લોકડાઉનમાં રોજ એક જ નાસ્તો ખાઇને કંટાળી ગયા છો તો ઘરમાં જ રહેલી સામગ્રીમાંથી નવો નાસ્તો | Stuffed Idli

હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું સ્ટફડ ઇડલી આ ટેસ્ટમાં ખુબ જ સરસ લાગે છે અને બનાવવામાં ખૂબ જ ઓછો સમય લાગે છે સાથે જ આને બનાવવા માટે ના તો તમારે દાળ ચોખા પાલાડવાની જરૂર છે કે ના આનો આથો લાવવાની જરૂર છે સાથે જ ઘરમાં રહેલી સામગ્રીમાંથી આ ઈડલી બનીને તૈયાર થઇ જાય છે તો તમે આને બાળકોના લંચ બોક્સ માટે કે સાંજના નાસ્તામાં પણ બનાવીને સર્વ કરી શકો છો તો ચાલો આને કેવી રીતે બનાવવી એ જોઈ લઈએ

તૈયારીનો સમય : 5 – 10 મિનિટ

બનાવવાનો સમય : 15 – 20 મિનિટ

સર્વિંગ : 15 – 17 ઈડલી

સામગ્રી :

2 કપ સોજી

1 કપ દહી

પાણી જરૂર પ્રમાણે

મીઠું સ્વાદ પ્રમાણે

2 ચમચી તેલ

1 ચમચી ઇનો

બટાકાનું સ્ટફિંગ

વઘાર કરવા માટે :

2 – 3 ચમચી તેલ

રાઈ

જીરુ

તલ

લાલ મરચું

સમારેલી કોથમીર

રીત :

1) સૌથી પહેલા એક વાસણમાં સોજી , દહીં અને જરૂર પ્રમાણે પાણી ઉમેરી ને સરસ રીતે મિક્સ કરીને ખીરું બનાવીને તૈયાર કરી લો ખીરું વધારે પાતળું ના થઈ જાય એનું ધ્યાન રાખવાનું હવે એને ઢાંકીને 10 મિનિટ માટે રહેવા દો

2) હવે સોજી પલડે ત્યાં સુધી બટાકા ના સ્ટફિંગ માંથી નાની નાની ટીકી બનાવીને તૈયાર કરી લો ઢોસા માટે જે સ્ટફિંગ તૈયાર કરીએ છીએ એ જ રીતે સ્ટફિંગ બનાવીને અહીંયા તૈયાર કરેલું છે

3) 10 મિનિટ પછી જે સોજી પલાળીને રાખ્યો હતો એને એક વાર મિક્સ કરી લો અને એમાંથી અડધો સોજી એક વાટકામાં લઈ લો તેમાં જરૂર પ્રમાણે એકથી બે ચમચી જેટલું પાણી ઉમેરીને એને મિક્સ કરો આની સાથે જ તેમાં મીઠું 1 ચમચી તેલ અને અડધી ચમચી ઈનો નાખીને એની ઉપર થોડું પાણી નાંખો અને આ બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરી લો

4) હવે ઇડલી બનાવવા માટે આ રીતની ઈડલી ની થાળી કે નાની વાટકી લઈને એમાં તેલ લગાવી દો બનાવેલું ખીરું એક ચમચી જેટલુ આમાં નાખો પછી થોડું એને થપથપાવી દો બનાવેલી સ્ટફિંગ ની ટીક્કી આમાં મુકો અને થોડું દબાવો પછી અને ઉપર ફરીથી ખીરું નાખો જેથી ટીક્કી મૂકી છે એ ઢંકાઈ જાય થોડું થપથપાવી લઈશું

5) ઇડલી બાફવા માટે એક વાસણમાં પાણી ગરમ કરવા માટે મૂકો પાણી ઊકળવાનું શરૂ થાય એટલે થાળી એમાં મૂકો ઢાંકણ ઢાંકીને મીડીયમ ગેસ ઉપર 10 થી 12 મિનીટ માટે અને બફાવા દો, 12 મિનિટ પછી ગેસ ધીમો કરીને ઈડલીને ચેક કરો જો તમારા હાથ ઉપર સહેજ પણ ન ચોંટે તો સમજવું કે ઈડલી બફાઇ ગઇ છે એટલે બહાર લઈ લઈશું અને આ જ રીતે બીજી બનાવવાની છે

6) ઈડલીને 10 મિનિટ માટે ઠંડી થવા દો પછી એને ચમચી કે ચપ્પુની મદદથી થાળીમાંથી બહાર કાઢી લો ઈડલીને તમે આ રીતે કટ કરશો તો આ રીતે આ  ખુબ જ સરસ દેખાય છે

7) હવે આનો વઘાર કરવા માટે તેલ ગરમ કરવા માટે મૂકો તેલ ગરમ થાય એટલે ગેસ ધીમો કરીને રાઈ , જીરું અને તલ નાખો બનાવેલી ઈડલી આમાં મુકો અને મિડિયમ ગેસ ઉપર એને થોડું શેકાવા દો એક બાજુ શેકાઈ જાય પછી એને ફેરવી દો અને બીજી બાજુ પણ એને થોડી શેકી લો થોડું આના ઉપર લાલ મરચું છાંટી દો

8) હવે એક સર્વિંગ પ્લેટમાં લઈશું અને એના ઉપર સમારેલી કોથમીર નાખીશું

9) જો ઈડલી ને તમારે આ રીતે ચાર ભાગમાં કટ કરીને પછી વધારવી હોય તો પણ વધારી શકો છો એ પણ ખુબ જ સરસ લાગે છે

10) હવે આ સરસ મજાની સ્ટફડ ઇડલી બનીને તૈયાર છે 

Watch This Recipe on Video