હેલો ફ્રેન્ડ્સ આજે આપણે ઘરે પાવ કેવી રીતે બનાવવા એ જોઇશું પાઉં બનાવવા માટે જનરલી યીસ્ટ નો ઉપયોગ થતો હોય છે અને જે લોકો યીસ્ટ ના ખાતા હોય એ બેકિંગ પાઉડર , સોડા કે પછી ઈનો નો ઉપયોગ કરીને પણ પાવ બનાવતા હોય છે પણ આજે હું તમને ઘરે જ યીસ્ટ બનાવીને એમાંથી પાવ કેવી રીતે બનાવવા એ શીખવાડવાની છુ તો જે લોકો બહાર ના પાવ નથી ખાતા કે જ્યાં યીસ્ટ નથી મળતી એ લોકો માટે આ ખુબ જ ઉપયોગી રેસીપી છે તો ચાલો અને કેવી રીતે બનાવવા એ જોઈ લઈએ
તૈયારીનો સમય : 10 મિનિટ
પાવ બનવાનો સમય : 20થી 25 મિનિટ
સર્વિંગ : 4 – 6 પાવ
ઈસ્ટ બનાવવા માટે :
સામગ્રી :
2 ચમચી ગરમ પાણી
2 ચમચી ખાંડ
1 ચમચી મધ
1/2 કપ + 2 ચમચી મેંદો
1/4 કપ દહીં (થોડું ખાટુ અને રૂમ ટેમ્પરેચરનું)
પાવ બનાવવા માટે :
2 કપ મેંદો (આશરે 200 ગ્રામ જેટલો)
1/2 કપ ઘર ની બનાવેલી ગીત
1/2 ચમચી મીઠું
2 ચમચી તેલ
નવશેકું ગરમ પાણી જરૂર પ્રમાણે
દૂધ
રીત :
1) સૌથી પહેલા પાણી ને થોડું ગરમ કરી લેવું પછી તેમાં ખાંડ નાખીને હલાવો અને પાણી થોડું ઠંડું થાય અને ખાંડ ઓગળી જાય એટલે તેમાં મધ નાખીને મિક્સ કરી લો (જો તમે મધ ના ખાતા હો તો આને બદલે મેપલ સીરપ નો ઉપયોગ કરી શકો છો

2) હવે એક કાચના કે સ્ટીલ ના વાસણમાં મેંદો અને દહીં મિક્સ કરો આની સાથે જે પાણી તૈયાર કરીને રાખ્યું છે એ થોડુ થોડુ ઉમેરતા જાવ અને મિક્સ કરતા જાવ

3) મેંદો મિક્સ થઇ જાય પછી એમાં ફરીથી બે ચમચી જેટલો મેંદો ઉમેરીને બાકીનું વધેલુ પાણી ઉમેરીને મિક્સ કરી લો આનું ખીરું થોડું ઘટ્ટ રાખવાનું છે તેમાં ગઠ્ઠા ન પડે એનું ધ્યાન રાખવાનું

4) આ રીતે સરસ ખીરું બનીને તૈયાર થઇ જાય પછી એના ઉપર ફીટ ઢાંકણ ઢાંકીને એને ગરમ જગ્યાએ કે બંધ માઈક્રોવેવમાં 12 થી 14 કલાક માટે મુકી રાખો (યીસ્ટ કેટલા કલાકમાં બનીને તૈયાર થશે એ વાતાવરણ ઉપર પણ રહેલું હોય છે જો શિયાળામાં તમે યીસ્ટ બનાવતા હો તો એને 17 – 18 કલાક નો સમય પણ લાગે છે અને તમે જ્યાં રહેતા હોય તો ઠંડી વધારે હોય તો 24 કલાકનો સમય પણ લાગે છે)

5) 12 કલાક પછી તમે જોશો તો યીસ્ટ આ રીતે બનીને તૈયાર થઇ જશે આ પરફેક્ટ બની છે કે નહિ એ ચેક કરવા માટે તમને આની ઉપર નાના નાના દાણા દેખાશે અને આ મિશ્રણ થોડું ફૂલેલું લાગશે

6) આ રીતે બનીને તૈયાર થાય ત્યારે સમજવું કે યીસ્ટ ઉપયોગમાં લેવા માટે તૈયાર છે જો આ રીતનું તેક્ષ્ચર ના હોય તેને થોડો વધારે સમય રાખવો બની ગયેલી યીસ્ટ ને તમે ફ્રીજમાં બે થી ત્રણ દિવસ સુધી સ્ટોર કરી શકો છો અને જ્યારે પણ ઉપયોગમાં લેવી હોય ત્યારે એને બહાર કાઢીને રૂમ ટેમ્પરેચર પર આવે પછી ઉપયોગમાં લેવી

7) એક વાસણમાં મેંદાને ચાળીને તૈયાર કરી લો તમારે જો મેંદાના બદલે ઘઉંનો લોટ ઉપયોગમાં લેવો હોય તો પણ લઇ શકો છો અને મેંદાની ચારણીથી એને બે વાર ચાળીને પછી ઉપયોગમાં લેવો હવે જે ઘરની બનાવેલી યીસ્ટ છે એમાંથી અડધો કપ યીસ્ટ આમાં નાખીશું આની સાથે જ બાકીની સામગ્રી ઉમેરીને મિક્સ કરી લો પછી એમાં જરૂર પ્રમાણે પાણી ઉમેરતા જાવ અને આનો ઢીલો લોટ બાંધી ને તૈયાર કરી લો

8) લોટ આ રીતે બંધાઈ થઈ જાય પછી એને કિચન પ્લેટફોર્મ પર લઈ લો કિચન પ્લેટફોર્મ સાફ કરીને એના ઉપર પહેલા થોડું તેલ લગાવી દેવો પછી લોટને આ રીતે લાંબો કરી ખેંચો અને ભેગો કરતા જાવ આ રીતે એને સાથે 8 – 10 મિનિટ સુધી મસળો આ પ્રોસેસ ખૂબ જ ઈમ્પોર્ટન્ટ છે એટલે એને પરફેક્ટ ફોલો કરવી ખૂબ જ જરૂરી છે તો જ પાવ નું સરસ રીઝલ્ટ મળે શરૂઆતમાં જ્યારે તમે લોટને મસળશો ત્યારે હાથમાં ચોંટે પણ જેમ જેમ તમે જેમ એને મસળતા જશો એમ એ સુંવાળુ થઇ જશે

9) લોટ આ રીતે સરસ મસળાઈને તૈયાર થાય પછી એક વાસણમાં લઈ લો વાસણમાં થોડું તેલ લગાવી દો અને પછી લોટનો આ રીતનો ગોળો બનાવીને એમાં લઈને એને ઢાંકીને બે કલાક માટે રહેવા દો બે કલાક પછી લોટને બહાર લઈને ફરીથી થોડો મસળો

10) લોટ મસળાઈ જાય એ પછી એને ચાર કે છ ભાગમાં કટ કરી લો હવે પાઉં બનાવવા માટે એક ભાગ લો અને આ લુવાને પાછળની બાજુ વાળતા જઈ સરસ આવો ગોળો બનાવીને તૈયાર કરો આ રીતે બધા બનાવી લેવા ચારે ચાર પાવને હાથ થી થોડા દબાવી દો અને ફરીથી અને ઢાંકીને બે કલાક માટે રાખવાના છે કે પાઉં થોડા સાઇઝમાં ફૂલીને ડબલ થાય ત્યાં સુધી અને રાખવા અને આ સમયે આના ઉપર થોડું ભીનું કરેલું કપડું ઢાંકીને એને કોઈ ગરમ જગ્યાએ મૂકી દો

11) બે કલાક પછી તમે જોશો તો આ રીતે પાવ ફૂલી ગયા હશે આ રીતે ના ફૂલ્યા હોય તો થોડો વધારે સમય તમે રાખી શકો છો આને બેક કરતાં પહેલાં એના ઉપર થોડું દૂધ લગાવી દો દૂધ રૂમ ટેમ્પરેચર નું હોવું જોઈએ હવે આને તમે ગેસ ઉપર કડાઈમાં બેક કરવા માંગો છો તો કડાઈમાં આ રીતે મીઠું પાથરીને એને પહેલા ધીમા ગેસ ઉપર દસ મિનિટ માટે ગરમ કરી લો અને પછી પાવ એમાં મૂકીને એને મીડીયમ ગેસ ઉપર 20 થી 25 મિનિટ માટે બેક કરો અને જો તમારા એને ઓવનમાં બેક કરવા હોય તો ઓવનને 220 ડિગ્રી ઉપર પ્રિહીટ કરી પાવ ને ૨૦થી ૨૨ મિનિટ માટે બેક કરવા

12) પાવ બેક થઇ જાય એ પછી ગરમ હોય ત્યારે જ એના ઉપર તેલ કે બટર લગાવી દો જેથી તેનો ઉપરનો ભાગ સરસ થઈ જશે અને શાઇનિંગ પણ આવી જશે હવે આના ઉપર થોડું ભીનું કપડું ઢાંકીને 10 થી 15 મિનિટ માટે રહેવા દો પછી પાવને પહેલા ચપ્પાની મદદથી કિનારીથી અલગ કરો અને પછી બહાર કાઢીને એને કોઈ પ્લાસ્ટિકની થેલીમાં કે કલિંગ રેપ માં લપેટીને એક કલાક માટે રહેવા દો જેથી પાવ સરસ પોચા થઇ જશે

13) એક કલાક પછી એને પ્લાસ્ટિક માંથી કાઢી લો તો આ રીતે સરસ એકદમ સોફ્ટ અને સ્પોનજી બનીને તૈયાર થઇ જશે

14) હવે આ સરસ મજાના ઘરે બનાવેલા પાઉં બનીને તૈયાર છે અને તમે બે દિવસ સુધી ખાવાના ઉપયોગમાં લઇ શકો છો
