બહાર મળે એવી પુરી-ભાજી બનાવાની પરફેક્ટ રીત | Puri Bhaji | Puri Bhaji Banane ki Rit | Shreejifood

હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું લારી પર કે રેલવે સ્ટેશન પર મળે એવી પુરી ભાજી , આ પુરી ભાજી ખુબ ટેસ્ટી હોય છે અને ખૂબ ઓછા સમયમાં અને ઓછી મહેનતમાં બનીને તૈયાર થઇ જાય છે તો આ રેસિપી ને તમે લંચબોક્સમાં કે સાંજે ડીનરમાં પણ બનાવી શકો છો તો ચાલો આને કેવી રીતે બનાવવું તે જોઈ લઈએ

તૈયારીનો સમય : 15 20 મિનિટ

બનાવવાનો સમય : 15 મિનિટ

સર્વિંગ : 3 વ્યક્તિ

સામગ્રી :

પૂરી બનાવવા માટે :

લોટ બાંધવા માટેની સામગ્રી :

1 ઘઉંનો લોટ

મીઠું સ્વાદ પ્રમાણે

1 ચમચી તેલ

પાણી જરૂર પ્રમાણે

તેલ પૂરી કરવા માટે

ભાજી બનાવવા માટે :

3 બાફેલા બટાકા

2 – 3 સમારેલા ટામેટા

2 સમારેલા લીલા મરચા

2 – 3 ચમચી તેલ

જીરું

થોડી હિંગ

સૂકું લાલ મરચું

1/2 ચમચી હળદર

મીઠું સ્વાદ પ્રમાણે

1 ચમચી ધાણાજીરૂ

2 ચમચી લાલ મરચું

ચપટી ગરમ મસાલો

થોડી ખાંડ

સમારેલી કોથમીર

સૂકું લાલ મરચું

રીત :

1) સૌથી પહેલા એક કડાઈમાં તેલ ગરમ કરવા માટે મૂકો તેલ ગરમ થાય એટલે એમાં  લાલ મરચું , લીલા મરચા અને થોડી હિંગ નાંખી સાંતળો પછી એમાં બીયા કાઢીને સમારેલા ટામેટા નાખો અને એને પણ થોડા સાંતળી લો

2) હવે તેમાં ગરમ મસાલા સિવાયના બધા મસાલા કરી દો અને એને મિક્સ કરીને થોડા સાંતળો ટામેટા થોડાક પોચા પડે એટલે એમાં પાણી નાખો અને એને ગરમ થવા દો

3) પાણી ઉકળવાનું શરુ થાય એટલે તેમાં બાફેલા બટાકા નાખો અહીંયા બટાકાને આપણે પુરેપુરા નથી બાફવાના બટાકાને આપણે ૮૦ ટકા જેટલા બાફ્વાના છે  હવે એને મીડીયમ ગેસ પર ઢાંકીને ચડવા દો વચ્ચે-વચ્ચે હલાવતા રહીશું

4) બટાકા સરસ ચડી જાય એટલે એમાં સમારેલી કોથમીર , ખાંડ અને ચપટી ગરમ મસાલો નાખીને મિક્સ કરી લઈશું અને બટાકાને થોડા ચમચાથી ભાંગીને ભૂકો કરીશું જેથી તેનો રસ જાડો થઈ જાય તો આ રીતે સરસ બટાકા ચડી જાય અને રસો જાડો થઈ જાય એટલે ગેસ બંધ કરીને આને સાઈડ માં મૂકી દઈશું

5) હવે પૂરીનો લોટ બાંધવા માટે એક વાસણમાં બધી જ સામગ્રી લઇ મિક્સ કરી જરૂર પ્રમાણે પાણી ઉમેરતા જઈ પરોઠા જેવો લોટ બાંધી ને તૈયાર કરો પછી એને તેલ નાખીને મસળી લો અને ઢાંકીને રહેવા દો

6) લોટને મસળી લો અને એમાંથી નાના નાના લુઆ બનાવો પછી પુરીને મીડીયમ થીક વણીને તૈયાર કરો

7) પુરી ને તળવા માટે કડાઈમાં તેલ ગરમ કરવા માટે મૂકો તેલ ગરમ થાય એટલે વણેલી પૂરીને ફાસ્ટ ગેસ પર તળી લો અને આ જ રીતે બીજી પુરી તળીને તૈયાર કરો

8) હવે ભાજીને અને પુરી ને સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું અને એના પર સમારેલી કોથમીર નાખીશું અને એની સાથે આપણે સલાડ અને તળેલા લીલા મરચા મુકીશું તો હવે આ સરસ મજાનું પુરી ભાજી બનીને તૈયાર છે

Watch This Recipe on Video