કોરોના વાઇરસનાં સંક્રમણથી બચવા આ ઉકાળો ભૂલ્યા વગર ઘરમાં બધાંને આપો | Immunity Booster Drink | Shreejifood

હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું એક આયુર્વેદિક ઉકાળો જે આપણી રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે ખૂબ જ ઉપયોગી છે આયુર્વેદિક ઉકાળો ઘરમાં નાના-મોટા દરેક વ્યક્તિ પીવાના ઉપયોગમાં લઇ શકે છે ચાલો આને કેવી રીતે બનાવવો એ જોઈએ

તૈયારીનો સમય : 5 મિનિટ

બનાવવાનો સમય : 10 મિનિટ

સર્વિંગ : 5 – 6 વ્યક્તિ

સામગ્રી :

મસાલો બનાવવા માટે :

1 ચમચી જીરું

1 ચમચી અજમો

1 ચમચી વરીયાળી

1 ચમચી તજ

1 ચમચી લવિંગ

1 ચમચી કાળા મરી

1 ચમચી હળદર

ઉકાળો બનાવવા માટે:

8 – 10 ફુદીના ના પાન

8 – 10 તુલસીના પાન

1 ચમચી ગોળ

એક નાનો આદુનો ટુકડો

રીત :

1) સૌથી પહેલા મસાલો બનાવવા માટેની બધી સામગ્રી છે એને ખાંડણીમાં લઈને અધકચરી વાટીને તૈયાર કરી લો કોઈ જ વસ્તુ શેકવાની નથી કાચી જ અધકચરી વાઢવાની છે

2) જયારે આ રીતે વટાઈ જાય પછી એમાં આપણે હળદર ઉમેરીને મિક્સ કરી લઈશું ( હળદર બને ત્યાં સુધી ઘરની ખાંડેલી કે ઓર્ગેનિક હળદર ઉપયોગમાં લેવી જો આ હળદર ના મળે તો જે પણ હળદર તમે વાપરતા હોય એ લઈ શકો

3) હવે એક તપેલીમાં પાણી લઈ ગરમ થવા માટે મુકો પાણીમાં અડધી ચમચી મસાલો નાખો તુલસી , ફુદીનો અને આદુને અધકચરુ વાટીને નાખો

4) આની સાથે જ આપણે ગોળ નાંખીશું અને પાણી ઉકળવા દઈશું પાણી લગભગ અડધું ઉકળે ત્યાં સુધી એને રાખવાનું છે તો હવે પાણી ઉકળીને અડધા કપ જેટલુ થઇ ગયું છે ગેસ બંધ કરી દઈએ

5) આ ઉકાળાને ગાળી લઈશું આ ઉકાળાને ગરમ હોય ત્યારે જ ઉપયોગમાં લેવું જેથી આનું સૌથી સારું રીઝલ્ટ મળે

6) આ ઉકાળો ઘરમાં દરેક વ્યક્તિ બે ચમચી જેટલો પીવાના ઉપયોગમાં લઇ શકે છે 

Watch This Recipe on Video