કેક બનાવાની આટલી સરળ રીત તમે ક્યારેય નહિ જોઇ હોય | Eggless Chocolate Cake without Oven & Mould

હેલો ફ્રેન્ડ્સ આજે આપણે જોઇશું કે ઘરે એકદમ સરળ રીતે ચોકલેટ કેક કેવી રીતે બનાવી કેક બનાવવા માટે જનરલી ઘણી બધી વસ્તુની જરૂર પડે છે જેમ કે મેઝરીંગ , ચમચી , મોલ્ડ , ઓવન , ટર્નટેબલ , પેલેટ નાઈફ જેવી ઘણી બધી વસ્તુઓની જરૂર પડતી હોય છે પણ આજે હું તમને ખૂબ જ ઓછી સામગ્રીથી અને દરેકના ઘરમાં મળી જાય એવી વસ્તુ થી કેક કેવી રીતે બનાવવી એ શીખવાડવાની છું તો ચાલો એને બનાવવાનું શરૂ કરીએ

તૈયારીનો સમય : 5 મિનિટ

બનાવવાનો સમય : 15 મિનિટ

સર્વિંગ : 250 ગ્રામ કેક

સામગ્રી :

6 ચમચી મેંદો

4 ચમચી દળેલી ખાંડ

1/4 ચમચી બેકિંગ પાઉડર

1/8 ચમચી ખાવાનો સોડા

ચપટી મીઠું

પાણી જરૂર પ્રમાણે

1 ચમચી કોકો પાવડર

2 ચમચી તેલ

2 ચમચી દહીં

રીત :

1) સૌથી પહેલા એક વાટકામાં બધી કોરી વસ્તુ મિક્ષ કરી દો પછી એને મેંદા ની ચાળણીથી ચાળીને તૈયાર કરી લો

2) હવે એમાં દહીં અને તેલ ઉમેરો અને જરૂર પ્રમાણે પાણી ઉમેરતા જઈને આનું ખીરું બનાવીને તૈયાર કરવાનું છે

3) જો તમારે વેનીલા બેઝ બનાવો છે તો આ રીતે તમે બનાવી શકો છો અત્યારે આપણે ચોકલેટ કેક બનાવીએ છીએ એટલે આમાં કોકો પાવડર નાખીને મિક્સ કરી લઈશું ખીરું વધારે જાડું પણ નહીં અને પાતળું પણ નહીં એવું રાખવાનું છે

4) હવે અત્યારે કોઈ મોલ્ડ નો ઉપયોગ નથી કરવાનો તો આપણે નોન સ્ટીક ની નાની પેન લઈ લઈશું એમાં થોડું તેલ લગાવી દઈએ અને પછી બનાવેલું ખીરું આમાં લઈશું થોડું એને થપથપાવો હવે આને ડાયરેક્ટ ગેસ પર ધીમા તાપે પાંચ મિનિટ માટે ચઢવા દો પાંચ મિનિટ પછી એની નીચે લોખંડની તવી મૂકી દો અને ધીમા ગેસ પર ફરીથી પાંચ મિનિટ ચડવા દો દસ મિનિટ પછી ટુથપીકની મદદથી ચેક કરો જો એ સાફ નીકળે તો સમજવું કે કેક સરસ રીતે ચડી ગઈ છે આને આપણે 10 – 15  ઠંડી થવા દઈએ અને પછી થાળીમાં એને કાઢી લો

5) હવે , ટર્નટેબલ ના બદલે આપણે ઘરમાં જ રહેલી વસ્તુનો ઉપયોગ કરીશું તો એક તપેલી કે વાટકો લઇ લેવાનો એના ઉપર થાળી કે ડીશ ઊંઘી પાડો બનાવેલી કેક આના ઉપર લઈ લો પછી આનો ઉપરનો ભાગ આપણે કટ કરી લેઈશુ જેને આપણે ડેકોરેશનમાં ઉપયોગમાં લઈશું અને કેક ને બે ભાગમાં કટ કરી લઈએ તો તમે જોઈ શકો છો એકદમ સરસ પોચી કેક બનીને તૈયાર થઈ છે  

6) હવે આનો એક ભાગ લઈએ અને એના ઉપર સુગર સીરપ લગાવીશું પછી આના ઉપર વ્હીપ ક્રીમ લગાવીએ ક્રીમ લગાવવા માટે આપણે પેલેટ નાઈફ નો ઉપયોગ કરતા હોઈએ છીએ પણ અહીંયા આપણે પેલેટ નાઈફ ના બદલે બટર નાઈફ નો ઉપયોગ કરીશું વ્હીપ ક્રીમ ની કોન્ટીટી તમારી ચોઇસ પ્રમાણે ઓછી વધતી કરી શકો છો વ્હીપ ક્રીમનું લેયર થઈ જાય એ પછી કેક નો બીજો ભાગ આના ઉપર મુકવાનો અને એના ઉપર પણ થોડી સુગર સીરપ અને ક્રીમ લગાવીને આખી કેક ને ક્રીમથી સરસ રીતે કવર કરી દો

7) એને લેવલમાં કરવા માટે કોઈ એક જાડું પ્લાસ્ટિક લઈ લો અને આ રીતે ડીશને ફેરવતા જાવ અને કેક ને સરસ રીતે લેવલમાં કરી દો જે વધારાનું ક્રીમ હોય એને તમારે વાટકામાં પાછું લગાવતા જવાનું

8) હવે સ્ટાર નોઝલ લઈને એમાં એક ક્રીમ ભરી દેવાની અને આ રીતે બોર્ડર બનાવી દઈશું ડેકોરેશન તમારી પસંદ પ્રમાણે તમે કરી શકો છો કેક નો ઉપર નો ભાગ આપણે કટ કર્યો હતો એને મેં માઇક્રોવેવમાં થોડો કડક કરી લીધો છે અને પછી તેને ચાળીને ભૂકો તૈયાર કર્યો છે તો એને આપણે કિનારીઓ પર અને આ રીતે લગાવી દઈશું પછી ચેરી એના ઉપર મૂકી દઈએ

9) હવે કેક તૈયાર છે એને આપણે ત્રણ ચાર કલાક માટે ફ્રિજમાં મુકીશું અને પછી ખાવાના ઉપયોગમાં લઇશું તો ત્રણ-ચાર કલાક પછી કેક સરસ રીતે સેટ થઈ ગઈ છે તમે જોઈ શકો છો આ એકદમ સરસ સોફ્ટ અને સ્પોનજી બને છે હવે ઘરની સામગ્રીમાંથી અને ઘરના જ વાસણનો ઉપયોગ કરીને બનાવેલી ચોકલેટ કેક બનીને તૈયાર છે

Watch This Recipe on Video