લોકડાઉનમાં બાળકોને બનાવીને આપો પેકેટફૂડ જેવો નાસ્તો | Masala Spiral | Kurkure | Dry Nasta for Kids

હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું બાળકો માટે એક નાસ્તાની રેસિપી બાળકોને પેકેટ ફૂડ ખાવું ખૂબ જ પસંદ હોય છે અને આજે હું તમને કુરકુરેમાં જે સોલીડ મસ્તી  વાળા પેકેટમાં જે મસાલા સ્પાઇરલ આવે છે એ કેવી રીતે બનાવવા એ શીખવાડવાની છું આ ખૂબ જ ટેસ્ટી બને છે અને આને બનાવીને તમે સ્ટોર પણ કરી શકો છો જેથી બાળકોને સાંજના નાસ્તામાં કે લંચ બોક્ષમાં આપવા માટે આ ખૂબ જ સારું રહેશે અને બહાર કરતા ઘરે બનાવીએ છીએ એટલે હેલ્ધી પણ રહેશે તો ચાલો એને કેવી રીતે બનાવવા એ જોઈ લઈએ

તૈયારીનો સમય : 5 મિનિટ

બનાવવાનો સમય : 10 15 મિનિટ

સર્વિંગ : 1 વાટકો મસાલા સ્પાઇરલ

સામગ્રી :

100 ગ્રામ સ્પાઇરલ પાસ્તા

500 – 700 મિલી પાણી

1/2 ચમચી મીઠું

1/2 ચમચી તેલ

2 ચમચી કોર્ન ફ્લોર

1 ચમચી મેંદો

ચપટી હળદર

મસાલો બનાવવા માટે :

મીઠું સ્વાદ પ્રમાણે

1/4 ચમચી ગરમ મસાલો

1/2 ચમચી કાશ્મીરી લાલ મરચું

1/2 ચમચી ચાટ મસાલો

1/4 ચમચી આમચુર પાવડર

1/4 ચમચી સંચળ

1/2 ચમચી ચીઝ પાવડર

તળવા માટે તેલ

રીત :

1) સૌથી પહેલા એક વાસણમાં પાણી ગરમ કરવા માટે મૂકો પાણી થોડું ગરમ થાય એટલે તેમાં મીઠું અને તેલ નાખીને તેને ઉકળવા દો

2) હવે પાસ્તા એમાં નાંખીશું અને ફાસ્ટ ગેસ પર સાથી આઠ મિનિટ કે પાસ્તા થાહે 80% જેવા બફાય ત્યાં સુધી તેને બાફી લો તમે પાસ્તા ને ચમચીથી તોડો તો એ તૂટી જાય પણ એ વધારે પડતાં બફાવા ન  જોઈએ

3) હવે એને એક કાણાવાળા વાડકામાં કાઢી ને એના પર થોડું ઠંડુ પાણી નાખી થોડા ઠંડા થવા દો

4) પાસ્તા ઠંડા થાય ત્યાં સુધી એક વાટકીમાં કોર્ન ફ્લૉર , મેંદો અને હળદર નાખીને મિક્સ કરી લો

5) પાસ્તા ઠંડા થઈ જાય એટલે કોનફલોરનું  મિશ્રણ થોડું થોડું ઉમેરતા જઈને મિક્સ કરતા જાવ આ રીતે સરસ કોટિંગ થઈ જાય એ પછી ફરીથી એકવાર કાણાવાળા વાડકામાં કાઢી લો જેથી વધારાનો બધો લોટ નીકળી જશે

6) મસાલો બનાવવા માટે બધી સામગ્રી જણાવી છે એને એક વાટકામાં લઈને સરસ રીતે મિક્સ કરી લો તમારી પાસે ચીઝ પાવડર ના હોય તો તમે સ્કીપ કરીને બાકીના મસાલા થી પણ આ રેસિપી બનાવી શકો છો

7) હવે પાસ્તા ને તળવા માટે તેલ ગરમ કરવા માટે મૂકો તેલ ગરમ થાય એટલે પાસ્તા આમાં નાખો અને એને ફાસ્ટ ગેસ પર  ચારથી પાંચ મિનિટ કે એકદમ સરસ ક્રિસ્પી થાય ત્યાં સુધી તળો આ તળાઈ જશે એટલે બધા પાસ્તા ઉપર આવી જશે અને સાથે જ એની સાઇઝ પણ થોડી પાતળી થઈ જશે તો આવા સરસ ક્રિસ્પી પાસ્તા તળાય એટલે આપણે એક વાસણમાં લઈ લઈશું

8) આ થોડા ગરમ હોય ત્યારે જ આપણે બનાવેલો મસાલો એના ઉપર છાંટો અને મિક્સ કરતા જાવ મસાલો તમારે ઓછોવત્તો કરવો હોય તો કરી શકો છો મસાલો સરસ રીતે મિક્સ થઇ જાય પછી આપણે એક વાટકામાં લઈશું

9) હવે આ સરસ મજાના ઘરે બનાવેલા મસાલા સ્પાઇરલ બનીને તૈયાર છે આ ઠંડા થઈ જાય એટલે તેને ડબ્બામાં ભરીને સ્ટોર કરી શકો છો

Watch This Recipe on Video