હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું પાપડનું શાક આ શાક ખુબ જ સરસ લાગતું હોય છે અને જ્યારે ઘરમાં લીલા શાકભાજી ના હોય કે બાળકોને કોઈ શાક ના ભાવે ત્યારે તમે આવું શાક આસાનીથી બનાવીને આપી શકો છો કેમ કે ઘરમાં રહેલી સામગ્રીથી જ આ શાક બનીને તૈયાર થઇ જાય છે અને બનાવામાં ફક્ત ૫ મિનિટનો સમય લાગે છે જેને તમે રોટલી કે પરોઠા સાથે સર્વ કરી શકો છો તો ચાલો આવું સરસ ટેસ્ટી પાપડનું શાક કેવી રીતે બનાવવુ એ જોઈ લઈએ
તૈયારીનો સમય : 5 મિનિટ
બનાવવાનો સમય : 5 મિનિટ
સર્વિંગ : 2 વ્યક્તિ
સામગ્રી :
5 નાની સાઈઝના અડદના પાપડ
2 છીણેલા ટામેટા
2 ચમચી તેલ
1 સમારેલું લીલું મરચું
1 સૂકું લાલ મરચું
1/2 ચમચી રાઈ
ચપટી જીરું
થોડી હિંગ
1 ચમચી ધાણાજીરૂ
1 ચમચી લાલ મરચું
1/2 ચમચી હળદર
મીઠું સ્વાદ પ્રમાણે
સમારેલી કોથમીર
પાણી જરૂર પ્રમાણે
રીત :
1) સૌથી પહેલા આપણે જે પાપડ લીધા છે એમાંથી ચાર પાપડ ને તવી ઉપર અધકચરા શેકીને તૈયાર કરી લો અને એક પાપડ ને ડાયરેક્ટ ગેસ ઉપર આપણે શેકી લઈશું

2) હવે એક કડાઈમાં તેલ ગરમ કરવા માટે મૂકો તેલ ગરમ થાય એટલે એમાં રાઈ , જીરુ , સમારેલા લીલા મરચાં , હળદર અને હિંગ નાખો ત્યારબાદ તેમાં ટામેટા નાખી ને સરસ રીતે સાંતળી લો

3) હવે આમાં બધા મસાલા કરીશું અને મિડિયમ ગેસ ઉપર એને બે થી ત્રણ મિનિટ ચડવા દઈશું ૨ થી ૩ મિનિટ પછી મસાલા અને ટામેટા સરસ રીતે ચડી જશે એટલે આ રીતે તેલ છૂટું પડવા લાગશે

4) તેલ છૂટું પડે પછી આમાં પાણી નાખો અને હવે ગેસ ફાસ્ટ કરીને આ પાણી ઊકળવા દો પાણી ઉકળે ત્યાં સુધીમાં જે આપણે અધકચરા શેકીને રાખ્યા છે એના આપણે થોડા ટુકડા કરી લઈશું વધારે ઝીણા ટુકડા નથી કરવાના

5) હવે આ પાણી ઊકળવાનું શરુ થાય એટલે પાપડના ટુકડા આમાં નાખીશું અને એને ફાસ્ટ ગેસ ઉપર બે મિનિટ માટે ઉકાળી લો પછી એમાં સમારેલી કોથમીર નાખો આ શાકને વધારે ચડવા દેવાનું નથી શાકમાં થોડું તેલ ઉપર આવતું દેખાય એટલે ગેસ બંધ કરીને એને વાટકામાં લઈશું

6) હવે આ શાક ની ઉપર જે પાપડ આપણે શેકીને રાખ્યો છે એનો હાથથી ભૂકો કરીને ઉમેરો અને થોડી સમારેલી કોથમીર નાખીશું હવે આ સરસ મજાનું અને એકદમ ફટાફટ બનતું પાપડનું શાક બનીને તૈયાર છે આને ગરમાગરમ સર્વ કરો
