લારી પર મળે એવું ટેસ્ટી ચાટ હવે ઘરે બનાવો એકદમ સરળ રીતે । Ragda Chat | Chat banane ki Vidhi

હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું લારી પર મળે એવું ટેસ્ટી ચાટ , ચાટ એકદમ ટેસ્ટી અને ચટાકેદાર હોય છે જેથી લગભગ દરેકને આ ખાવું ખૂબ જ પસંદ હોય છે આજે આપણે લારી પર મળે એવું રગડા ચાટ બનાવીશું તો ચાલો એને બનાવવાનું શરૂ કરીએ

તૈયારીનો સમય : 15 મિનિટ

બનાવવાનો સમય : 10 મિનિટ

સર્વિંગ : 3 – 4 વ્યક્તિ

સામગ્રી :

1/2 કપ સૂકા સફેદ વટાણા

1 બટાકુ કે કાચું કેળું

1 કપ પાણી

મીઠું સ્વાદ પ્રમાણે

હળદર

હિંગ

ચપટી ખાવાનો સોડા

કોર્ન ફ્લોરની સ્લરી

સર્વિંગ માટે :

મીઠી ચટણી

તીખી ચટણી

લાલ ચટણી

સમારેલુ ટામેટું

સમારેલા લીલા મરચાં

સમારેલી કોથમીર

નાયલોન સેવ

ચાટ મસાલો

સમારેલી ડુંગળી (જો તમારે ના કરવી હોય તો)

રીત :

1) સૌથી પહેલા સફેદ વટાણા ને નવશેકા ગરમ પાણીમાં ચાર થી પાંચ કલાક માટે પલાળી ને રાખવા પછી પાણી નિતારીને તેને કુકરમાં લઈશું અને આની સાથે બીજું એક કપ જેટલું પાણી ઉમેરી જઈશું

2) કુકરમાં જ આપણે હળદર , મીઠું , હીંગ , બટાકું અને ખાવાનો સોડા નાખીને ઢાંકણ બંધ કરીને મીડીયમ ગેસ ઉપર આની ચાર થી પાંચ વ્હીસલ કરી લઈશું

3) ચારથી પાંચ વ્હીસલ થઈને કુકર ઠંડું થઈ જાય એટલે અને ખોલીને હેન્ડ વ્હીસ્ક ની મદદથી એને થોડું મિક્ષ કરી લઈશું

4) હવે બનાવેલું રગડા નું મિશ્રણ એક કડાઈમાં લઈએ અને એને મીડીયમ ગેસ ઉપર ગરમ થવા માટે મૂકીશું જરૂર લાગે તો આમાં ચપટી જેટલી હળદર અને સાથે જ જરૂર પ્રમાણે કોર્ન ફ્લોરની સ્લરી ઉમેરીને આને ચાર થી પાંચ મિનિટ માટે ઉકળવા દઇશું પછી ગેસ બંધ કરી દેવો અને રગડા ને સર્વિંગ બાઉલમાં લઈ લઈશું

5) રગડા ને સર્વિંગ બાઉલમાં લીધા પછી એના ઉપર ત્રણે ચટણી , સમારેલું ટામેટું , લીલા મરચાં , કોથમીર , ચાટ મસાલો અને સેવ નાખીશું જો તમે ડુંગળી ખાતા હોય તો ડુંગળી પણ આની ઉપર સમારીને નાખી શકો છો

6) હવે આ સરસ મજાનો ટેસ્ટી રગડા ચાટ બનીને તૈયાર છે 

Watch This Recipe on Video