હેલ્લો ફ્રેન્ડસ આજે આપણે બનાવીશું બજાર જેવા એકદમ ખસ્તા સમોસાબજારમાં જે સમોસા મળે છે એને બનાવવા માટે મેંદાનો ઉપયોગ થતો હોય છે પણ આને આપણે મેંદાને બદલે ઘઉંના લોટનો ઉપયોગ કરીશું જે હેલ્ધી પણ બનશે અને ટેસ્ટ અને ક્રિસ્પીનેસ માં કોઈ જ ફર્ક નહિ પડે તો જણાવેલી ટીપ્સ નું ધ્યાન રાખીને આ સમોસા બનાવશો તો તમારા સમોસા પણ એકદમ સરસ બનશે તો ચાલો આને બનાવાનું શરુ કરીએ
તૈયારીનો સમય : 10 મિનીટ
બનાવાનો સમય : 30 – 40 મિનીટ
સર્વિંગ : 25 – 27 સમોસા
સામગ્રી :
લોટ બાંધવા માટે :
૩ કપ ઘઉંનો લોટ (500 ગ્રામ )
1 ચમચી મીઠું
1/2 ચમચી અજમો
5 – 6 ગરમ તેલ
ગરમ પાણી
સ્ટફિંગ બનાવા માટે :
1 કિલો બાફેલા બટાકા
100 ગ્રામ બાફેલા સુકા લીલા વટાણા
મીઠું સ્વાદ પ્રમાણે
1 ચમચી ધાણાજીરું
1 ચમચી લાલ મરચું
1/2 ચમચી ગરમ મસાલો
1/2 ચમચી ચાટ મસાલો
1/4 ચમચી આમચૂર પાવડર
1/2 ચમચી દળેલી ખાંડ (ઓપ્શનલ )
સમારેલી કોથમીર
તૈયાર કરેલો વઘાર
વઘાર કરવા માટે :
1 ચમચી તેલ
3 સમારેલા લીલા મરચા
8 – 10 મીઠા લીંબડા ના પાન
8 – 10 ફુદીનાના પાન
1/2 ચમચી હળદર
1/4 ચમચી હિંગ
તેલ તળવા માટે
સર્વિંગ માટે :
મીઠી ચટણી
તીખી ચટણી
રીત :
1) સૌથી પહેલા લોટ બાંધવા માટે ની સામગ્રી એક વાસણમાં લઇ લો હવે એમાં જરૂર પ્રમાણે પાણી ઉમેરતા જઈ પરોઠા કરતા સહેજ કઠણ લોટ બાંધી તૈયાર કરો (મોવણ મુઠ્ઠી પડતું નાખવું અને લોટ થોડો કઠણ રાખવો )

2) હવે આ લોટ ને 5 – 7 મિનીટ મસળીને એકદમ સુંવાળો કરી લો હવે એને ઢાંકીને થોડીવાર રહેવા દો

3) વઘાર કરવા માટે તેલ ગરમ કરવા મુકો પછી એમાં રાઈ અને લીલા મરચા નાખી આને ગેસ બંધ કરી નીચે ઉતારી લો હવે આમાં બાકીની વસ્તુ ઉમેરી દો

4) એક વાસણમાં બટાકાને બાફી છોલી માવો કરી તૈયાર કરી લો એમાં વઘાર નાખો અને બાકીની સામગ્રી ઉમેરી સરસ રીતે મિક્ષ કરી દો (જો જૈન છો તો બટાકાના બદલે કાચા કેળા બાફીને લઇ શકો )

5) જે લોટ બાંધીને રાખ્યો હતો એને મસળીને એમાંથી લુઓ બનાવો એમાંથી લંબગોળ રોટલી વણો અને એને વચ્ચે થી કટ કરો

6) એમાંથી એક ભાગ લઈ એક બાજુ પાણી લગાવો હવે આ રીતે એને વાળીને કોન નો શેપ તૈયાર કરો અમ સ્ટફિંગ ભરો અને સહેજ દબાવી દો હવે પાછળ ના ભાગમાં નાની ચપટી વાળો અને બધી કિનારી પર પાણી લગાવો અને એને સરસ રીતે ચોટાડી દો જેથી તળતા ખૂલે નહિ આ રીતે સમોસા બનાવીને તૈયાર કરી લેવા

7) સમોસાને તળવા માટે તેલ ગરમ કરવા મુકો તેલ વધારે ગરમ નથી કરવાનું થોડું ગરમ થાય એટલે સમોસા એમાં નાખી ધીમા ગેસ પર સરસ ગોલ્ડન બ્રાઉન કલરના તળો આ રીતે તળાઈ જાય એટલે બહાર લઇ લો સમોસા ને તળવામાં ઉતાવળ ના કરવી આને તળવામાં ૧૨ – ૧૫ મિનીટ નો સમય લાગ્યો છે

8) આ સમોસા આ રીતે એકદમ સરસ ક્રિસ્પી બને છે આને તમે તીખી મીઠી ચટણીની સાથે સર્વ કરી શકો છો

9) હવે આ સરસ મજાના એકદમ ટેસ્ટી અને ખસ્તા સમોસા બનીને તૈયાર છે
