લોકડાઉનમાં રેસ્ટોરન્ટ જેવા Spring Roll ઘરે બનાવો એક નવી રીતે | Spring Roll | Veg Spring Roll

હેલો ફ્રેન્ડ્સ આપ આજે આપણે બનાવીશું રેસ્ટોરન્ટ જેવા સ્પ્રિંગ રોલ, સ્પ્રિંગ રોલ ઘરમાં દરેક ને ખુબ જ ભાવતા હોય છે અને જો એનું બહારનું પડ પરફેક્ટ બને તો એને ખાવાની ખૂબ જ મજા આવે તો ચાલો સરસ રેસ્ટોરન્ટ જેવા સ્પ્રિંગ રોલ ઘરે કેવી રીતે બનાવવા એ જોઈ લઈએ

તૈયારીનો સમય : 15 મિનિટ

બનાવવાનો સમય : 30 મિનિટ

સર્વિંગ : 3 – 4 વ્યક્તિ

સામગ્રી :

200 ગ્રામ લાંબી પાતળી સમારેલી કોબીજ

100 ગ્રામ ગાજર

100 ગ્રામ કેપ્સીકમ

3 સમારેલા લીલા મરચા

1 ચમચી તેલ

1/2 ચમચી કાળા મરીનો પાવડર

1 ચમચી રેડ ચીલીસોસ

1 ચમચી સોયા સોસ

ખીરું બનાવવા માટે :

1 કપ મેંદો

1/4  ચમચી ખાવાનો સોડા

1/2 ચમચી મીઠું

પાણી જરૂર પ્રમાણે

મેંદા ની પેસ્ટ બનાવવા માટે :

2 – 3 ચમચી મેંદો

પાણી જરૂર પ્રમાણે

તેલ તળવા માટે

રીત :

1) સૌથી પહેલા સ્ટફિંગ બનાવવા માટે એક કડાઈમાં તેલ ગરમ કરવા માટે મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં સમારેલા શાકભાજી ઉમેરીને ફાસ્ટ ગેસ ઉપર એને થોડા સાંતળી લો.ત્યાર બાદ તેમાં મરી પાઉડર અને સોસ નાખો અત્યારે આમાં મીઠું નથી નાખવાનુ અને શાકભાજીને વધારે ચડવા દેવા નથી બધું સરસ રીતે મિક્સ થઈ જાય એટલે ગેસ બંધ કરીને ઠંડુ થવા દો 

2) સ્ટફિંગ ઠંડું થઈ જાય એટલે એમાં મીઠું અને વિનેગર નાખો અને સરસ રીતે મિક્સ કરી લો

3) હવે ખીરું બનાવવા માટેની બધી સામગ્રી એક વાટકામાં મિક્સ કરીને તેમાં જરૂર પ્રમાણે પાણી ઉમેરતા જઈ ને એનું ઢોસા જેવું ખીરું બનાવીને તૈયાર કરો અને એને ઢાંકીને 10 મિનિટ માટે રહેવા દો 10 મિનિટ પછી જો તમને ખીરું જાડું લાગે તો એકાદ ચમચી જેટલું પાણી ઉમેરીને સરસ રીતે મિક્સ કરી લો

4) હવે આમાંથી નાના પાતળા પુડલા તૈયાર કરવાના છે તો એક નોન સ્ટીક તવી ગરમ કરવા માટે મૂકો એ ગરમ થાય એટલે બનાવેલું ખીરું એક ચમચાની મદદથી એકદમ પાતળું તેના ઉપર પાથરો અને એને મીડીયમ ગેસ ઉપર દસ થી બાર સેકન્ડ માટે શેકી લો આને વધારે પડતું શેકવાનું નથી એ વાતનું ધ્યાન રાખવું અને આ રીતે બધા બનાવતા જઈને ઉપરાઉપરી મૂકીને તૈયાર કરો બધા બની જાય એ પછી અને કપડાં લઈને ઢાંકીને રાખો જેથી એ સુકાઈ ના જાય

5) મેદાની પેસ્ટ બનાવવા માટે મેંદો અને પાણી મિક્સ કરીને એકદમ સરસ એની પેસ્ટ બનાવીને તૈયાર કરી લો

6) સ્પ્રિંગ રોલ વાળવા માટે બનાવેલો એક મેદાનો પુડલો લઇ એમાં બેથી ત્રણ ચમચી જેટલું સ્ટફિંગ મૂકો અને એને આ રીતે વાળતા જાવ એકદમ ટાઇટ રોલ વાળવાનો છે આ રીતે વાળો એ પછી એની કિનારી ઉપર મેદાની પેસ્ટ લગાવો બંને બાજુના ભાગ આ રીતે વાળી દો અને હવે એને સરસ રીતે ફોલ્ડ કરતા જાવ જરૂર લાગે તો છેલ્લે કિનારી ઉપર પણ થોડી પેસ્ટ લગાવી શકો છો તો આજ રીતે બધાજ સ્પ્રીંગ રોલ વાળીને તૈયાર કરવા

7) આને તળવા માટે તેલ ગરમ કરવા માટે મુકીશું તો તેલ ગરમ થાય એટલે સ્પ્રીંગ રોલમાં નાખીને મીડીયમ ગેસ ઉપર એને સરસ ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લઈશું આને તળતી વખતે તેલના ટેમ્પરેચર નું અને ગેસની ફ્લેમનું ખાસ ધ્યાન રાખવું સ્પ્રિંગ રોલ સરસ આવા ક્રિસ્પી અને ગોલ્ડન બ્રાઉન થાય એટલે આપણે એને બહાર કાઢીને એક પેપર નેપકીન ઉપર લઇ લઇશું

8) જે સ્પ્રીંગ રોલ બનાવ્યા એને કટ કરીએ તો આ આવા સરસ ટેસ્ટી અને ક્રિસ્પી બને છે આને સર્વિંગ પ્લેટમાં લઇ લઈએ

9) હવે આ સરસ મજાના એકદમ ટેસ્ટી અને ક્રિસ્પી સ્પ્રિંગ રોલ બનીને તૈયાર છે જેને ટોમેટો કેચપ અને સેઝવાન સોસ સાથે સર્વ કર્યા છે

Watch This Recipe on Video