હવે બ્રેડ – પાવ કે પીઝા બનાવા માકેઁઁટ જેવી યીસ્ટ ઘરે જ બનાવો | Homemade Yeast | Shreejifood

હેલો ફ્રેન્ડ્સ આજે આપણે જોઇશું કે ઘરે ફ્રેશ યીસ્ટ કઈ રીતે તૈયાર કરવી યીસ્ટ એક એવી વસ્તુ છે જે આથો લાવવામાં મદદ કરે માર્કેટમાં ત્રણ પ્રકારની યીસ્ટ મળતી હોય છે ફ્રેશ , ઇન્સ્ટન્ટ અને ડ્રાય આજે આપણે ફ્રેશ યીસ્ટ કેવી રીતે બનાવી એ જોઈ છે આનો ઉપયોગ કરીને તમે ઘરે દરેક જાતની બ્રેડ , પીઝા બેઝ , પાવ , ભટુરા  નાન દરેક વસ્તુ બનાવી શકો છો અને આની સાથે જ જો તમારે આને ઇડલી કે ઢોસાના ખીરામાં ઝડપથી આથો લાવવા ઉપયોગમાં લેવું હોય તો પણ લઈ શકો છો તો ચાલો આને કેવી રીતે બનાવવી એ જોઈ લઈએ

તૈયારીનો સમય : 5 મિનિટ

બનવાનો સમય : 12 થી 14 કલાક

સામગ્રી :

2 ચમચી ગરમ પાણી

2 ચમચી ખાંડ

1 ચમચી મધ

1/2 કપ + 2 ચમચી મેંદો

1/4 કપ દહીં (થોડું ખાટુ અને રૂમ ટેમ્પરેચરનું)

રીત :

1) સૌથી પહેલા પાણી ને થોડું ગરમ કરી લેવું પછી તેમાં ખાંડ નાખીને હલાવો અને પાણી થોડું ઠંડું થાય અને ખાંડ ઓગળી જાય એટલે તેમાં મધ નાખીને મિક્સ કરી લો (જો તમે મધ ના ખાતા હો તો આને બદલે મેપલ સીરપ નો ઉપયોગ કરી શકો છો

2) હવે એક કાચના કે સ્ટીલ ના વાસણમાં મેંદો અને દહીં મિક્સ કરો આની સાથે જે પાણી તૈયાર કરીને રાખ્યું છે એ થોડુ થોડુ ઉમેરતા જાવ અને મિક્સ કરતા જાવ

3) મેંદો મિક્સ થઇ જાય પછી એમાં ફરીથી બે ચમચી જેટલો મેંદો ઉમેરીને બાકીનું વધેલુ પાણી ઉમેરીને મિક્સ કરી લો આનું ખીરું થોડું ઘટ્ટ રાખવાનું છે તેમાં ગઠ્ઠા ન પડે એનું ધ્યાન રાખવાનું

4) આ રીતે સરસ ખીરું બનીને તૈયાર થઇ જાય પછી એના ઉપર ફીટ ઢાંકણ ઢાંકીને એને ગરમ જગ્યાએ કે બંધ માઈક્રોવેવમાં 12 થી 14 કલાક માટે મુકી રાખો (યીસ્ટ કેટલા કલાકમાં બનીને તૈયાર થશે એ વાતાવરણ ઉપર પણ રહેલું હોય છે જો શિયાળામાં તમે યીસ્ટ બનાવતા હો તો એને 17 – 18 કલાક નો સમય પણ લાગે છે અને તમે જ્યાં રહેતા હોય તો ઠંડી વધારે હોય તો 24 કલાકનો સમય પણ લાગે છે)

5) 12 કલાક પછી તમે જોશો તો યીસ્ટ આ રીતે બનીને તૈયાર થઇ જશે આ પરફેક્ટ બની છે કે નહિ એ ચેક કરવા માટે તમને આની ઉપર નાના નાના દાણા દેખાશે અને આ મિશ્રણ થોડું ફૂલેલું લાગશે

6) આ રીતે બનીને તૈયાર થાય ત્યારે સમજવું કે યીસ્ટ ઉપયોગમાં લેવા માટે તૈયાર છે જો આ રીતનું તેક્ષ્ચર ના હોય તેને થોડો વધારે સમય રાખવો બની ગયેલી યીસ્ટ ને તમે ફ્રીજમાં બે થી ત્રણ દિવસ સુધી સ્ટોર કરી શકો છો અને જ્યારે પણ ઉપયોગમાં લેવી હોય ત્યારે એને બહાર કાઢીને રૂમ ટેમ્પરેચર પર આવે પછી ઉપયોગમાં લેવી બનાવેલ યીસ્ટ તમે 300 ગ્રામ મેંદા માં ઉપયોગમાં લઈ શકો જે રીતે ફ્રેશ યીસ્ટ નો ઉપયોગ કરીએ છીએ એ જ રીતે આનો ઉપયોગ કરવો અને સાથે બાકીના જે બીજી સામગ્રી ઉમેરતા હોઈએ એ જ રીતે તમે આનો ઉપયોગ કરીને બ્રેડ પાઉં કે જે પણ વસ્તુ તમારે બનાવી છે બનાવી શકો છો હવે આ ઘરની બનાવેલી યીસ્ટ બનીને તૈયાર છે 

Watch This Recipe on Video