ઇંડા, કન્ડેન્સ મિલ્ક કે ઓવનનો ઉપયોગ કર્યા વગર બનાવો બાળકોનાં મનપસંદ ચોકલેટ કુકીઝ | Chocolate Cookies

હેલો ફ્રેન્ડ આજે આપણે બનાવીશું ઈંડા વગર ના ચોકલેટ કુકીઝ આ કુકીઝ બનાવવા માટે તમારે ઈંડાં , ઓવન કે કન્ડેન્સ મિલ્ક કશાની જરૂર નથી ઘરમાં જ રહેલી સામગ્રીમાંથી ખૂબ જ ઓછા સમયમાં આ બનીને તૈયાર થઇ જાય છે તો ચાલો અને કેવી રીતે બનાવવા એ જોઈ લઈએ

તૈયારીનો સમય : 5 મિનિટ

બનાવવાનો સમય : 25 30 મિનિટ

સર્વિંગ : 10 – 12  કુકીઝ

સામગ્રી :

1/2 કપ સોલ્ટેડ બટર

1/2 કપ દળેલી ખાંડ

1 કપ મેંદો

3 ચમચી કોકો પાવડર

રીત :

1) સૌથી પહેલા એક વાસણમાં સોલ્ટેડ બટર લઈને એને હેન્ડ વ્હીસ્ક થી કે હેન્ડ મિક્સર થી સરસ રીતે ફેટી લો બટર ને ઉપયોગમાં લેવાના અડધો કલાક પહેલા ફ્રીઝમાંથી બહાર કાઢી લેવું જેથી થોડુંક પોચું થઈ જાય બટર આ રીતે સરસ સફેદ કલરનું અને ક્રીમી થઈ જાય ત્યાં સુધી એને ફેટવાનું છે

2) એમાં દળેલી ખાંડ ને ચાળી ને નાખી દો ઘરમાં જે ખાંડ વાપરતા હોય એને જ મિક્સરમાં દળીને આમાં ઉમેરવાની છે એને પણ પછી હેન્ડ મિક્સર થી મિક્સ કરી લઈશું

3) ખાંડ અને બટર સરસ રીતે મિક્સ થઇ જાય પછી એમાં મેંદો અને કોકો પાવડર ચાળીને નાખીશું તમે જો અનસોલ્ટેડ બટર લીધું હોય તો આ સમયે ચપટી જેટલું મીઠું ઉમેરી દેવું હવે સ્પેચુલા ની મદદથી બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરી લઈશું અને પછી અને 15 – 20 મિનિટ માટે ફ્રિઝમાં મૂકી દઈશું , 15 – 20 મિનિટ પછી લોટને એક વાર મસળી લો  અને આમાંથી જે પણ સાઈઝના કુકીઝ બનાવવા હોય એવા બનાવી લેવાના અને પછી આ રીતે એને એક એલ્યુમિનીયમની થાળીમાં મુકતા જઈશું

4) જો તમારે આ કુકીઝ ને ગેસ ઉપર બેક કરવા છે તો એક જાડા તળિયાવાળી એક કડાઈમાં મીઠું કે રેતી નાખીને ધીમા ગેસ પર 10 મિનિટ માટે ગરમ કરો પછી આ રીતે એમાં સ્ટેન્ડ મૂકીને થાળી એમાં મૂકી દો અને ઢાંકણ ઢાંકીને ધીમા ગેસ પર 20 થી 25 મિનિટ માટે આને બેક કરો અને જો આને ઓવનમાં બેક કરવા હોય તો આ રીતે ઓવનની ટ્રે માં મૂકી દો ઓવનને 180 ડિગ્રી ઉપર પ્રિ હીટ કરો અને પછી પ્રિ હીટ થયેલા ઓવનમાં એને 15 થી 17 મિનિટ માટે બેક કરવા

5) ગેસ ઉપર જે કુકીઝ બેક કરવા માટે મૂક્યા હતા એ 25 મિનિટ પછી સરસ રીતે આવા બેક થઈ ગયા છે તો ગેસ બંધ કરીને થાળીને બહાર કાઢી લઈશું કુકીઝ જ્યારે ગરમ હોય ત્યારે ખૂબ જ પોચા હોય તો એને અડવું નહીં અને થાળીને આ રીતે સ્ટેન્ડ ઉપર મૂકીને આપણે ઠંડી થવા દઈશું અડધો કલાક પછી તમે આને ખાવાના ઉપયોગમાં લઇ શકો છો

6) હવે આ સરસ મજાના ઈંડા વગર ના ચોકલેટ કુકીઝ બનીને તૈયાર છે આ એકદમ ઠંડા થઈ જાય ત્યારે તમે ડબ્બામાં ભરીને 15 થી 20 દિવસ સુધી સ્ટોર કરી શકો છો

Watch This Recipe on Video