હેલો ફ્રેન્ડ્સ આજે આપણે જોઇશું કે ઘરે આમ પન્ના કેવી રીતે બનાવવું આ કાચી કેરીમાંથી બનતું શરબત છે જે ટેસ્ટમાં ખુબ જ સરસ લાગે છે અને ખાસ વાત એ છે કે આના માટે જે સીરપ આપણે બનાવીએ છીએ એને બનાવીને તમે ફ્રીજમાં ત્રણ-ચાર મહિના સુધી સ્ટોર પણ કરી શકો છો તો જ્યારે પણ તમને આમ પન્ના પીવાની ઈચ્છા થાય ત્યારે ફક્ત પાણી મિક્સ કરીને એક થી બે જ મિનિટમાં તમે આ બનાવીને પી શકો છો તો ચાલો સરસ મજાનું ખાટું મીઠું શરબત કેવી રીતે બનાવવું એ જોઈ લઈએ
તૈયારીનો સમય : 10 મિનિટ
બનાવવાનો સમય : 25 – 30 મિનિટ
સર્વિંગ : 15 – 17 ગ્લાસ શરબત
સામગ્રી :
500 ગ્રામ કાચી દેશી કેરી
500 થી 600 મિલી પાણી
1/2 ચમચી મીઠું
1 ચમચી શેકેલા જીરાનો પાવડર
1 ચમચી કાળા મરીનો પાવડર
1/2 ચમચી સંચળ
ચાસણી બનાવવા માટે :
1 કપ ખાંડ (આશરે 200 ગ્રામ)
3/4 કપ પાણી
રીત :
1) સૌથી પહેલા કેરીને ધોઇને લુછી લો પછી એને છોલીને ગોટલી નો ભાગ કાઢીને મીડિયમ સાઇઝના ટુકડામાં સમારી લો

2) એક વાસણમાં પાણી ગરમ કરવા માટે મૂકો પાણી ગરમ થાય એટલે તેમાં મીઠું નાખો અને સમારેલા કેરીના ટુકડામાં નાખીને ફાસ્ટ ગેસ પર આઠ થી દસ મિનિટ કે કેરીના ટુકડા થોડા પોચા પડે ત્યાં સુધી તેને ઉકાળો થોડીવાર પછી એને ચેક કરો કેરીના ટુકડાને તમે આ રીતે ચમચી કે કાંટાથી દબાઓ તો આસાનીથી દબાઈ જાય એવા ચડેલા હોવા જોઈએ તમારે જો આ પ્રોસેસ તમારે કુકરમાં કરવી હોય તો કુકરમાં કેરીની સાથે પાણી અને મીઠું નાખીને એક થી બે વ્હીસલ કરી શકો છો

3) કેરીના ચીરીયા આ રીતે બફાઈ જાય પછી એને કાણાવાળા વાડકામાં કાઢીને ઠંડા થવા દઈશું આ એકદમ ઠંડા થઈ જાય પછી મિક્સર જારમાં એને લઈ લો અને એની સાથે કેરી બાફેલું પાણી વધ્યું હોય એ જરૂર પ્રમાણે નાખીને તેની પેસ્ટ બનાવી લો હવે આ પેસ્ટને એક વાડકામાં લઈશું

4) ચાસણી બનાવવા માટે એક વાસણમાં ખાંડ અને પાણી મિક્સ કરી મીડીયમ ગેસ ઉપર ગરમ થવા માટે મૂકો વચ્ચે-વચ્ચે હલાવતા રહેવું આમાં એક તારની ચાસણી કરવાની છે તો એને ચેક કરવા માટે ચાસણીને અંગૂઠા અને આંગળીની વચ્ચે ચેક કરો આ રીતે એક તાર બને એટલે સમજવું કે ચાસણી બની ગઈ છે ગેસ બંધ કરીને નીચે ઉતારીને ઠંડુ થવા દો

5) ચાસણી ઠંડી થઈ જાય પછી એને એક વાર મિક્સ કરી લો હવે જે કેરીનો પલ્પ આપણે બનાવીને રાખ્યો છે એ આમાં ઉમેરી દઈશું આની સાથે જ બધા મસાલા ઉમેરી દો અને મિક્સ કરો

6) આ મિશ્રણને ફરીથી ગેસ પર મૂકીને ૨ થી ૩ મિનિટ માટે થોડું ગરમ કરી લો પછી ગેસ બંધ કરીને અને એકદમ ઠંડુ થવા દઈશું મિશ્રણ ઠંડુ થાય પછી અને કાણાવાળા વાડકા થી ગાળી લઈએ જેથી કોઈ કેરી નો મોટો ટુકડો રહ્યો હશે તો એ નીકળી જશે

7) મિશ્રણ ગાળી લીધા પછી તમે એને કાચની બોટલમાં ભરીને ફ્રીજમાં ત્રણ થી ચાર મહિના સુધી સ્ટોર કરી શકો છો શરબત બનાવવા માટે એક ગ્લાસ લો એને જો તમારે ડેકોરેટ કરવો હોય તો તેની કિનારી ઉપર પહેલા થોડો લીંબુનો રસ લગાવી દો અને પછી એક ડીશમાં મીઠું અને મરચું મિક્સ કરી લો અને આમાં તો ગ્લાસ ઉંધો પાડો એટલે સરસ આ રીતે ગ્લાસ ડેકોરેટ થઇ જશે બનાવેલું કેરીનો પલ્પ આમાં આપણે ત્રણ ચમચી જેટલો ઉમેરીશું સાથે જ ઠંડુ પાણી નાખો અને સરસ રીતે મિક્સ કરી લો સર્વિંગ સમયે આમાં બરફના ટુકડા અને થોડો ચાટ મસાલો નાખવો હોય તો નાખી શકો છો

8) હવે આ સરસ મજાનો ખાટું-મીઠું આમ પન્ના બનીને તૈયાર છે
