હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું ચીઝ વગરનો પીઝા , આ પીઝા ખૂબ જ યમ્મી હોય છે અને જો તમારી પાસે ઓવન નથી તો પણ ચિંતા કરવાની જરૂર નથી કેમકે આજે આપણે આ પીઝા ગેસ ઉપર કડાઈમાં બેક કરીને બનાવીશું તો ચાલો ચીઝ કે ઓવન વગર ઘરે પીઝા કેવી રીતે બનાવવો એ જોઈ લઈએ
તૈયારીનો સમય : 10 મિનિટ
બનાવવાનો સમય : 30 – 35 મિનીટ
સર્વિંગ : 1 પીઝા
સામગ્રી :
પીઝા બેઝ બનાવવા માટે :
1 કપ મેંદો
1/2 ચમચી બેકિંગ પાઉડર
2 ચપટી ખાવાનો સોડા
મીઠું સ્વાદ પ્રમાણે
2 ચમચી તેલ
3 ચમચી દહીં
પાણી જરૂર પ્રમાણે
વ્હાઈટ સોસ બનાવવા માટે :
1 ચમચી બટર
1 ચમચી મેંદો
1/2 કપ દૂધ
1/4 ચમચી ખાંડ
2 ચમચી છીણેલુ પનીર
પીઝા બનાવવા માટે :
બનાવેલો પીઝા બેઝ
પીઝા સોસ સમારેલા
શાકભાજી
ચીલી ફ્લેક્સ
રીત :
1) સૌથી પહેલા પીઝા બેઝ તૈયાર કરીશું તો લોટ બાંધવા માટેની બધી સામગ્રી એક વાસણમાં લઈ મિક્સ કરો પછી એમાં જરૂર પ્રમાણે પાણી ઉમેરતા જઈ પરોઠા જેવો લોટ બાંધી લો હવે એને ઢાંકીને થોડીવાર રહેવા દો

2) હવે સોસ બનાવવા માટે એક કડાઈમાં બટર ગરમ કરો તેમાં મેંદો નાખી ને શેકી લો પછી એમાં દૂધ ઉમેરતા જઈ સરસ રીતે મિક્સ કરી લો થોડું ઘટ્ટ થવા આવે એટલે તેમાં મીઠું અને ખાંડ નાખીને હલાવતા જાવ છેલ્લે આમાં છીણેલું પનીર ઉમેરી ને સરસ રીતે મિક્સ કરી લો અને ગેસ બંધ કરીને એને રૂમ ટેમ્પરેચર પર આવે ત્યાં સુધી હલાવતા જાવ

3) હવે જે લોટ બાંધીને તૈયાર રાખ્યો હતો એમાંથી એક લૂઓ બનાવી ને હાથથી થેપીને કે વણીને પીઝા બેઝ તૈયાર કરો પછી એક એલ્યુમિનીયમની થાળીમાં થોડું બટર લગાવીને બનાવેલો બેઝ એમાં લઈ લો કાંટાની મદદથી એના ઉપર નિશાન કરો

4) એક કડાઈમાં મીઠુ ઉમેરીને ધીમા ગેસ ઉપર એને દસ મિનિટ માટે ગરમ કરો પછી બનાવેલા પીઝા બેઝ ને એમાં મૂકીને 5 મિનીટ ધીમા ગેસ પર બેક કરો પીઝા બેક થઈ જાય પછી તેને બહાર લઈ લો અને થોડું ઠંડુ થવા દો પછી

5) એના ઉપર પીઝા સોસ , બનાવેલો વ્હાઈટ સોસ, શાકભાજી અને થોડા ચીલી ફ્લેક્સ ઉમેરો અહીં મેં કોબીજ , કેપ્સિકમ , ટામેટા અને સ્વીટકોર્ન નો ઉપયોગ કર્યો છે જે લોકો ડુંગળી ખાતા હોય એ ડુંગળી પણ આમાં ઉમેરી શકે છે

6) હવે આ બનાવેલા પીઝા ને કડાઈમાં ધીમા ગેસ પર ૨૫ થી ૩૦ મિનીટ માટે બેક કરો પીઝા બેક થઈ જાય એટલે બહાર લઈને કરીશું અને કત કરીને એના ઉપર પીઝા સીઝનીંગ નાખીશું

7) હવે આ સરસ મજાનો બનાવેલો ચીજ વગર નો પીઝા બનીને તૈયાર છે
