મેકડોનલ્સ જેવા પનીર ચીલી પોકેટ હવે ઘરે બનાવો | Paneer Chilli Pocket | Shreejifood

હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું બાળકો માટે એક નાસ્તાની રેસિપી પનીર ચીલી પોકેટ આ ખુબ જ સરસ લાગે છે અને બનાવવામાં ખૂબ જ ઓછો સમય લાગે છે તો ચાલો આને કેવી રીતે બનાવવા એ જોઈ લઈએ

તૈયારીનો સમય : 10 મિનિટ

બનાવવાનો સમય : 1520 મિનિટ

સર્વિંગ : 2 – 3 વ્યક્તિ

સામગ્રી :

સ્ટફિંગ બનાવવા માટે :

અડધી ચમચી બટર

૩ ચમચી ત્રણ કલર ના ઝીણા સમારેલા કેપ્સીકમ

બે ચમચી ઝીણા સમારેલા ગાજર

બે ચમચી ઝીણી સમારેલી ફણસી

૩ ચમચી બાફેલા વટાણા

પ્રો ગ્રામ પનીર

મીઠું સ્વાદ પ્રમાણે

ચીલી ફ્લેક્સ

બે ચમચી ટોમેટો કેચપ

એક ચમચી ગ્રીન ચીલી સોસ

અડધી ચમચી સોયા સોસ

લોટ બાંધવા માટે :

દોઢ કપ મેંદો

મીઠું સ્વાદ પ્રમાણે

અડધી ચમચી બેકિંગ પાવડર

ઠંડુ પાણી બાંધવા માટે

રીત :

1) બટર ગરમ કરવા માટે મૂકો બટર ગરમ થાય એમાં કેપ્સીકમ નાખીને સાંતળી લો

2) એ થોડા સંતળાય એટલે એમાં ગાજર , ફણસી અને વટાણા નાખીશુ સ્વાદ પ્રમાણે મીઠું નાખીને અને મિક્સ કરી લો

3) હવે શાકભાજીને ચડવા માટે આપણે એક થી બે ચમચી પાણી નાખીને ઢાંકણ ઢાંકીને મીડીયમ ગેસ ઉપર આને ચડવા દઈશું

4) બે મિનીટ પછી આમાં બધા સોસ અને એમાં ચીલી ફ્લેક્સ અને પનીરના ટુકડા નાંખીશું અને મિક્સ કરી લઈશું

5) બધું સરસ રીતે મિક્સ થઇ જાય પછી આમાં થોડી કોર્ન ફ્લોરની સ્લરી નાખો જેથી મિશ્રણ ડ્રાય થઇ જાય હવે ગેસ બંધ કરીને ઠંડું થવા દો , ઠંડુ થયા પછી હજુ પણ થોડું ઘટ્ટ થશે

6) લોટ બાંધવા માટે લોટમાં બધી સામગ્રી નાખીને મિક્સ કરો પછી એમાં થોડું પાણી ઉમેરતા જઈ નહીં પરોઠા થી જ કઠણ લોટ બાંધીને તૈયાર કરો  લોટ ને મસળી ને તૈયાર કરો પછી એને ઢાંકીને રહેવા દો

7) મિશ્રણ ઠંડુ થાય એટલે આમાં ચીઝ નાખીને મિક્સ કરી લો તમારી પસંદગી પ્રમાણે ચીઝ ઓછુ વધતું કરી શકો છો

8) જે લોટ બાંધીને રાખ્યો હતો એમાંથી લુઓ બનાવીને આ રીતે રોટલી વણીને તૈયાર કરો પછી એને કટરની મદદથી કટ કરો આ રીતે ને ચાર ભાગમાં કટ કરવાનું છે

9) જે સ્ટફિંગ બનાવ્યું છે એ વચ્ચે મૂકો પછી ઉપર બીજો ભાગ મૂકીને એને સીલ કરો કાંટાની મદદથી આ રીતે ડિઝાઇન કરી દો જેથી સરસ પેક થઇ જાય

10) આને તળવા માટે તેલ ગરમ કરવા માટે મૂકો તેલ ગરમ થાય એટલે બનાવેલા પોકેટ આમાં નાખો અને મીડીયમ ગેસ ઉપર સરસ ગોલ્ડન અને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળો

11) હવે આ સરસ મજાના પનીર ચીલી પોકેટ બનીને તૈયાર છે અત્યારે મેં ટોમેટો કેચપ સાથે સર્વ કર્યા છે

Watch This Recipe on Video