બહારનું ખાવાનું મન થાય તો બનાવો આ ટેસ્ટી ઢાબા સ્ટાઇલ સબ્જી| Matar Paneer | Dhaba style Subji recipe

હેલો ફ્રેન્ડ્સ આજે આપણે જોઇશું કે ઢાબા સ્ટાઈલ મટર પનીર ઘરે કેવી રીતે બનાવવું ઘરે પંજાબી શાક બનાવવું ખૂબ જ સરળ છે અને આને બનાવવામાં વધારે સમય પણ નથી લાગતો દરેકના ઘરમાં મળી જાય એવી સામગ્રીથી આ શાક બનીને તૈયાર થઇ જાય છે તો જો તમે એક નું એક પંજાબી શાક ખાઈને કંટાળી ગયા છો તો આ શાક જરૂરથી ટ્રાય કરી શકો છો આને તમે રોટલી , પરાઠા, નાન , કુલચા કે જીરા રાઈસ ગમે તેની સાથે સર્વ કરી શકો છો તો ચાલો આને કેવી રીતે બનાવવું એ જોઈ લઈએ

તૈયારીનો સમય : 10 મિનિટ

બનાવવાનો સમય : 15 મિનિટ

સર્વિંગ : 4 વ્યક્તિ

સામગ્રી :

4 ચમચી તેલ

1/2 ચમચી જીરૂ

1 સૂકું લાલ મરચું

5 – 6 કાળા મરી

2 – 3 લવિંગ

250 ગ્રામ છીણેલા ટામેટા

2 સમારેલા લીલા મરચાં

1 ચમચી બેસન

2 ચમચી લાલ મરચું

1 ચમચી ધાણાજીરૂ

1/2 ચમચી હળદર

મીઠું સ્વાદ પ્રમાણે

1/2 ચમચી પંજાબી ગરમ મસાલો

થોડો રેગ્યુલર ગરમ મસાલો

થોડી કસૂરી મેથી

1/2 ચમચી ખાંડ

થોડી સમારેલી કોથમીર

અડધી વાટકી બાફેલા વટાણા

150 ગ્રામ છીણેલું પનીર

પાણી જરૂર પ્રમાણે

રીત :

1) સૌથી પહેલાં એક કડાઈમાં તેલ ગરમ કરવા માટે મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં જીરૂં નાખો પછી એમાં સૂકું મરચું , લવિંગ અને મરી નાખો હવે આમાં બેસન નાખીને થોડું સાંતળો આની સાથે જ આપણે સમારેલા લીલા મરચા નાખી દઇશુ (જો તમારે લસણ નાખવું હોય તો ૩ થી ૪ કળી લસણ અધકચરુ વાટીને અત્યારે નાખી શકો છો)

2) બેસન થોડું સંતળાય અને તેમાંથી સુગંધ આવવાની શરૂ થાય એટલે છીણેલા ટામેટા નાખી દઈશું જો તમારે ડુંગળી નાખવી હોય તો પહેલા ડુંગળી નાખીને થોડી સાંતળી લેવાની એ બદામી કલર ની થાય પછી એમાં તમારે ટામેટા નાખવા ટામેટાને બે-ત્રણ મિનિટ મીડીયમ ગેસ પર સાંતળી લઈશું પછી આમાં ગરમ મસાલા સિવાયના બધા મસાલા કરી દઈશું અને મિક્સ કરીને ઢાંકણ ઢાંકીને આને ચઢવા દઈશું

3) થોડીવાર પછી તમે જોશો તો ટામેટા અને મસાલા સરસ ચઢીને તેલ ધીરે ધીરે ઉપર આવવા લાગ્યું હશે આને સરસ મિક્સ કરી લો પછી એમાં બાફેલા વટાણા ઉમેરો અને જરૂર પ્રમાણે બે થી ત્રણ ચમચી જેટલું પાણી ઉમેરીને મિક્સ કરી લો ફરીથી ઢાંકણ ઢાંકીને મીડીયમ ગેસ ઉપર આને ચઢવા દો આને હલાવતા રહેવું

4) થોડીવાર પછી આમાં કસૂરી મેથી ને હાથથી મસળી ને આ રીતે પાઉડર કરીને નાખો આની સાથે જ સમારેલી કોથમીર , પંજાબી ગરમ મસાલો અને રેગ્યુલર ગરમ મસાલો નાખો

5) હવે પનીરને આપણે મોટી છીણીથી છીણી ને આમા નાખીને મિક્સ કરી દઈએ તમારે તો પનીરને હાથથી મસળી ને નાખવું હોય તો પણ નાખી શકો છો થોડી આમાં ખાંડ નાખી દો (ખાંડ ના નાખવી હોય તો સ્કીપ કરી શકો છો હવે અને ખુલ્લુ જ ચઢવા દઈશું શાક બની જશે એટલે આ રીતે તેલ ઉપર આવી જશે આ રીતે  કિનારી ઉપર તેલ પણ આવી જાય એટલે ગેસ બંધ કરી દેવાનો અને હવે આપણે અને સર્વિંગ બાઉલમાં લઈ લઈએ

6) હવે આ સરસ મજાની મટર પનીર ની સબ્જી બનીને તૈયાર છે એના ગાર્નિશીંગ માટે આપણે ઉપર છીણેલું પનીર અને સમારેલી કોથમીર નાખીશું

Watch This Recipe on Video