગેસ ઉપર આછા ગોલ્ડન બ્રાઉન કલરના થાય ત્યાં સુધી તળવા ના છે એક બાજુ તળાય એટલે એને ફેરવીને બીજી બાજુ તળવાના છે આ રીતે સરસ માલપુવા તળાઈ જાય એટલે તેને બહાર લઈ લઇશું

5) ચાસણી આપણે બનાવીને રાખી હતી એમાં માલપુઆ નાંખીશું અને બે થી ત્રણ મિનિટ માટે એને ચાસણીમાં રાખો પછી એને પ્લેટમાં લઈ લો

6) માલપુઆના ગાર્નિશીંગ માટે એના ઉપર સમારેલી બદામ પિસ્તા અને થોડું કેસર નાખીશું

7) હવે આ સરસ મજાના માલપુઆ બનીને તૈયાર છે અને તમે આને આ રીતે કે રબડીની સાથે પણ સર્વ કરી શકો છો
