એક જ લોટમાંથી ૩ પ્રકારની સેવ આસાનીથી બનાવો | Sev Recipe | Besan Sev | Sev Banavani Rit | Shreejifood

હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું ફરસાણ ની દુકાને મળે એવી બેસન ની સેવ આજે હું તમને એક જ લોટ માંથી ત્રણ રીતે સેવ કેવી રીતે બનાવવી તે શીખવાડવાની છો જેનાથી તમે આસાનીથી સેવ બનાવીને સ્ટોર કરી શકો છો તો ચાલો આને કેવી રીતે બનાવવી એ જોઈ લઈએ

તૈયારીનો સમય : 10 મિનિટ

બનાવવા નો સમય  : 10 – 15 મિનિટ

સામગ્રી :

1/4 કપ તેલ

1/2 કપ પાણી

1/2 ચમચી મીઠું

ચપટી હળદર

1/2 કપ બેસન

તેલ તળવા માટે

રીત :

1) સૌથી પહેલા મિક્સર જારમાં તેલ , પાણી , હળદર અને મીઠું મિક્સ કરીને એક બે મિનિટ માટે બ્લેન્ડ કરી લો

2) હવે એને એક વાટકામાં લઈ લો પહેલાં એક કપ બેસન નાખીને મિક્સ કરો એ મિક્સ થઇ જાય પછી એમાં બાકીનો અડધો કપ બેસન નાખતા જઈને મિક્સ કરતા જાઓ લોટ કઠણ લાગે તો એકાદ ચમચી પાણી ઉમેરી શકો અને જો ઢીલો લાગે તો એકાદ ચમચી લોટ ઉમેરી શકો છો લોટ સરસ રીતે મિક્સ થઈ જવો જોઈએ તેમાં ગઠ્ઠા ન પડે એનું ધ્યાન રાખવાનું આ રીતે મિક્સ થઇ જાય પછી અને સાઈડ માં મૂકી દઈશું

3) સેવ બનાવવા માટે આવો સંચો આવે છે એમાં ઝીણી સેવ ની જાળી લઈશું સંચા ના બદલે ઝારાથી સેવ બનાવી હોય તો પણ બનાવી શકો છો

4) હવે સંચામાં જે પણ સેવ બનાવી હોય એની જાળી લગાવીને તેલ લગાવી દો પછી એમાં બાંધેલો લોટ નાખો

5) ગરમ તેલમાં સેવ બનાવાની છે અને એને મીડીયમ ગેસ ઉપર તળી લઈશું તેઓ થોડી તળાઈ એટલે ફેરવી દેવી બેસનને તળાતા વધારે સમય ના લાગે એટલે થોડી તળાય એટલે તેને ફેરવી દેવાની આ રીતની તળાય એટલે બહાર લઈ લો ગરમ હોય ત્યારે પોચી લાગે પણ ઠંડી થશે એટલે ક્રિસ્પી થઈ જાય આ જ રીતે ઝીણી સેવ બનાવવાની

6) હવે ઝારા નો ઉપયોગ કરીને સેવ બનાવી હોય તો કડાઈ ની ઉપર ઝારા સરખો સેટ કરી દો પછી એના ઉપર લોટ મૂકો અને હથેળીની મદદથી લોટને  ઘસતા જાવ આને પણ મીડીયમ ગેસ ઉપર તળવાની છે

7) હવે આ ત્રણેય જાતની સેવ બનીને તૈયાર છે એકદમ ઠંડી થઈ જાય એટલે તમે એરટાઇટ ડબામાં ભરીને 15 થી 17 દિવસ સુધી સ્ટોર કરી શકો છો 

Watch This Recipe on Video