ઇંડા વગરની મેંગો કેક | Eggless Mango cake | Thanks for 1 Million Subscribers | Shreejifood

હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું ઈંડા વગરની મેંગો કેક આ કેક ખુબ જ ટેસ્ટી અને યમ્મી હોય છે તો જે લોકોને કેરી ખાવી ખૂબ જ પસંદ છે એ લોકો માટે આ ખુબ જ ઉપયોગી રેસીપી છે સાથે જ તમે આને બનાવીને ફ્રીજમાં ત્રણ થી ચાર દિવસ સુધી સ્ટોર કરી શકો છો તો ચાલો સરસ મજાની યમ્મી મેંગો કે ઘરે કેવી રીતે બનાવી એ જોઈ લઇએ

તૈયારીનો સમય : 10 મિનિટ

બનાવવાનો સમય : 40 મિનીટ

સર્વિંગ : 700 ગ્રામ કેક

સામગ્રી :

કેકનો બેઝ બનાવવા માટે :

1.5 કપ મેંદો

1 મિલ્ક પાવડર

1 કપ દળેલી ખાંડ

1/2 કપ બટર

3/4 કપ દૂધ

1 ચમચી બેકિંગ પાઉડર

1/2 ચમચી બેકિંગ સોડા

1 ચમચી વેનિલા એસેન્સ

કેક બનાવા માટે :

બનાવેલો કેક સ્પોન્જ

સુગર સીરપ

મેંગો ક્રશ

હાફૂસ કેરી

મેંગો ટ્રફલ

વ્હીપ ક્રીમ

રીત :

1) સૌથી પહેલા એક વાટકામાં મેંદો , બેકિંગ પાઉડર , સોડા અને મિલ્ક પાવડર ને ભેગું કરી ૨ થી ૩ વાર ચાળી લો

2) બીજા એક વાટકામાં બટર અને ખાંડ મિક્સ કરો આને સરસ રીતે ફેટો આનો સફેદ કલર થાય ત્યાં સુધી એને ફેટતા રહેવું

3) હવે જે દૂધ  લીધું છે તેમાંથી અડધું દૂધ આમાં નાખો અને થોડું મિક્સ કરો મેંદાનું મિશ્રણ ચાળીને તૈયાર કર્યું છે એમાંથી પહેલા અડધું આમાં નાખીશું અને મિક્સ કરીશું મિક્સ થઇ જાય પછી બાકીનું મિશ્રણ ઉમેરી દો અને જરૂર પ્રમાણે દૂધ ઉમેરતા જઈને એનું ખીરુ બનાવીને તૈયાર કરો છેલ્લે વેનીલા એસેન્સ નાખી મિક્સ કરી લો અત્યારે આ ખીરામાંથી એક મોટો અને એક નાનો બેઝ બનાવાનોછે એટલે વેનિલા એસેન્સ નાખ્યું છે તમારે ફક્ત મેંગો કેક બનાવાની હોય તો મેંગો એસેન્સ નાખવું

4) હવે એક કેક ટીન લઇ એમાં થોડું તેલ કે બટર લગાવી દો અને એમાં બટર પેપર લગાવો પછી ખીરું એમાં નાખી ટીનને અડધાથી થોડું વધારે ભરો  બાકીનું ખીરું નાના ડબ્બામાં કે નાના ટીનમાં લઈ બેક કરવા માટે મુકો આને 180 ડિગ્રી ઉપર પ્રિ હીટ કરેલા ઓવનમાં 30 – 35 મિનિટ માટે બેક કરવી દરેક ઓપન નું ટેમ્પરેચર અલગ અલગ હોય એટલે 25 થી 30 મિનિટ પછી કેકને ચેક કરવી જેથી એ ચોંટે નહિ કેક જો તમારે ગેસ ઉપર બેક કરવી હોય તો કડાઈમાં નીચે રેતી કે મીઠું પાથરીને એને 10 ગરમ કરો પછી એમાં કેક મૂકીને ૪૦ થી ૪૫ મિનીટ માટે બેક કરો

5) કેક બેક થઈ જાય પછી એને એક કલાક માટે ઠંડી થવા દો કેક સરસ રીતે ઠંડી થઈ જાય એ પછી પહેલા એને કિનારી થી અલગ કરો અને ટીન ને ઊંધું કરી થોડું થપથપાવો એટલે કેક આસાની થી નીકળી જશે હવે એની ઉપરથી બટર પેપર હટાવી દઈશું અને કેકને ત્રણ ભાગમાં આપણે કટ કરીશું તમારે બે ભાગમાં કટ કરવી હોય તો પણ કરી શકો છો અત્યારે મે જે કેક બનાવી એનો ઉપરનો ભાગ પર કડક થયેલો નથી તમે જે કેક બનાવી હોય એનો ઉપરનો ભાગ કડક થઇ ગયો હોય તો એટલો ભાગ તમારે હટાવી દેવો

6) હવે કેક નો એક ભાગ લઈ એના ઉપર સુગર સીરપ નાખો એના ઉપર ક્રીમ પાથરીશુ ક્રીમ ની કોન્ટીટી તમારી પસંદ પ્રમાણે ઓછીવત્તી કરી શકો છો એના ઉપર થોડું મેંગો ક્રશ નાખીશું અને સમારેલી કેરી ઉપર નાખીશું મે હાફૂસ કેરીનો ઉપયોગ કર્યો છે તમને જે કેરીનો ટેસ્ટ પસંદ હોય તે લઈ શકો છો પણ હાફૂસ નો ટેસ્ટ વધારે સારો લાગે છે

7) હવે આના ઉપર બીજો લેયર લઈશુ અને ફરીથી એ જ પ્રોસેસ રીપીટ કરવાની છે ત્રીજુ લેયર એના ઉપર મૂકી દઈએ કે પછીથી તેને ક્રીમ થી સરસ રીતે કવર કરી દેવી વધારાનું જે ક્રીમ હોય એને આપણે પેલેટ નાઈફ ની મદદથી કે જાડા પ્લાસ્ટિક ની મદદથી હટાવી દઈશુ અને તેને સરસ રીતે લેવલમાં કરી દઈશુ

8) એની કિનારી ઉપર મેંગો ટ્રફલ નાખીશું મેંગો ટ્રફલ બનાવવા માટે મેંગો ક્રશ માં થોડું ક્રીમ નાખી એક મિનિટ માટે ગરમ કરી લો વ્હીપ ક્રીમ ની મદદથી નાના સ્ટાર બનાવીશું ડેકોરેશન તમારી પસંદ પ્રમાણે કરી શકો છો હવે એના ઉપર મેં કેરીથી વન અને એમ લખ્યું છે અને થોડી કલર સુગર એના ઉપર નાખી છે અત્યારે મે આ કેક મારી યુટ્યુબ ચેનલ પર વન મિલિયન સબસ્ક્રાઈબર પુરા થવાની ખુશીમાં આ બનાવી છે એટલે મેં આ લખ્યું છે તમે હેપી બર્થ ડે કે હેપી એનિવર્સરી પણ લખી શકો છો

9) કેકને બની ગયા પછી ફ્રિજમાં ત્રણ થી ચાર કલાક માટે ઠંડી થવા માટે મૂકો અને પછી એને ખાવાના ઉપયોગમાં લો તો કેક ૪ કલાક પછી એકદમ સરસ રીતે ઠંડી થઈ ગઈ છે એને કટ કરીએ તો આ એકદમ સરસ બની છે  આ કેક ખાવા માટે એકદમ સરસ ટેસ્ટી અને પોચી બને છે

10) હવે આપણી ઈંડા વગરની મેંગો કેક બનીને તૈયાર છે

Watch This Recipe on Video